________________
૩૭૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત તે સદા નિરાકુળ છે. નિર્મળ ચેતના અતીન્દ્રિય છે, છતાં પરોક્ષ નથી. તે પ્રત્યક્ષ હોવા છતાં ઈન્દ્રિયાદિને આધીન નથી. આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજસ્વભાવથી આત્મા ક્યારેય ચલાયમાન થતો ન હોવાથી તે સ્વરૂપે આત્મા નિત્ય જ છે.
) શુદ્ધ ચૈતન્યઘનરવભાવમાં રાગ ન પ્રવેશે ). શુદ્ધચૈતન્યઘનસ્વભાવમાં રાગાદિ પરિણામો કદાપિ પ્રવેશતા નથી. જો તેમાં રાગાદિ પરિણામો પ્રવેશ કરે તો પ્રવેશ કરતાવેંત તેઓ સમૂળગા નાશ પામી જાય છે. જેમ જંગલમાં હિમનો વરસાદ ન થાય તો જંગલ બળી જાય તેમ શુદ્ધચૈતન્યઘનસ્વભાવનો સંપર્ક થતાંવેંત તેના પ્રભાવથી જ રાગાદિપરિણામો ધ્યા મૂળમાંથી સળગી જાય છે. મતલબ કે શુદ્ધચૈતન્યઘનસ્વભાવ એ હિમ જેવી શીતળ આગ છે. આવો - સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સાપેક્ષ એવો પોતાનો જે નિત્યસ્વભાવ છે, તેની અત્યંત દઢતાથી શ્રદ્ધા કરવી. છે તેમ જ તેનો અત્યંત આદર કરવો. તેનાથી આત્માના ધ્રૌવ્યનો મહિમા પ્રગટે છે. તેની સાથે જ ઉપયોગ બહારમાં રુચિપૂર્વક ભટકવાનું છોડી દે છે. ત્યારે ઉપયોગ અંદરમાં વળે છે. ઉપયોગ સમજણપૂર્વક અંતર્મુખ થતાં જ શુદ્ધ પર્યાયો ઝડપથી પ્રગટે છે.
છે નિત્ય-અનિત્યસ્વભાવનો વ્યવહારમાં ઉપયોગ છે યો તેમજ રોગ, ઘડપણ, મોત, ભયાનક પરિસ્થિતિ વગેરે અવસરે સત્તાગ્રાહક = પ્રૌવ્યગ્રાહી
દ્રવ્યાર્થિકનયને મુખ્ય બનાવીને આત્માના નિત્યસ્વભાવને આગળ કરીને નિશ્ચલ, નિર્ભય તથા નિશ્ચિત ન બનવું. તથા અનુકૂળતા, આરોગ્ય, આયનામકર્મોદય, આબાદી, આબરૂ વગેરે પરિસ્થિતિમાં, પુણ્યોદયની
પરાકાષ્ઠામાં પર્યાયાર્થિકન સંમત નિજ અનિત્યસ્વભાવને દૃષ્ટિમાં કેન્દ્રસ્થાને સ્થાપિત કરી નમ્રતા-લઘુતા -મૃદુતા ધારણ કરવી. ટૂંકમાં, રોગ વગેરે પ્રતિકૂળતામાં આત્માનો નિત્યસ્વભાવ અને પુણ્યોદય વગેરે અનુકૂળતામાં આરોગ્ય, અભ્યદય વગેરેનો અનિત્યસ્વભાવ વિચારી મધ્યસ્થ બનવું, વિરક્ત રહેવું. આ રીતે વર્તવાથી જ યોગપ્રદીપ ગ્રંથમાં દર્શાવેલ શાશ્વત શુદ્ધાત્મસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ પ્રભુ સત્ત્વ-રજસ્તમોગુણશૂન્ય છે, ગન્ધ-સ્પર્શવર્જિત છે, અચ્છેદ્ય, અભેદ્ય, નિર્લેપ અને નિર્મલ છે.” (૧૩૨)