________________
૬૩૨
तत्
ईपरामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત તાસ પાટિ વિજયદેવ સૂરીશ્વર, મહિમાવંત નિરીહો રે; તાસ પાટિ વિજયસિંહ સૂરીશ્વર, સકલ સૂરિમાં લીહો રે I/૧૭all
- (૨૭૬) હ. તાસ પાટ કહતાં તેને માટે શ્રીવિજયદેવ સૂરીશ્વર થયા, અનેક વિદ્યાનો ભાજન. વળી સ મહિમાવંત છે, નિરીહ તે નિસ્પૃહી જે છે.
(તાસ=) તેહને પાટે આચાર્ય શ્રીવિજયસિંહ સૂરીશ્વર થયા, પટ્ટપ્રભાવક સમાન. સકલ સૂરીશ્વરના સમુદાય માંહે લીહવાલી છઈ, અનેક સિદ્ધાન્ત, તર્ક, જ્યોતિષ, ન્યાય પ્રમુખ ગ્રન્થ મહાપ્રવીણ છે. ૧૩
* तत्पट्टे विजयदेवसूरीश्वरो हि महिमवान् निःस्पृहः ।
तत्पट्टे विजयसिंहसूरिः सकलसूरिषु कुशलः ।।१७/३।।
Yશ્રીદેવસૂરિજી-સિંહસૂરિજીની સગુણ સુવાસ છે પોતાની તેમની પાટે શ્રીવિજયદેવસૂરીશ્વરજી થયા. તેઓ મહિમાવંત અને નિસ્પૃહ હતા. તેમની પાટે શ્રીવિજયસિંહસૂરિજી થયા. તેઓ સર્વ આચાર્યોમાં કુશળ હતા. (
૧૩) દયા,
( નિઃસ્પૃહતાથી મહિમા વધે
- નિઃસ્પૃહતા મહિમાને વધારનાર છે. ઘણા બધા પાસે વારંવાર ઘણી બધી - મોટી અપેક્ષા રાખનાર જીવનો મહિમા ઘટી જતાં વાર લાગતી નથી. તેથી મહિમાવંત થવાની કામનાવાળા આ જીવે પણ શ્રીવિજયદેવસૂરિજી મહારાજાની જેમ અત્યંત નિઃસ્પૃહ બનવાની તૈયારી રાખવી. તે નિઃસ્પૃહતા
જ તાત્વિક સુખ છે. જ્ઞાનસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “પારકી ચીજની, છે પરંપરિણામની સ્પૃહા એ જ સૌથી મોટું દુઃખ છે. નિઃસ્પૃહતા એ જ સૌથી મોટું સુખ છે. સંક્ષેપથી યો આ સુખ-દુઃખનું લક્ષણ કહેવાયેલ છે.” તેવા પ્રકારની નિઃસ્પૃહતાના બળથી જ આત્માર્થી સાધક
ધ્યાનદીપિકામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. ત્યાં ઉપાધ્યાય શ્રીસકલચંદ્રજીએ જણાવેલ છે કે “સિદ્ધ પરમાત્મા (૧) લોકાગ્રભાગમાં રહેલા છે, (૨) અમૂર્ત, (૩) સંક્લેશશૂન્ય, (૪) ચિદાનંદમય તથા (૫) અનંત આનંદને પામેલા છે.” (૧૭/૩)
- ભા.માં “હીલો રે પાઠ. લીહ = રેખા, લીસોટો, હદ, આડો આંક, છેક. (ભગવદ્ગોમંડલ-ભાગ-૮/પૃ.૭૮૦૯) 8 લીહવાલી = તેજલીસોટા સમાન. (આવો અર્થ સંભવે છે.). 0 લીહવળી = અંતિમ કક્ષાએ પહોંચ્યું, પરાકાષ્ઠા આવી. (મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ)