________________
ગુરૂએ વિચાર કરી તરતજ માણિજ્ય શિષ્યને બેલા અને પાટણ - વાદકરવા સબંધી સંઘને વિનંતિપત્ર લખાવ્યું. અને તે પત્ર ખેડીઆ દ્વારા તરતજ પાટણ મોકલવામાં આવ્યો. અને જેનો જવાબ સંઘે તરત જ આવે અને જણાવ્યું કે “હે વાદિવશિષ્ઠ તમારે અહિં આવે -અવસરે જલદી આવવું. અને શું આપ વાદિવેતાલ શાંતિસૂરિપાસે
અભ્યાસ કરનારને શૈવમતને જીતનાર શ્રીમાન ગુરૂમહારાજ મુનિચંદ્રના શિષ્ય નથી ? અને આ વર્તમાનકાળમાં શ્રી સંઘને ઉદય તમારા જેવા ઉપરજ રહેલો છે, તેમજ તમારે વાદ થાય અને તેમાં જય થાય તે નિમિત્તે અત્રેના સંઘમાં ત્રણસેને સાત શ્રાવક શ્રાવિકાઓ રોજ આયંબિલ કરે છે.”
આ પત્રને મર્મ વિચારી તરતજ ચારણ મોકલી કુમુદચંદ્રને જણાવ્યું કે “દેવસૂરિ પાટણ જાય છે અને વાત કરવા માટે તૈયાર છે. તમારે પણ સિદ્ધરાજની સભામાં વાદમાટે હાજર રહેવું. જેથી અભ્યાસના પ્રમાણની ખાત્રી થાય.”
આ ઉપરથી આપણે લક્ષ્યમાં રાખવું જોઈએ કે આચાર્યને માથે આખા સંધની જવાબદારી હોય છે. અને સંઘઉપર આફત આવે કે તેની અપભ્રાજના થાય ત્યારે તેને હરકેઈ પ્રકારે બચાવવાની તેમને છૂટ હોય છે. વાદિદેવસૂરિ અનહદ શાંતિપ્રિય હતા છતાં જ્યારે તેમણે ધાર્યું કે મારી શાંતિને દુરૂપયોગ થઈ સંઘની અપભ્રાજના થાય છે ત્યારે વક્ર એવા દિગમ્બર વાદીસાથે વાદ કરવાનું નજ ચુક્યા. આપણે ત્યાં આચાર્યોની ફરજ પોતાના વિકાસ સાથે સમસ્ત સંધનો વિકાસ અને સંઘની પૂર્ણ વ્યવસ્થા જાળવવાની હોય છે.
હવે વાદમાટે વાદિદેવસૂરિ મહોત્સવ પૂર્વક પાટણ પધાર્યા, અને આ તરફ કુમુદચંદ્ર પણ પાટણ પધાર્યા. ને વાદ કરવાને દિવસ સં. ૧૧૮૧ ના વૈશાખ સુદ ૧૫ નો દીવસ નક્કી રાખવામાં આવ્યો.
વાદિદેવસૂરિને તેમને અનહદ ભક્ત થાહડ અને નાગદેવ શ્રાવકે વાદને અંગે જેટલું ધનખર્ચવાની જરૂર હોય તે માટે પિતે