SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (19)] ૬૩૯ ક્ષેત્રમાં આઠ-દસ ચોમાસા તો અવશ્ય કરવા. (૫) પંડિતોના પગારની વ્યવસ્થા, પુસ્તકાદિને મંગાવી આપવાની જવાબદારી શિષ્યના ગળા ઉપર નાખવાના બદલે આપણે આપણા માથે લેવી. (૬) ભણતા શિષ્યને ભણવાના અવસરે પોતાની સેવામાં, પરચૂરણ કામકાજમાં, ભક્તવર્તુળના સંબંધો સાચવવાના કામમાં જોડીને શિષ્યનો ભણવાનો અમૂલ્ય સમય બરબાદ કરવાની હલકી મનોવૃત્તિને સદંતર છોડવી. (૭) બીજા સાધુ પાસે કે પંડિત પાસે શિષ્યને ભણાવવાની વ્યવસ્થા આપણા દ્વારા પણ ન થઈ . શકતી હોય અને વિનયી શિષ્ય પોતાની જાતે જ મહેનત કરીને શાસ્ત્રાભ્યાસમાં આગળ વધી રહ્યો છે હોય ત્યારે તેને “જોયા મોટા ભણેશ્રી ! જોયા મોટા પોથી પંડિત !” - વગેરે કટુ શબ્દો કહેવા દ્વારા મહેણા-ટોણા મારવાની, તેની નિંદા કરવાની અને તેનો સ્વાધ્યાયનો ઉત્સાહ તોડી નાંખવાની કાતિલ વૃત્તિ તો આપણા જીવનમાં ન જ આવવી જોઈએ. મહોપાધ્યાય શ્રીનવિજયજી મહારાજના જીવન ઉપરથી આપણે આટલો બોધપાઠ લઈએ તો પણ તેઓ સ્વર્ગમાંથી આપણા ઉપર કૃપા અવશ્ય વરસાવે. આ રીતે તેમની કૃપા દુર્લભ ન રહે તથા પ્રવચનસારોદ્ધારવૃત્તિ તત્ત્વજ્ઞાનવિકાસિનીમાં જણાવેલ સકલકર્મશૂન્ય કેવલ આત્મસ્વરૂપ મુક્તિ સુલભ બને. આવું પ્રસ્તુત શ્લોક દ્વારા સૂચિત થાય છે. જ અહો આશ્વર્યમ્ ! અહો સૌભાગ્યમ્ ! . “યશોજીવન પ્રવચનમાલા' પુસ્તકની અંદર “એક : યશસ્વી ગુરુપરંપરા' લેખમાં શ્રીનવિજયજી મહારાજ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ મળે છે. તે આ મુજબ છે :- “ખૂબીની વાત તો એ છે કે ઉપાધ્યાયજી મહારાજ જે કૃતિઓની રચના કરતા તેની શુદ્ધ સ્વચ્છ નકલો કરવાનું કામ તેમના ગુરુ પૂ.નયવિજયજી મહારાજ કરતા. દા.ત. વિ.સં.૧૭૧૧માં રચાયેલ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'ની નકલ પાલનપુરના ભંડારની, પૂ. નયવિજયજી મહારાજના હાથથી લખેલી આજે પણ સચવાયેલી છે.” (પૃષ્ઠ-૧૦). પોતાના આશ્રિતને સ્વાધ્યાયાદિમાં પ્રોત્સાહન આપવા ગુરુજનોએ કેટલો ભોગ આપવો જોઈએ ? તે આના પરથી સમજી શકાય તેવી વાત છે. શિષ્યનું પણ કેવું લોકોત્તર સૌભાગ્ય ! અસ્તુ. (૧૭/૯)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy