________________
१५२
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
wwwwwww
તેમ હોવાથી તે પૌગલિક છે આ જૈનની માન્યતા વિરૂદ્ધ મીમાંસા જણાવે છે કે શબ્દ નિત્ય છે અને જ્યારે તે નિત્ય હોવાથી તેને ભાષાવર્ગણના પરમાણુઓ વડે આરંભાવાની જરૂર રહેતી નથી. અને તેને માટે અમારી પાસે નીચેની ત્રણ દલીલે છે.
શબ્દ એ પ્રત્યભિજ્ઞાનને વિષય છે અને પ્રત્યભિજ્ઞાન એ નિત્ય પદાર્થની થાય છે. અર્થપત્તિપ્રમાણથી પણ શબ્દ નિત્ય સિદ્ધ થાય છે. તેમજ શબ્દ એ શ્રવણેન્દ્રિયનો વિષય છે માટે પણ શબ્દ નિત્ય છે. આ રીતે આ ત્રણ દલીલ શબ્દને નિત્ય સિદ્ધ કરે છે.
આ ત્રણે દલીલને જવાબ આપણે અહિં ટુંકમાં તપાસીએ. પ્રત્યભિજ્ઞાન એકાન્ત નિત્યપદાર્થની ન થઈ શકે પરંતુ તેમાં કથંચિત અનિત્ય પદાર્થ હોવો જ જોઈએ. કારણકે પ્રત્યભિજ્ઞાન “પવા” તે રૂપ ઉભયસ્વરૂપવાળી છે. અને નિત્ય પદાર્થ તે સદાકાળ એક સ્વરૂપ હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે આત્મામાં પણ પ્રત્યભિજ્ઞાન હોય છે અને આત્મા નિત્ય છે તે તે પણ વ્યાજબી નથી. કારણકે આત્માને પણ કથંચિત અનિત્ય સ્વીકારવો જોઈએ. આ રીતે વસ્તુતઃ આ શબ્દમાં જણાતી પ્રત્યભિજ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન નથી પરંતુ પ્રયભિજ્ઞાનાભાસ છે.
તેજપ્રમાણે, શબ્દની નિત્યપણાની સિદ્ધિમાં પ્રત્યક્ષથી પણ બાધ આવે છે. કારણકે આપણને સર્વને અનુભવ સિદ્ધ છે કે શબ્દ ઉત્પન્ન થાય છે અને તેજ પ્રમાણે નષ્ટ થતો પણ આપણે જોઈએ છીએ. અને આ પ્રમાણે જેનો પ્રત્યક્ષથી બાધ હોય. તેનું પ્રત્યભિજ્ઞાન કઈ રીતે સાચું પડે ?
શબ્દની નિત્યપણાની સિદ્ધિમાં અનુમાન પ્રમાણ પણ બાધક નીવડે છે. કારણકે આપણે સુખ, દુખ વિગેરેમાં તીવ્રતા મંદતા વિગેરે અવસ્થા ભેદથી તે સુખદુઃખને અનિત્ય માનીએ છીએ. તે જ પ્રમાણે શબ્દ પણ હસ્વ દીધું અને હુતવિગેરે તીવ્રમંદધર્મયુક્ત હેવાથી અનિત્ય માનવો જોઇએ. અને એ રીતે અનુમાન પ્રમાણ પણ શબ્દને અનિત્ય