________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૨/૧૨)]
૩૬૧
આ
માટે લાંબા સમય સુધી શાંત ચિત્તે સ્વરસથી સહજપણે પોતાની દૃષ્ટિને નાભિકમળમાં કે હૃદયકમળમાં તે સ્થાપિત કરે છે. આળસ, અનુત્સાહ, સંકલ્પ-વિકલ્પ-વિક્ષેપ, લય (= ધ્યાનાદિ અવસરે આવતી નિદ્રા) વગેરે વિઘ્નોના વૃંદને તે જીતે છે. તેથી સ્વયમેવ અનંતાનુબંધી કષાય ઉખડે છે. તીવ્ર રાગાદિ વિભાવપરિણામોથી અને નિરર્થક વિકલ્પાદિથી પોતાનો ઉપયોગ છૂટો પડતો જાય છે. કારણ કે ઉપયોગ તેમાં તન્મય થતો નથી. ઉપયોગ તેનાથી રંગાતો નથી. રાગાદિના અને વિકલ્પાદિના રસાસ્વાદથી વિલક્ષણ એવી મધુરતાનો પોતાના પ્રશાંત ચૈતન્યસ્વભાવમાં અનુભવ થાય છે. પોતાના અંતઃકરણમાંથી આકુળતા -વ્યાકુળતામય એવા રાગાદિનું અને વિકલ્પાદિનું આકર્ષણ રવાના થાય છે. તેથી અનાદિકાલીન કર્તૃત્વ -ભોક્તત્વપરિણતિમય એવું કર્મકૃતવ્યક્તિત્વ તથા ઘોર મિથ્યાત્વ ઓગળે છે. ‘પરમશાંતરસમય એવો હું રાગાદિથી અને વિકલ્પાદિથી સર્વદા જુદો જ છું - આવા જીવંત ભેદજ્ઞાનના બળથી નિરુપાકિ આ નિજસ્વરૂપની પ્રાપ્તિ માટે અપૂર્વ વીર્યોલ્લાસ ઉછળે છે અને ગ્રંથિભેદ થાય છે. ‘પોતે સદા અતીન્દ્રિય -અમૂર્ત-શુદ્ધજ્ઞાનસ્વરૂપે જ રહ્યો છે. દેહાદિરૂપે કે વિકલ્પાદિરૂપે કદાપિ થયો નથી જ' - આવું અપરોક્ષ સ્વાનુભૂતિના પ્રભાવે સમજાય છે. ત્યાર બાદ ભોજન-પાણી-હલન-ચલનાદિ દેહનિર્વાહ વગેરે પ્રવૃત્તિના યો અવસરે પણ ‘આ મારો પરિણામ અને આ પરપરિણામ. મારા બધા જ પરિણામો સર્વદા ચૈતન્યમય છે. તથા પ્રતિભાસરૂપે અનુભવાતા તમામ પરપરિણામો પૌદ્ગલિક જડ જ છે' - આવી પરિણિત ॥ નિર્મળસમકિતીના અંતરમાં સ્ફુરાયમાન રહે છે.
નયમર્યાદામાં રહીને તત્ત્વવિચારણા કરીએ
આ તત્ત્વને નયમર્યાદા મુજબ મોક્ષાર્થીએ જાણવું-વિચારવું-ભાવિત કરવું જરૂરી છે. બાકી મોક્ષ સુલભ બને તેવી શક્યતા નથી. તેથી જ ભાવપ્રાભૂતમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જ્યાં સુધી જીવ તત્ત્વને ભાવિત કરતો નથી, જ્યાં સુધી ચિંતન કરવા યોગ્ય બાબતોનું ચિંતન કરતો નથી, ત્યાં સુધી જરા-મરણશૂન્ય સિદ્ધશિલાને જીવ પ્રાપ્ત કરતો નથી. આ તત્ત્વની હાર્દિક ભાવના કરવાથી સમરાઈચ્ચકહામાં શ્રીહરિભદ્રસૂરિએ વર્ણવેલ પરમપદ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે ‘પરમપદ
મોક્ષ એ અનંત આનંદમય કેવળ આત્મતત્ત્વના અસ્તિત્વ સ્વરૂપ છે.' (૧૨/૧૨)
=
હ