________________
૮૦.
प्रमाणनयतत्त्वालोकालङ्कारः પ્રતિષેધના પ્રકાર–
स चतुर्दा प्रागभावः प्रध्वंसाभावः इतरेतराभावोऽत्यन्ताમાવઠ ને ૧૮
અર્થ –તે પ્રતિષેધ પ્રાગભાવ, પ્રäસાભાવ ઈતરેતરાભાવ અને અત્યન્તાભાવ એ રીતે ચાર પ્રકારે છે.
વિશેષ:-વસ્તુની ઉત્પત્તિ પૂર્વેને અભાવ તે પ્રાગભાવ વસ્તુના નાશ પછીનો અભાવ તે પ્રદર્વિસાભાવ. એક પદાઈને બીજા પદાર્થોમાં અભાવ તે ઇતરેતરાભાવ ને વસ્તુને સર્વથા અભાવે તે અત્યન્તાભાવ. પ્રાગભાવનું સ્વરૂપ – यनिवृत्तावेव कार्यस्य समुत्पत्तिः सोऽस्य प्रागभावः ।५९।
અર્થ—જેની નિવૃતિ થતાં જ કાર્યની ઉત્પત્તિ થાય તે નિવૃત્ત થનાર કાર્યને પ્રાગભાવ છે.
વિશેષ–વસ્તુની ઉત્પત્તિ પૂર્વને અભાવ તે પ્રાગભાવ છે. એ શબ્દાર્થ છે. કાર્યની પૂર્વના પદાર્થને અભાવ નિવૃત્તિ) થાય ત્યારેજ કાર્ય ઉત્પન્ન થાય તે નિવૃત્ત થનાર તે કાર્યને પ્રાગભાવ છે. આ સ્વરૂપાર્થ છે. એટલે પદાર્થની ઉત્પત્તિની પહેલાની જે અવસ્થા તે પદાર્થને પ્રાગભાવ છે. પ્રાગભાવનું ઉદાહરણ– यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः।६०॥
અર્થ:–જેમકે મૃતપિંડની નિવૃત્તિ થાય ત્યારેજ કાર્ય ઉત્પન્ન થાય છે માટે ઉત્પન્ન થનાર ઘટને મૃત્પિડ એ પ્રાગભાવ છે.