________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧ર/૩)]
૩૩૯ છે અને ભવિષ્યમાં કરશે. હું તો મારા નિર્મળ રત્નત્રયની પરિણતિને આરોગું છું. ભોજનના પુદ્ગલો દ્વારા શરીરના જ પુદ્ગલો તૃપ્ત થાય છે, પુષ્ટ થાય છે. હું તો જ્ઞાનાદિ રત્નત્રયપરિણતિ વડે જ તૃપ્ત થાઉં છું અને પુષ્ટ થાઉં છું. આ જ આશયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે પુદ્ગલો વડે પુગલો તૃપ્તિને પામે છે. આત્મા વડે આત્મા તૃપ્તિને પામે છે.” “આત્મા વડે = “આત્મગુણપરિણામ વડે - આવો અર્થ ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે જ્ઞાનમંજરીમાં (જ્ઞાનસારવ્યાખ્યામાં) કરેલ છે.
(૩) હું ક્યારેય સૂતો નહતો, સૂતો નથી કે સૂવાનો નથી. આ શરીર શય્યામાં-સંથારામાં સૂતું હતું, સુવે છે અને સુવાનું છે. હું તો મારા નિર્મળ જ્ઞાનસ્વભાવમાં સદાય જાગતો જ છું. નિગોદમાં પણ સૂક્ષ્મ ઉપયોગ પ્રગટ જ હોય છે ને !
(૪) હું ક્યારેય બોલ્યો નથી, બોલતો નથી કે બોલવાનો નથી. આ પૌલિક વચનયોગ જ બોલતો હતો, બોલે છે અને બોલશે. હું તો સદા મૌનવ્રતવાળો જ છું.
(૫) એ જ રીતે મેં ક્યારેય તર્ક-વિતર્ક-વિકલ્પ-વિચાર કર્યા નથી, કરતો નથી કે કરવાનો નથી. આ પૌદ્ગલિક મનોયોગે જ તર્ક-વિતર્ક-વિકલ્પાદિ કર્યા છે, કરે છે અને હજુ થોડોક સમય તે થોડા -ઘણા વિકલ્પાદિ કરશે. પરંતુ હું તો નિર્વિકલ્પસ્વભાવી જ છું.
જ સંસાર-મોક્ષમાં આત્મા સમાન જ (૯) તથા મૃદુ કે કર્કશ વગેરે સ્પર્શવાળી વસ્તુને હું ક્યારેય સ્પર્ધો નથી, સ્પર્શતો નથી કે આ સ્પર્શવાનો પણ નથી જ. આ સ્પર્શનઈન્દ્રિય જ એને સ્પર્શેલી હતી, સ્પર્શે છે અને સ્પર્શવાની છે. . ચિતિશક્તિથી શૂન્ય એવી જે જે વસ્તુ અનુભવાતી હોય તે નિશ્ચયથી પૌલિક-અજીવ જ હોય. શું ચૈતન્યશક્તિ વિનાની જે ચીજ હોય તે જીવ તો નથી જ, જીવનો પરિણામ પણ નથી. રાગ-દ્વેષ વગેરે તો પણ શુદ્ધનિશ્ચયથી કર્મપુદ્ગલના જ પરિણામ છે, મારા પરિણામ નથી. હું તો શુદ્ધઉપયોગ સ્વરૂપ છું. “નૈસો શિવ છે, તૈસો તન ? હું તો જેવો મોક્ષમાં છું. તેવો જ શરીરમાં છું. તેમાં કોઈ 01 શંકા નથી. અવસર પામીને, મારી ચેતનાનો ટેકો લઈને આ કાયા, વચન, મન, ઈન્દ્રિય અને કર્મો પોત-પોતાના કાર્યોને કરે રાખે છે. તથા યથાયોગ્યપણે કાયા, કર્મ વગેરે તેનો ભોગવટો કરે છે. હલનચલન-ભોજન-શયનાદિ ક્રિયાનો કે રાગાદિપરિણામ વગેરેનો હું નથી કર્તા કે નથી ભોક્તા. હું તેનો માલિક નથી અને તે મારા નથી. હું તો કેવળ તેનો સાક્ષી છું. અમૂર્ત જ છું.” - આ રીતે અમૂર્તસ્વભાવની દૃષ્ટિ દૃઢ થતાં કર્મ વગેરેને સાપેક્ષ એવો મૂર્તસ્વભાવ કે જે હાલમાં આપણને પ્રબળપણે વારંવાર અનુભવાય છે, તે સંપૂર્ણપણે નાશ પામે છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધવામાં આવે તો જ ઔપપાતિકસૂત્રમાં, તીર્થોલિકપ્રકીર્ણકમાં, પ્રજ્ઞાપના સૂત્રમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં, આવશ્યકનિયુક્તિમાં, હરિભદ્રસૂરિકૃત વિંશિકા પ્રકરણમાં તથા સમરાદિત્યકથામાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે “એક સિદ્ધ ભગવંતના સૈકાલિક સુખના સમૂહને ભેગો કરીને એનું અનંતમું વર્ગમૂળ કરવામાં આવે તો પણ લોક-અલોકઆકાશમાં સમાઈ ન શકે.”
# સિદ્ધસુખને સમજીએ : આપના :- ૬૫,૫૩૬ નું વર્ગમૂળ (Square root) ૨૫૬ થાય. V૬૫,૫૩૬ = ૨૫૬. તેનું