________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
mmmmmmmmm
અર્થ–સંયમ વિશુદ્ધિ છે કારણ જેનું એવા વિશષ્ટ આવરણના નાશથી મન:પર્યાય જ્ઞાનાવરણને ક્ષપશમ ઉત્પન્ન થાય છે. ને ક્ષોપશમ દ્વારા તે ઉત્પન્ન થનારું, ને મનેવર્ગણના પર્યાને વિષય કરનારૂં જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કહેવાય છે.
વિશેષ–મન:પર્યાયજ્ઞાનાવરણના ક્ષપશમથી અઢી દ્વીપમાં રહેલા સંષિ પંચૅન્દ્રિયના મનના પર્યાનું જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. ને આ જ્ઞાન સંયમ વિશુદ્ધ પાળવાથી થાય છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ– सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरुपं केवलज्ञानम् ॥२३॥ ' અર્થ–સકળ પારમાર્થિક પ્રત્યક્ષ તો સામગ્રીના વિશેષથી ઉત્પન્ન થનારું, સમગ્ર આવરણના ક્ષયની અપેક્ષાવાળું અને સમગ્ર દ્રવ્યના સમગ્ર પર્યાયને વિષય કરનાર સ્વરૂપવાળું છે. અને તેને કેવળજ્ઞાન કહે છે.
વિશેષાર્થ–સામગ્રી બે પ્રકારની છે. અંતરંગ અને બહિરંગ. સમ્યકત્વ યથાખ્યાત ચારિત્ર વિગેરે અંતરંગ સામગ્રી છે. વજત્રાષભનારાચસંઘયણને જિનકાલિકમનુષ્યભવ વિગેરે બહિરંગ સામગ્રી છે. તે બન્ને સામગ્રીના પ્રકર્ષથી સમગ્રઘાતિ કર્મને – ક્ષય થાય છે ને તે દ્વારા સકલ દ્રવ્યપર્યાયને પ્રકાશના જે જ્ઞાન થાય તે કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ તત્વાર્થ ધિગમ સૂત્રથી વિશેષે જિજ્ઞાસુએ જાણવું. અરિહંતની સાબિતી –