________________
૧૨
કે જેથી મારૂં કલ્યાણુ ચાય.' ગુરૂએ તેને પ્રત્યુતરમાં અનેક જીવાને સંસારમાંથી તારનારૂં જિનપ્રાસાદ બંધાવવાનેાજ ઉપદેશ કર્યો.
હવે અવિષે ખુટતાં સ. ૧૧૭૮ માં આરાધનાપૂર્ણાંક ગુરૂએ સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. અને ત્યારપછી ગુરૂ વાદેિવસૂરિએ ખાંડુડે બંધાવેલ જિનપ્રાસાદની સ’. ૧૧૭૯ માં પ્રતિષ્ઠા કરી. હવે ગુરૂના સ્વર્ગારહણ પછી આખા સંધની જવાબદારી દેવસૂરિ માથે જ આવી પડી હતી. ત્યારબાદ દેવસિર વિહાર કરતા'તા નાગારમાં પધાર્યા. જ્યાં આગળ ત્યાના રાજા આલ્હાદન પણ તેના . ગુણુના અત્યંત રાગી બન્યા હતા. પર ંતુ તે દરમિયાન ગુજરાત નરેશ સિદ્ધરાજ સૈન્ય લઈ નાગાર ઉપર ચડી આણ્યે. પરંતુ તેણે સાંભળ્યું કે અહિં પૂજ્ય દેવસૂરિ બિરાજમાન છે એટલે તરતજ તે પેાતાના સૈન્ય સહિત પાછે ફર્યાં. જો કે પછીથી તેણે તે નગર જીત્યું હતું. આ રીતે સિદ્ધરાજના હૃદયમાં પણ તેમના પ્રત્યે અત્યંત પૂજ્યતાની ઉંડી છાપ હતી. તે સ્પષ્ટ છે.
દેવસૂરિપ્રત્યે સિદ્ધ રાજનું માનસ.
અત્યાર સુધી આપણે તેમના જીવનના ટુંકુંટુંક પ્રસંગો તપાસ્યા પરંતુ કુમુદચંદ્ર સાથેને તેમને વાદ આપણે પૂર્ણ રીતે તપાસશું.
કુમુદચંદ્ર સાથે થયેલા દેવસૂરિને વાદ તેમના જીવનના એક મહાનમાં મહાન અપૂર્વ પ્રસંગ છે. અને પ્રભાવક ચરિત્રમાં તેમને પ્રભાવક તરીકે માની તેમનું જીવન દાખલ કરવામાં આવ્યું હોય તે તે પણ આ વાદાજ છે. કારણ કે જૈનશાસ્ત્રમાં પ્રભાવક આઠ માન્યા છે. ૧ પ્રાવચનિક, ૨ ધર્મકથા ૩ વાદી ૪ નૈમિતિક ૫ તપસ્વી ૬ વિદ્યાવાન ૭ સિદ્ધ અને ૮ કરી, તેમાં દેવસૂરિને વાદી તરીકે માન્યા છે.
કેટલાક વખત પછી એકવાર કર્ણાવતીમાં ત્યાંના સંધના અત્યંત આગ્રહથી વાદિદેવસૂરિ પધાર્યાં. અને ત્યાં ચેામાસું રહ્યા. આજ અરસામાં ત્યાંના રાજા જયશિના ધ`ગુરૂ દિગમ્બર ભેટ્ટારક કુમુદ