________________
प्रमाणत्यवचालोकालङ्कारः તર્ક જ્ઞાન થયા પહેલા જ્ઞાનની ત્રણ અવસ્થાઓ થાય છે. ને તે અનુભવ, મરણ ને પ્રત્યભિજ્ઞાન છે.
આપણે પહેલાં ધુમડા અને અગ્નિને રસોડા વિગેરેમાં જોઈએ છીએ ત્યારે પ્રાયક્ષ થાય છે અને ત્યારબાદ વ્યાપ્તિ જ્ઞાન વખતે ધુમાડા અને અગ્નિનું સ્મરણ થાય છે અને પછી તિથૈસામાન્ય વિષયક સાદશ્યતા હેતુભૂત રહેલ ધૂમાડામાં સંકલિત થાય છે અને છેલ્લે વ્યાપ્તિ થાય છે.
આ તર્ક પ્રમાણ જુદુ માનવામાં કઈપણ કારણ હોય તે તેજ કે કઈ પ્રમાણમાં તેને અંતર્ભાવ થતો નથી. પ્રત્યક્ષ પ્રમાણુ ઈદ્રિયની અપેક્ષા દ્વારા ઉત્પન્ન થાય છે, અને જાણેલ પદાર્થનાજ બંધ રૂપ હોય છે પરંતુ આ ત્રણે કાળના સબંધને જાણનાર છે. અનુમાનમાં પણ તકે સમાઈ શકતો નથી. કારણકે અનુમાનનું તકે એ કારણ રૂપ છે.
કારણ–પ્રથમ કઈ પણ પ્રમાણુ દ્વારા પદાર્થને દઢ નિશ્ચય અથવા અનિશ્ચય તે તર્કનું કારણ છે.
વિષય-ત્રણે કાળમાં રહેલા વાચવાચક સબંધને ગ્રહણ કરવું તે વિષય છે.
સ્વરૂપ-અમુક છતાં કે અમુક ન છતાં અમુક હોય છે અથવા અમુક નથી હોતું એવું જે ભાન થાય તે તર્કનું સ્વરૂપ છે. તેમજ આવા પ્રકારનો શબ્દ આવા પ્રકારના પદાથને જણાવે છે. તે તર્કનું સ્વરૂપ છે.
છતાં આ સબંધ એક પદાર્થમાં નિશ્ચિત થવાથી સમગ્ર પદાર્થમાં અસ્પષ્ટ રીતે મનદ્વારા થાય છે માટે પક્ષમાં સમાય છે.