________________
૨૮૨
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
કાષ્ઠને ભેદી શકે પરંતુ વજને ભેદી શકવાનું તેનામાં સામર્થ્ય નથી. તેજ રીતે શબ્દમાત્ર પ્રધાનપણે એકજ અર્થને પ્રતિપાદન કરવામાં સમર્થ છે. પરંતુ અનેકને પ્રતિપાદન કરવાની તેનામાં શક્તિ હોતી નથી. પુષ્પદંત વિગેરે શબ્દો પણ કેમે કરીને જ સૂર્યચંદ્રને બંધ કરે છે નહીં કે એકી સાથે તેને બોધ કરાવવામાં સમર્થ છે માટે જ સત્તાસત્ત્વને પ્રધાન પણે એકીસાથે કહેવામાં અવાચ્ય શબ્દ વાપરવાની જરૂર રહે છે. આ રીતે સકેતિત શબ્દથી પ્રસ્તુત અર્થ ઘટી. શકતા નથી.
આરીતે ચભંગ પૂર્વે કહેલા ભાંગાથી વિલક્ષણ હેવાથી તેનાથી જે બંધ થાય છે તે તદન જુદા પ્રકારને જ બંધ થાય છે. વૃક્ષ વૃક્ષા વિગેરે એક જ શબ્દ છતાં જે બે અને ઘણું વૃક્ષો ને પ્રતિપાદન કરે છે. આમાં પણ વ્યાકરણના નિયમને અનુસરીને બે સંખ્યાવાચક વૃક્ષશબ્દ અને બહુસંખ્યાવાચક વૃક્ષશબ્દમાંથી છેલ્લાવૃક્ષ શબ્દ સિવાયના બાકીનાઓને લેપ માનવામાં આવે છે. આરીતે પૂર્વના વૃક્ષ શબ્દને લેપ થઈ ગયે છે તેને અર્થ દ્વિવચન અને બહુવચનના પ્રત્યયદ્વારા બાકી રહેલો વૃક્ષ શબ્દ કહે છે. નહિ કે એકજ વૃક્ષ શબ્દ અનેકને જણાવે છે. આરીતે વૈયાકરણ પણ એક શબ્દ એકજ અર્થને કહે છે તેમ સ્પષ્ટ માને છે.
* કદાચ એમ કહેવામાં આવે કે સવારે આ . પ્રકારના દ્વન્દ સમાસમાં બનેની પ્રધાનતા. હોય છે. અને તેથી અવકતવ્યની કાર્યસિદ્ધિ