________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
લઈને છે. તેમજ નૈયાયિકાએ માનેલ આ ત્રણે અનુમાને ત્યારે જ શુદ્ધ બને છે કે જેમાં આપણા માનેલ શુદ્ધ હેતુનું લક્ષણ ઘટતું હોય.
જે હેતુ પક્ષમાં વ્યાપીને રહે અને જે સપક્ષમાં પણ રહેતો હોય પરંતુ જેને વિપક્ષ ન હોય તેને કેવળાન્વયી કહે છે. અને આ કેવળાન્વયી સર્વપક્ષવ્યાપક અને સપક્ષ એકદેશવૃત્તિ વ્યાપક એમ બે પ્રકારે છે.
જે હેતુ પક્ષમાં વ્યાપીને રહે અને સાક્ષરહિત તેમજ વિપક્ષથી વ્યાવૃત્ત હોય તેને કેવળવ્યતિરેકી કહે છે. તે પ્રસંગોનેયી અને અપ્રસંગનેયી એમ બે પ્રકારે છે.
જે હેતુ પાંચે પ્રકારના રૂપવાળો હોય તેને અન્ય વ્યતિરેકી કહે છે. તેના પણ સર્વસપક્ષવ્યાપક અને સપક્ષએકદેશવ્યાપક એમ બે ભેદ પડે છે.
ત્રીજા પ્રકારની માન્યતા–પૂર્વના બોધની પેઠે જે તુલ્ય બંધ થાય તેને પણ પૂર્વવત કહે છે. જેમકે, સુખ, દુઃખ, ઈચ્છા વિગેરે ગુણે એક દ્રવ્યને આશ્રિત રહેલા હોવા જોઈએ. કારણકે તે દરેક ગુણ છે. જેમકે રૂપ વિગેરે છે તેમ.
પ્રસક્તિને પ્રતિષેધ કરવાથી અને બાકીનામાં પ્રસક્તિને અસંભવ હેવાથી જે બોધ થાય તેને પણ શેષવત કહે છે.
જેમાં ધર્મિ અને સાધનધર્મ પ્રત્યક્ષ હોય પરંતુ સાધ્યધર્મ અપ્રત્યક્ષ હોય તેને સાધવામાં આવે તેને સામન્યતોદષ્ટ કહે છે. જેમકે, “સર્વે ઈચ્છા વિગેરે ગુણો પરતંત્ર છે ગુણ હોવાથી રૂપની પેઠે વિગેરે ઉદાહરણ પણ ઘટાવી શકાય છે. આ રીતે તૈયાયિકાની હેતુ વિષયક માન્યતાનું સૂચન માત્ર કર્યું પણ તે સર્વ જેન હેતુના એક વિભાગ માત્ર છે.
૩ વૈશેષિક દર્શન સબંધી હેતુઓની માન્યતા થે જ સંયોનિ વિધિ સમવાય વેતિ વિમ્ ! અ. . આ. ૨. સ. ૧ વૈશેષિકદર્શન.