________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૧૮ વ્યાપક વિરૂધોપલબ્ધિનું ઉદાહરણ–“સન્નિક્ષદિ પ્રમાણુ નથી કારણકે તે અજ્ઞાન છે.” આમાં પ્રતિષેધ્ય સકિર્યાદિનું પ્રમાણ પણું છે. તેનું વ્યાપક જ્ઞાનત્વ છે ને જ્ઞાનત્વનું વિરૂદ્ધ અજ્ઞાનત્વ છે. તે અજ્ઞાનની અહિં ઉપલબ્ધિ હોવાથી સન્નિકર્ષના પ્રમાણપણને નિષેધ સિદ્ધ થાય છે. એ પ્રમાણે “અહિં હિમનો સ્પર્શ નથી અગ્નિ હોવાથી’ વિગેરે અનુમાન પણ આપ્રકારમાં સમાય છે
૧૯ કારણ વિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણુ-“આ મુનીશ્વરને મિથ્યાચારિત્ર નથી કારણકે સમ્યગજ્ઞાન તેમનામાં રહ્યું છે” આ અનુમાનમાં મિથ્યાચારિત્ર પ્રતિષેધ્ય છે. અને તેનું કારણ મિથ્યાજ્ઞાન છે ને તેનું વિરૂધ્ધ સમ્યજ્ઞાન છે. જે તે સમ્યગજ્ઞાનની ઉપલબ્ધિ હેતુ તેરી કે હેવાથી મિથ્યાચારિત્રનો નિષેધ સિદ્ધ થાય છે. એજપ્રમાણે “આને સ્વાંડામાં હર્ષવિશેષ નથી કારણકે સમીપે અગ્નિ રહ્યો છે ” વિગેરે ઉદાહરણો પણ આમાં સમાઈ શકશે.
અનુપલબ્ધિના પ્રકાર– अनुपलब्धेरपि द्वैरूप्यम्, अविरुद्धानुपलब्धिविरुद्धानुपलब्धिश्च ।। ९३॥
અર્થ-અનુપલબ્ધિના બે પ્રકાર છે. એક અવિશ્વાનુપલબ્ધિ અને બીજી વિરુધ્ધાનુપલબ્ધિ.
વિશેષાર્થ –નિષેધ કરવા એગ્ય પદાર્થની સાથેના અવિરુદ્ધાનુપલબ્ધિ–વાસ્તવિક પદાર્થનું હેતુ તરીકે ન હોવું તેને અવિરુદાનુપલબ્ધિ કહે છે.
પ્રતિષેધ્ય પદાર્થથી વિરુદ્ધ પદાર્થનું હેતુ તરીકે હોવું તે વિદ્ધાનપલબ્ધિ.
કોઈપણ પદાર્થના નિષેધ અને વિધિમાં અનુક્રમે અવિરુદ્ધાનુપલબ્ધિ અને વિદ્ધાનુપલબ્ધિ એ બે હેતુઓ વાપરવામાં આવે છે.