________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧/૮)]
૩૪૯ મળતો મોક્ષ સદા વિભાવસ્વભાવથી શૂન્ય જ છે. આ અંગે રત્નકરંડકશ્રાવકાચારમાં સમન્તભદ્રાચાર્યે આ જણાવેલ છે કે “ત્રણ જગતની ઉથલ-પાથલ કરવા માટે સમર્થ એવો જો ઉત્પાદ પણ થઈ જાય અને સેંકડો કલ્પ પસાર થઈ જાય તો પણ મુક્તાત્માઓમાં એકાદ પણ વિક્રિયા (= વિભાવસ્વભાવકાર્ય) દ્વા પ્રમાણથી ન જણાય.” (૧૨૮)