________________
प्रमाणनयतत्वालोकालङ्कारः ७५ અર્થ–તે દષ્ટાન સાધમ્ય અને વૈધમ્ય એ રીતે બે પ્રકારનું છે. પ્રથમ દૃષ્ટાન્તનું લક્ષણઃ
यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, स साधर्म्यदृष्टान्तः ॥ ४५ ॥
અર્થ–જ્યાં હેતુરૂપ ધર્મ વિદ્યમાન હોય ત્યાં સાધ્યધર્મનું અસ્તિત્વ જરૂર જણાતું હોય તેને સામ્ય દષ્ટાન્ત કહે છે.
વિશેષ–જે પદાર્થને વિષે સાધ્ય અને સાધનની વ્યાપ્તિને નિર્ણય થતો હોય તે પદાર્થને સાધમ્ય દષ્ટાન્ત કહેવામાં આવે છે. સાધમ્ય દુષ્ટાન્તનું ઉદાહરણઃ२०यथा यत्र यत्र धूमः तत्र तत्र वहिर्यथा महानसः ॥४६॥
અર્થ-જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમકે રસોડું.
વિશેષ પર્વત અગ્નિવાળે છે ધૂમાડે હોવાથી જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમકે રસોડું, આમાં ધૂમાડે તે હેતુ છે અને તેની વિદ્યમાનતા હોવાથી અગ્નિરૂપ સાધ્યની વિદ્યમાનતા છે અને તે બન્નેને આશ્રય રસોડું છે માટે રસોડું સાધમ્ય દષ્ટાન્ત થશે. २० साध्यं व्यापकमित्याहुः साधनं व्याप्यमुच्यते । પ્રોડqત્યવત્થર્વ વ્યતિરે વિપર્યયઃ |
- શ્રીમુનિચન્દ્રસૂરિ