________________
એ
ચરીએ
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રસ + ટબો (૧/૬)].
૩૭૯ કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “કર્મમાં અને નોકર્મમાં “હું આવી બુદ્ધિ તથા હું એટલે કર્મ અને નોકર્મ - આવી બુદ્ધિ જ્યાં સુધી હોય છે. ત્યાં સુધી ખરેખર આત્મા પ્રતિબોધને પામેલો નથી બનતો.” મતલબ એ થયો કે કર્મ-નોકર્મમાં સ્વભેદવિજ્ઞાન વિના આત્મજ્ઞાન સંભવિત નથી.
જ ભેદજ્ઞાનના ઉપાયને અપનાવીએ જ તથા “પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી કર્મ, નોકર્મ વગેરે પરદ્રવ્યો જડ છે અને આપણા આત્મદ્રવ્યથી ભિન્ન છે' - આવું વિશેષ રીતે જાણવા માટે “આપણા આત્મદ્રવ્યથી જે ભિન્ન (=વિજાતીય) છે, તે પરદ્રવ્યને જડ તરીકે જાણવા- ઈત્યાદિ પરમાત્મપ્રકાશ ગ્રંથના વચનોને સતત યાદ કરવા, વાગોળવા, હૃદયમાં ઘૂંટવા. તેનાથી કાયકષ્ટાદિને સહન કરવાના પ્રસંગમાં ભેદજ્ઞાન સુલભ બને.
૪ કર્મચેતના-કર્મફલચેતનાને છોડી જ્ઞાનચેતનામાં લીન બનીએ જ અહીં અસભૂતવ્યવહારથી કર્મ-નોકર્મને ચેતન જણાવેલ છે. તે બાબતમાં હજુ ઊંડાણથી વિચારીએ આ તો કહી શકાય કે (૧) રાગાદિ વિભાવપરિણામસ્વરૂપ ભાવકર્મમાં પોતાપણાની = હુંપણાની બુદ્ધિ, . મારાપણાનો અધ્યવસાય, કર્તુત્વ-ભોસ્તૃત્વબુદ્ધિ જાગે તે કર્મચેતના તરીકે સમજવી. “હું જ રાગ છું. મ રાગ મારો પરિણામ છે. રાગ મારું કાર્ય છે. હું રાગાદિનો ભોક્તા છું' - આ પ્રમાણે જે અધ્યવસાય થાય, તે કર્મચેતના તરીકે જ્ઞાતવ્ય છે. તથા (૨) મન, વચન, કાયા વગેરેમાં જે સ્વત્વબુદ્ધિ વગેરે આ થાય, તે કર્મફલચેતના સ્વરૂપે જાણવી. મતલબ કે “જ શરીર છું. હું મનનો માલિક છું. વચનનો કર્તા છું. દેહાદિનો ભોક્તા છું - આવો અધ્યવસાય કર્મફલચેતના' તરીકે જાણવો. તેમજ (૩) શું રાગાદિરહિત, મન-વચન-કાયાથી શૂન્ય, અજ્ઞાનાદિમુક્ત એવા પરમાનંદમય સ્વપ્રકાશસ્વરૂપ આત્મસ્વભાવને જો વિશે જ હુંપણાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, કર્તૃત્વ-ભોક્નત્વબુદ્ધિ એ “જ્ઞાનચેતના” તરીકે જાણવી. કર્મચેતના અને કર્મફલચેતના હેય છે, ત્યાજ્ય છે. તેને છોડીને જ્ઞાનચેતનામાં જ સાધકે વિશ્રાન્તિ કરવી. તે હું શુદ્ધચૈતન્યસ્વરૂપ છું, રાગાદિસ્વરૂપ નથી. હું શુદ્ધ ચૈતન્યનો સ્વામી છું, રાગાદિનો કે દેહાદિનો નહિ. મારે રાગાદિ કે વિકલ્પાદિ કરવાના નથી. મારે તો મારા અંતરંગ ભૂલાયેલા શુદ્ધ ચૈતન્યને જ પરિપૂર્ણપણે પ્રગટ કરવાનું છે. એમાં જ મારું તાત્ત્વિક કલ્યાણ છે. જડ-નશ્વર-અશુદ્ધ-અશુચિ-પૌદ્ગલિક એવા રાગાદિ-વિકલ્પાદિ-આહારાદિ કે સ્વ-પરદેહાદિનો ભોગવટો મને શોભે નહિ. મારે તો મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવને પૂર્ણપણે પ્રગટ કરીને મારો નિર્દોષ આનંદ, મારી આંતરિક શાંતિ, પરમ સમાધિ જ મારા માટે માણવા યોગ્ય છે'- આ રીતે કર્મચેતના-કર્મફલચેતનાનો ત્યાગ કરી જ્ઞાનચેતનામાં જ સ્વત્વ -સ્વામિત્વ-કર્તુત્વ-ભોસ્તૃત્વબુદ્ધિ કરીને જ્ઞાનચેતનામાં જ વિશ્રાન્તિ કરવાથી મોક્ષ સુલભ બને. પંચવસ્તુક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ મોક્ષને શાશ્વત સુખસ્વરૂપ બતાવેલ છે. વિજ્ઞ વાચકવર્ગે આ વાતને ખ્યાલમાં રાખવી. (૧૩/૬)