________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
૩૫૬
રાખવી તે આત્માર્થી જીવનું ઉમદા કર્તવ્ય છે. તે માટે કર્મ, નોકર્મ (શરીરાદિ) વગેરેનો કર્તૃત્વ -ભોક્તત્વભાવ છોડવો તથા જ્ઞાતા-દૃષ્ટાભાવને ગ્રહણ કરવો. તેમજ નિરુપચરિત નિઃસંગ નિજસ્વરૂપપ્રકાશક શુદ્ધચૈતન્યસ્વભાવને વિશે કર્તૃત્વભાવ અને ભોક્તૃત્વભાવ આદરવો. તે માટે રોજ દીર્ઘકાળ સુધી અહોભાવપૂર્વક નિરુપચરિત નિજસ્વભાવનો અભ્યાસ કરવાની ટેવ પાડવી. તે અભ્યાસ આ રીતે કરી શકાય કે - “(૧) રાગ-દ્વેષ વગેરે વિભાવપરિણામો અને (૨) વિતર્ક-વિકલ્પના તરંગોની હારમાળા ખરેખર વિભાવસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, કર્મ, કાળ વગેરે પરિબળોની પ્રેરણાથી નિરંતર પ્રગટ થયે જ રાખે છે. (૩) કોલાહલ, કદન્ન (ખરાબ ભોજન), કિંકર, કૃમિ, કન્યા, કામિની, કુટુંબ, કાયા, કાંચન, કીર્તિ, કૂવો, કરિયાણું, કસ્તૂરી, કમળ, સાદડી, કૂતરો (કપિલ), ગોદડી વગેરે પદાર્થો પણ કર્મ, કાળ વગેરે કારણોના પ્રતાપે મળે છે. આ ત્રણેય પ્રકારના આંતર-બાહ્ય પદાર્થોનું પ્રતિબિંબ દર્પણતુલ્ય મારા જ્ઞાનમાં સતત પડે જ રાખે છે. પરંતુ આ પદાર્થો મારું સ્વરૂપ નથી. મારા સ્વરૂપે એ પદાર્થો રહેતા નથી. કારણ કે તેઓ નશ્વર છે, હું નિત્ય છું. કોલાહલ-કદન્ન વગેરે જડ છે. હું ચેતન છું. કાયા-કાંચન વગેરે પુદ્ગલો પણ એંઠવાડ સ્વરૂપ છે. અનંતા જીવોએ ભોગવી-ભોગવીને તેને છોડેલ દેવી છે. કન્યા, કામિની વગેરે તો જંગમ (Mobile) ઉકરડો જ છે. કાયા વગેરે ગટરસ્વરૂપ છે. રાગાદિ મા અને વિકલ્પાદિ તો ફોડલા (ગૂમડા) જ છે. કાયા, કન્યા, કામિની આદિ હાડપિંજર સ્વરૂપ અશુચિ છે, ગંદી ચીજ છે. જ્યારે ચૈતન્યસ્વરૂપ હું તો પરમશુચિ-પરમપવિત્ર છું. આ જ કારણે હું તેઓનો નથી થતો તથા તેઓ મારા નથી થતા. એ પદાર્થો પૌદ્ગલિક છે. એ મારાથી ભિન્ન છે. હું એનો કર્તા નથી. કારણ કે જુદા-જુદા કર્માદિ પુદ્ગલદ્રવ્યો, કાળ, વિભાવ વગેરે સ્વભાવ, નિયતિ વગેરે દ્વારા તેઓ ઉત્પન્ન થયા છે. તથા હું તેઓનો ભોક્તા પણ નથી. કારણ કે હું તો અનાદિ-અનંત પરમ યો મધુર ચૈતન્યરસમય મારા પોતાના પરમાનંદના ભોગવટામાં ગળાડૂબ છું. હું ક્યાં તેઓને ભોગવવા
જાઉં?
}
આ રાગ રાગમાં વસે, જ્ઞાન જ્ઞાનમાં વસે
૫રમાર્થથી તો હું ઉપયોગસ્વરૂપ છું. ઉપયોગમાં જ હું વસું છું. તથા રાગાદિ પદાર્થો તો રાગાદિમાં જ વસે છે. હું તો ઉપયોગાત્મક છું. તેથી મારામાં રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ કે દેહાદિ નોકર્મ રહેલા નથી. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ - આ ત્રણ અને મારા વચ્ચે અત્યંત સ્વરૂપવિપરીતતા રહેલ છે. મારા ચૈતન્યસ્વરૂપથી અત્યંત વિપરીતસ્વરૂપ ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મનું છે. તેથી તે ત્રણ અને મારા વચ્ચે પારમાર્થિક આધાર-આધેયભાવ રહેતો નથી. અથવા રાગાદિસ્વરૂપ વિભાવ પરિણામો મોહનીયકર્મ વગેરે સ્વરૂપ પુદ્ગલોમાં ભલે રહો. કારણ કે રાગાદિ ભાવકર્મ અને મોહનીયાદિ દ્રવ્યકર્મ વચ્ચે પરસ્પર સાજાત્ય રહેલ છે. તે રીતે સાજાત્યના લીધે જ વિતર્ક, વિકલ્પ વગેરે ભાવો અંતઃકરણાદિમાં રહી શકે તથા કોલાહલ ભાષાવર્ગણાદિમાં રહી શકે અને કદન્ન (કુભોજન) આદિ પદાર્થો ઔદારિકાદિ વર્ગણામાં રહી શકે. પરંતુ દ્રવ્યકર્મ તે હું નથી. દ્રવ્યકર્મ તો મારા પાડોશી છે. પાડોશીના ઘરમાં રહેલા રાગાદિને હું કેવી રીતે ભોગવું ? તથા કોલાહલધારક ભાષાવર્ગણા વગેરે તો મારા માટે પરદેશ છે. પરદેશમાં રહેલા કોલાહલ, કુભોજન વગેરેનો હું કેવી રીતે ભોગવટો કરી શકું ? તેથી હું તેઓનો ભોક્તા નથી. કર્મ, મન, ઈન્દ્રિય, શરીર વગેરે ભલે પૂર્વોક્ત ત્રણેય રાગાદિ પદાર્થોનો ભોગવટો કરે. પરંતુ