________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૨/૧૩)].
૩૬૩ વિકલ્પગૂમડા પેદા નહિ કર. કદાચ વિભાવસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, કુસંસ્કાર, કુકર્મ વગેરેની તાકાતની પાસે તારી પ્રગટ શક્તિ ઓછી પડે અને સંકલ્પ-વિકલ્પો પેદા થઈ જ જાય તો પણ તેની તું ઉપેક્ષા કરે. તેમાં તું લાંબા સમય સુધી હોંશે-હોંશે તણાયે રાખ નહિ. તું સાવધાન બનીને તારા પોતાના નિરુપાધિક, નિત્યસન્નિહિત, અકૃત્રિમ અને શુદ્ધ એવા ચૈતન્યઘનસ્વભાવને સંભાળ. તારામાં અંદર જ તું જો. ત્યાં અંદર સમતાના માનસરોવરને તું જો. સમાધિના ક્ષીરસાગરને તું નિહાળ. શાશ્વત શાંતિના સ્વયંભૂરમણ સમુદ્રમાં તું ડૂબકી લગાવ. તેમાંથી તને ચૈતન્યના પ્રકાશથી ઝળહળતા પૂર્ણાનંદ-પરમાનંદના રત્નોનો વૈભવ મળશે. ખરેખર દેહજગત, ઈન્દ્રિયજગત અને મનોજગત - આ ત્રણેય સંસારના કાર્યો રાખના ઢગલા જેવા તુચ્છ છે, માત્ર રાખના પડીકા છે. તેના ખાતર આ અણમોલ માનવજન્મ નકામો હારી ન જા. અપરોક્ષ એવી સ્વાનુભૂતિ તો વિષયના ઝેર વગરની છે. બહારના વૈભવ કરતાં વિલક્ષણ તથા અનેકગણી ચઢિયાતી છે. તે વિમલ છે, વિજ્ઞાનઘન છે. ચૈતન્યથી ઠસોઠસ ભરેલી છે. વિકલ્પના વળગાડથી તે કલંકિત નથી. આવી મહાન લોકોત્તર સ્વાનુભૂતિ એ તો અત્યંત કિંમતી રત્નોથી પરિપૂર્ણ આ પેટી સમાન છે, કોહીનૂર હીરા તુલ્ય છે, ડાયમન્ડ પેકેટ છે. તેની પ્રાપ્તિ માટે તું પ્રતિક્ષણ અત્યંત રા ચૈતન્યસ્વભાવનો રસિયો બની જા. નિરર્થક બાબતમાં નિરર્થકતાનું સંવેદન કરીને સાર્થકને સ્વીકારી લે. વ્યર્થને વસીરાવી દે, વિસરી જા. તો તું પોતે જ અત્યંત ઝડપથી પ્રગટપણે સિદ્ધ ભગવાન બની છે જઈશ. તથા સિદ્ધોના પરિવારને મળીશ અને તેમાં જ ભળી જઈશ. કારણ કે તે તેમની જ્ઞાતિનો, જ છે. સિદ્ધોની નાતમાં તું શોભીશ.”
* શુદ્ધાત્માની સન્મુખ રહીએ માર આ રીતે પોતાના આત્માનું સારી રીતે વારંવાર અનુશાસન-ઘડતર-સંસ્કરણ કરીને, તે દિશામાં લો અહોભાવપૂર્વક પ્રયત્ન કરીને જ્યારે શુદ્ધાત્મસ્વભાવનો અપરોક્ષ અનુભવ સાધકને થાય છે, ત્યારે તેને તે અનુભવમાં કર્મબંધશૂન્ય એવો આત્મા જણાય છે. પ્રસ્તુતમાં અધ્યાત્મસારનો એક શ્લોક ઊંડાણથી ). વિચારવા યોગ્ય છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “આત્મતત્ત્વને સાંભળીને, વિચારીને, વારંવાર યાદ કરીને જેઓ શુદ્ધ આત્મતત્ત્વનો સાક્ષાત્ અનુભવ કરે છે, તેઓને “આત્મા કર્મથી બંધાયો' - આવી બુદ્ધિ થતી નથી. તથા તેઓને “આત્મા કર્મબંધશૂન્ય છે' - તેવું અપરોક્ષપણે સમજાય છે. આ તમામ બાબતને લક્ષમાં રાખીને, ઉપરોક્ત મોક્ષમાર્ગે આગળ વધવા માટે બિનજરૂરી પદ્રવ્યનો સંગ ટાળી, રાગાદિ ભાવોને ગાળી, સંકલ્પ-વિકલ્પની હારમાળાની ઉપેક્ષા કરીને તથા બંધદશાને ફગાવી જીવ સદા શુદ્ધ આત્મસ્વભાવની સન્મુખ રહે તો અચૈતન્યસ્વભાવ, મૂર્તસ્વભાવ, વિભાવસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, અનિત્યસ્વભાવ, ઉપચરિતસ્વભાવને છોડી પોતાના અમૂર્ત, નિત્ય, વિશુદ્ધ, એક, શુદ્ધ ચેતનસ્વભાવમાં તે સદા માટે સ્થિર બને. આવો સાંકેતિક, આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે. તે સ્થિરતાના કારણે વૈરાગ્યકલ્પલતા ગ્રંથમાં દર્શાવેલ સમતાસુખ સુલભ બને. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “તમામ દેવ-દાનવોના જે સુખો છે, તેને ભેગા કરીને તેનો ગુણાકાર કરવામાં આવે તો સમાધિવાળા યોગીઓના સમતાસુખના એક અંશમાં પણ તે દિવસુખો તુલના પામતા નથી.” (૧૨/૧૩)