SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૪/૭)] ૬૧૫ જ ગુણવૈરાગ્ય પ્રકૃષ્ટ વૈરાગ્ય આ રીતે વલણ-વર્તન કેળવવામાં આવે તો જ વિષયવૈરાગ્ય નામના અપર (= પ્રાથમિક) વૈરાગ્યને મેળવ્યા બાદ પ્રગટનાર પરવૈરાગ્ય = શ્રેષ્ઠ વૈરાગ્ય ઝળહળતો બને. પોતાના પ્રગટ ગુણાદિ ઉપર વૈરાગ્ય એ પરવૈરાગ્ય. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ નીચેની બાબતોની ઊંડાણથી વિભાવના કરવી. ત્યાં શ્રીમહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “આ પ્રમાણે શુદ્ધમતિ દ્વારા અપરવૈરાગ્યનો = વિષયવૈરાગ્યનો રસ-પરિણામ સ્થિર કરનાર યોગીને પોતાના ગુણો (ઉપલક્ષણથી શક્તિ, લબ્ધિ વગેરે) ઉપર વિરક્તતાને લાવનાર પરવૈરાગ્ય = શ્રેષ્ઠવૈરાગ્ય (= ગુણવૈરાગ્ય) પણ પ્રગટે છે. વિપુલ ઋદ્ધિ (મન:પર્યવજ્ઞાન), પુલાક લબ્ધિ (= જિનશાસનશત્રુ એવા ચક્રવર્તીને સૈન્ય સહિત ચૂરી નાખવાની શક્તિ), ચારણલબ્ધિ (જંઘાચારણ-વિદ્યાચારણ આ બે ભેદવાળી આકાશગામિની લબ્ધિ), અતિઉગ્ર આશીવિષલબ્ધિ (= શાપ આપવા માત્રથી બીજાને ખતમ કરવા માટે સમર્થ એવી શક્તિ) વગેરે પ્રગટેલી શક્તિઓ વિરક્તચિત્તવાળા યોગીને મદ માટે થતી નથી. અનાજની ખેતીમાં પ્રાસંગિક ઉગેલા ઘાસ જેવી તે શક્તિઓ . મોક્ષસાધનામાં પ્રાસંગિકપણે મળે છે. પોતાના આ ગુણોના, શક્તિઓના, લબ્ધિઓના સમૂહનો પ્રભાવ યોગીઓએ જાણેલ હોય છે, તો પણ તે તેમને મદ કરાવતો નથી. કારણ કે પોતાનો અનંત આનંદમય થી ચૈતન્ય પ્રભાવ સ્વતઃ પ્રગટ થતાં યોગીઓ પોતાના કરતાં ગુણ-શક્તિ વગેરેના સમૂહને ચઢિયાતો માનતા છે નથી.” આશય એ છે કે “સર્જનહાર કરતાં સર્જન ચઢિયાતું ન હોય. મારા અનંત આનંદમય પરમશાંત શાશ્વત ચૈતન્યસ્વરૂપ આગળ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પુલાક લબ્ધિ વગેરે નશ્વર અપૂર્ણ શક્તિઓ આ પાંગળી છે, માયકાંગલી છે' - આવો પરિણામ યોગીના અંતરમાં જીવંત હોવાથી પ્રગટ થયેલ ગુણ -શક્તિ-લબ્ધિ વગેરેનો વૈભવ તેમને છકાવી દેતો નથી, બહેકાવતો નથી. ) બાહ્ય મૂલ્યાંકન ન કરીએ, ન કરાવીએ ) આ રીતે પરવૈરાગ્યના = ગુણવૈરાગ્યના બળથી ભાવનિર્ઝન્ય પોતાના ગુણ-પર્યાયોને શુદ્ધસ્વરૂપે સાનુબંધપણે પરિણાવવાની દશામાં મહાલતા હોય છે. પરંતુ “શાસનપ્રભાવના, પરોપકાર વગેરે નામથી નિજ ગુણનું પ્રદર્શન, શક્તિ પ્રદર્શન, લબ્ધિ પ્રદર્શન, સિદ્ધિ પ્રદર્શન, સમૃદ્ધિ પ્રદર્શન, પુણ્ય પ્રદર્શન, ચમત્કાર પ્રદર્શન વગેરેના માધ્યમે લોકોમાં મને સૌથી વધુ મહત્ત્વ મળે' - એવી ઘેલછાના વમળમાં તે ડૂબતા નથી. કારણ કે પોતાનો આનંદ (a) સ્વાધીન છે, (b) સહજ = સ્વાભાવિક છે, (c) પવિત્ર છે, (d) શુદ્ધ છે, (૯) શાશ્વત છે, (f) કદી ખૂટે નહિ, ઘટે નહિ તેવો છે' - આ બાબતની પૂરેપૂરી પાકી સમજણ તેમની પાસે હોય છે. આ સમજણ એ જ તત્ત્વજ્ઞાન છે. તે જ લબ્ધિ, સિદ્ધિ, શક્તિ વગેરે પ્રત્યે વૈરાગ્ય = પરવૈરાગ્ય લાવવા દ્વારા શુદ્ધ દ્રવ્યદૃષ્ટિનું સંપાદન કરે છે. તેથી તે તત્ત્વજ્ઞાન જ મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય છે. આ જ અભિપ્રાયથી સિદ્ધસેનીય કાત્રિશિકા પ્રકરણમાં જણાવેલ છે કે “વિષયાત્મક ઈન્દ્રિયસુખોમાં દોષનું દર્શન કરવાથી આવનાર વૈરાગ્ય શુદ્ધ નથી. લોકોને સન્માર્ગે લાવવાનો એ એક સરળ ઉપાય છે. ખરું હિત તો તત્ત્વની હાર્દિક અને વાસ્તવિક સમજણ જ છે.” આવા તત્ત્વજ્ઞાન વગેરેના બળ વડે જ પદવી, પાટ, પ્રસિદ્ધિ, પ્રમાણપત્ર, પરિવારવૃદ્ધિ વગેરે પ્રલોભનથી ભાવનિર્ઝન્થ જલકમલવત્ નિર્લેપ - અસંગ રહે છે. શાસનમાં, સંઘમાં, સમુદાયમાં, ગચ્છમાં, ગામમાં, નગરાદિમાં પોતાના મહત્ત્વની મહોર છાપ મારવાની ઈચ્છા કદાપિ ભાવનિર્ઝન્ય કરતા નથી. તેવી ઈચ્છા કરે
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy