________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૧૧ કારણ વ્યાપક વિરુદ્ધ વ્યાપોપલબ્ધિ. ૧૨ વ્યાપક કારણ વિરુદ્ધ વ્યાપોપલબ્ધિ ૧૩ કારણ વિરુદ્ધ સહચરોપલબ્ધિ ૧૪ વ્યાપક વિરુદ્ધ સહચરપલબ્ધિ ૧૫ કારણ વ્યાપક વિરુદ્ધ સહચરોપલબ્ધિ ૧૬ વ્યાપક કારણ વિરુદ્ધ સહચરપલબ્ધિ ૧૭ કાર્યવિરુદ્ધોપલબ્ધિ ૧૮ વ્યાપક વિરુદ્ધોપલબ્ધિ ૧૯ કારણ વિરુદ્ધોપલબ્ધિ
૧ કારણ વિરૂદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ આને હિમથી ઉત્પન્ન થયેલ રેમ હષ વિશેષ નથી. કારણકે ધુમાડે દેખાય છે.” આમાં પ્રતિષેધ્ય રોમહર્ષવિશેષ છે અને તેનું કારણ હિમ છે. અને હિમની વિરૂદ્ધ વસ્તુ અમિ છે ને અગ્નિનું કાર્ય ધૂમાડે છે. અને આ ધૂમાડાની ઉપલબ્ધિ–વિદ્યમાનતા હેતુ તરીકે હેવાથી રોમહર્ષવિશેષને નિષેધ સિદ્ધ થાય છે.
૨ વ્યાપક વિરુદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ – અહિં શીતસ્પર્શવિશેષ નથી. કારણકે ધૂમાડો નજરે પડે છે. આ અનુમાનમાં શીતસ્પર્શવિશેષ પ્રતિષેધ્ય સાધ્ય છે અને ધૂમાડે હેવાથી એ હેતુ છે. પ્રતિષેધ વિશિષ્ટશીતસ્પર્શનું વ્યાપક શીતસામાન્ય અને આ શીતસામાન્યથી તદન ઉલટ વિરૂદ્ધપદાર્થ અગ્નિસામાન્ય છે. અને અમિથી ઉત્પન્ન થનાર ધૂમાડા રૂપ કાર્યની ઉપલબ્ધિ-વિદ્યમાનતા હેતુરૂપે હોવાથી વિશિષ્ટ શીતસ્પર્શ નિષેધ સિદ્ધ થાય છે. ( ૩ કારણવ્યાપક વિરૂદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ- અહિં
મહર્ષવિશેષ નથી. કારણકે ધૂમાડો દેખાય છે. આ અનુમાનમાં પ્રતિષેધ્ય રોમહર્ષવિશેષ ને હેતુ તરીકે ધૂમાડો છે. મહર્ષવિશેષનું કારણ વિશિષ્ટ હિમ છે. અને આહિમ હિમપણથી વાતહેવાથી હિમત્વ વ્યાપક છે.