________________
આપનારી “તત્વબોધિની' નામની વિવૃતિ-ટીકા રચી, આ અનેકાંતવ્યવસ્થા ગ્રંથને સુગમ બનાવ્યો છે, તેને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ગ્રંથ અપ્રતિમ પ્રતિભાથી લખાયેલું છે એ વાત તે નિઃશંક છે, પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ તત્ત્વબોધિની વિકૃતિ રચી, પોતાની પ્રકાંડ વિદ્વત્તા વ્યક્ત કરી છે, જે સાધન સૂફમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે
ખ્યાલમાં આવે તેમ છે એટલું જ નહિ પણ “તત્ત્વબેધિની” વિવૃતિની સાર્થક્તાને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. જૈન ન્યાયસાહિત્યની સૃષ્ટિમાં આ ગ્રંથ અને પ્રકાશ ફેકે એવે છે, ઓ ગ્રંથરત્નમાં કયાં કયાં વિષયરને કયાં ક્યાં છે, તેની જિજ્ઞાસાવાળા મહાનુભાવોને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું નિરીક્ષણ કરવાની અમે ભલામણ કરીએ છીએ, જેથી ગ્રંથ અને તેની ટીકાની મહત્તાને ખરે ખ્યાલ આવી શકે. પૂજ્ય વિદ્વાન મુનિશ્રી અંહિમાપ્રભ વિજયજી મહારાજે પ્રેસકેપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે ધન્યવાદને પાત્ર છે. ' આ “અનેકાંતવ્યવસ્થાપ્રકરણ અપરનામ જેનત પરિભાષા ગ્રંથ કાશી (બનારસ) ગવર્નમેંટ સંસ્કૃત કોલેજમાં વેદાન્તદર્શનની પરીક્ષા આપનારાઓ માટે પણ પાઠ્યપુસ્તક તરીકે દાખલ થયેલે છે, એ જ આ ગ્રંથની મહત્તા ને ઉપયોગિતા પ્રદર્શિત કરે છે..