________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો ( ૧૯)].
૩૫૧ અનંત મુક્તિસુખ પ્રગટ થાય છે. તેને પ્રગટ કરવાની પ્રેરણા અહીં મેળવવા જેવી છે.
* યોગી વ્યવહારમાં સૂતેલા, આત્મકાર્યમાં જાગૃત જ પ્રસ્તુતમાં ભાવપ્રાભૃત ગ્રંથની એક ગાથાની વિભાવના કરવા જેવી છે. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જો ચાર ગતિમાંથી મુક્ત થઈને જલ્દીથી શાશ્વત સુખને તું ઇચ્છતા હો તો સુવિશુદ્ધ નિર્મલ આ આત્માની, ભાવથી શુદ્ધ બનીને, ભાવના કર.” આઠમી શાખામાં દર્શાવેલ “મારું શરીર, મારું ધન' આ વગેરે અસભૂત વ્યવહાર ત્યાજ્ય છે. તેમાં મગ્ન બનવામાં આવે તો પોતાના આત્માના કાર્યમાં મહાત્મા ઉંઘી જાય છે. આ અંગે મોક્ષપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે જે યોગી વ્યવહારમાં સૂતેલા (0 હોય તે પોતાના આત્માના કાર્યમાં જાગે છે. તથા જે આત્મા વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્માના કાર્યમાં ઉંધે છે.” પૂર્વે (૭/૧૧) આ સંદર્ભ જણાવેલ હતો. તેનું અહીં અનુસંધાન કરવું. “મોહનિદ્રામાં જ સૂતેલા હોય તે મુનિ નથી. મુનિઓ તો સદા જાગતા હોય છે' - આ મુજબ આચારાંગસૂત્રને યાદ છે કરીને મહાત્માઓએ શુદ્ધાત્મસ્વભાવમાં કાયમ જાગૃત રહેવું જોઈએ. અધ્યાત્મસારની પણ એક કારિકાની છે અહીં વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “સર્વ જીવના સમૂહને જે (શુદ્ધાત્મદશા) મા રાત્રિ લાગે છે, તે ધ્યાતા યોગીને દિનમહોત્સવ લાગે છે. તથા જેમાં (દહાધ્યાસાદિમાં) સર્વ કદાગ્રહી | જીવો જાગે છે, તેમાં ધ્યાતા યોગી ઊંધે છે.' તેમજ સમયસાર ગ્રંથની એક ગાથા પણ અહીં ખાસ મનમાં સ્થિર કરવા યોગ્ય છે. તે ગાથાનો અર્થ આ મુજબ છે કે “શુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે. અને અશુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. (૧૨/૯).