________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१५७ શકે છે. આ રીતે આ દલીલ પણ શબ્દના પૌગલિકપણાને નિષેધ કરી શકતી નથી.
૩ ત્રીજી દલીલ એ કરવામાં આવે છે કે શબ્દમાં અવયવ નથી તેથી પૌગલિક નથી. આ દલીલ પણ વ્યાજબી નથી. કારણકે વિજળી વિગેરે પૌગલિક હોવા છતાં તેમાં અવયવો નથી જણાતા અને તેમાં શીઘ્રક્રિયા કારણ તરીકે માની તેને પુદ્ગલરૂપ માનવામાં આવે છે. તે જ પ્રમાણે શબ્દમાં પણ અવયવ ન દેખાવામાં શીધ્ર ક્રિયાજ કારણ તરીકે છે. આ રીતે શબ્દ પૌગલિક નથી તે માનવું અયોગ્ય છે..
૪ શબ્દના નિષેધ માટેની ચાથી દલીલ પણ ટકી શકતી નથી. કારણકે પૌગલિક હોય તે કોઈને ને કેઈને પ્રેરક હોવા જ જોઈએ એ કાંઈ ખાસ નિયમ નથી. ગબ્ધ દ્રવ્યને પૌદ્દગલિક માન્યા છતાં પણ નાસિકામાં પ્રવેશ કરતાં તેની અંદર રહેલા વાળ વિગેરેને તે પ્રેરક નથી. તે જ પ્રમાણે આ શબ્દ પણ છે. એટલે તેને પૌગલિક પણને નિષેધ ન થઈ શકે.
૫ શબ્દને આકાશને ગુણ માની પદ્ગલિકપણાને નિષેધ કરવામાં આવ્યા છે તે પણ વ્યાજબી નથી. કારણકે જે ગુણ હેય છે તે આપણને પ્રત્યક્ષ હોય છે. જેમકે, રૂપ વિગેરે આપણે હંમેશાં પ્રત્યક્ષ થતા જોઈએ છીએ. પરંતુ આકાશ ગુણ તો પ્રત્યક્ષ થતો નથી. માટે શબ્દને આકાશ ગુણ માનો કેઈપણ રીતે વ્યાજબી નથી.
આરીતે ઉપરોક્ત શબ્દના પૌદ્દગલિકપણું ઉપર કરવામાં આવેલા પાંચે આક્ષેપ વ્યાજબી ઠરતા નથી ઉલટ તેને જ તે રીતે સિદ્ધ કરવામાં સહાયક બને છે.
આ રીતે નિત્ય અને અપૌદ્દગલિક શબ્દ સિદ્ધ થતો નથી ને તેજ પ્રમાણે આકાશગુણ કે અહિ પણ સિદ્ધ ન થઈ શકે. આજે તે શબ્દને પૌદ્દગલિક માનવા માટે કોઈપણ જાતની શંકાનો પણ અવકાશ નથી કારણકે વાયરલેસ, ગ્રામોફોન રેડીઓ વિગેરે શબ્દને આપણું આગળ પૌદ્ગલિક રીતસર સિદ્ધ કરે છે.