________________
८८ प्रमाणनयतत्वालोकालङ्कारः સજાતીય રૂ૫ વિગેરેને ઉત્પન્ન કરીને જ તે વખતે વિજાતીય રસ વિગેરેને ઉત્પન્ન કરેલાં હોવા જોઈએ. અને જો તેમ ન હેતો રસ વખતે રૂપનું ભાન ન થાત. પરંતુ રસ વખતે રૂપનું ભાન થાય છે. આથી સિદ્ધ થાય છે કે રસને ઉત્પન્ન કરનારી સામગ્રી એ જરૂર રૂપને પણ ઉત્પન્ન કરનાર હોય છે.
આરીતે રસદ્વારા સામગ્રીનું અને સામગ્રી દ્વારા રૂપનું અનુમાન બૌદ્ધો માને છે તે બૌદ્ધોએ રાત્રિને વિષે રૂપના પ્રત્યક્ષને જાણવા માટે શક્તિની જેમાં સ્કૂલના ન હોય અને બીજાં સહકારિ કારણે જેમાં સંપૂર્ણ હોય તેવું કોઈને કોઈ પણ કારણ જરૂર માનવું જ જોઈએ.
આને જવાબ આપતાં બૌદ્ધો જણાવે છે કે રસદ્વારા સામગ્રી અને સામગ્રી દ્વારા રૂપનું ભાન થાય છે તેમાં અમે કારણ હેતુ નથી માનતા પરંતુ સ્વભાવ હેતુ જ માનીએ છીએ. આવા પ્રકારના અન્યરૂપને ઉત્પન્ન કરનાર રૂપ અમુક પ્રકારના રસને ઉત્પન્ન કરે છે, ત્યાં સ્વભાવ હેતુ છે. પરંતુ આ બૌદ્ધોના જવાબમાં પણ કાંઈ વજુદ નથી કારણ કે આ સ્વભાવ - પણ પ્રતિબન્ધક કારણના અભાવ અને સહકારિ કારણના સબંધસિવાય નિશ્ચય કરી શકાતો નથી માટે કારણ હેતુ જરૂરી છે. પૂર્વ ચર અને ઉત્તરચર અન્ય હેતુમાં નથી સાભાઈ શકતા તેની સિદિपूर्वचरोत्तरचरयोन स्वभावकार्यकारणभावी तयोः कालव्यवहिवानुपलम्भात्
અર્થ–પૂર્વચર અને ઉતરચર એ બને હેતુઓ સ્વભાવ, કાર્ય અને કારણ હેતુ રૂપ નથી કારણકે સ્વભાવ