________________
१०८
[ અધ્યાત્મ અનુયોગ સહિત છે. તેનાથી રાગગ્રંથિ શિથિલ થાય છે, રાગ દબાય છે. કમરમાં કડીયાળી ડાંગ પડે અને મણકો તૂટી જાય પછી પહેલવાન દેખાતો પણ માણસ જેમ ઉઠી શકતો નથી, તેમ ઉપરોક્ત ૩૫ પ્રકારે રાગ પ્રત્યે નકારનો ભાવ કરવાથી રાગમલ્લ પણ આત્મા સામે બળવો કરવા સમર્થ બની શકતો નથી.
૨૧૦૦ પ્રકારે નિષેધ પરિણતિ ક (૧) રાગની જેમ, (૨) દ્વેષ, (૩) આકુળતા, (૪) વ્યાકુળતા, (૫) વિષય, (૬) કષાય, (૭) રતિ, (૮) અરતિ, (૯) હર્ષ, (૧૦) શોક, (૧૧) શાતા, (૧૨) અશાતા, (૧૩) જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ, (૧૪) સહજમળ વગેરે સ્વરૂપ ભાવકર્મ, (૧૫) શરીરાદિ નોકર્મ, (૧૬) પાંચ ઈન્દ્રિય, (૧૭) મન, (૧૮) ભાષણ, (૧૯) ચેષ્ટા-ગમનાગમનાદિ પ્રવૃત્તિ, (૨૦) “આમ કરું - તેમ કરું ઈત્યાદિસ્વરૂપ સંકલ્પ, (૨૧) “આ ઠીક થયું. પેલું બરાબર ન હતું...' ઈત્યાદિસ્વરૂપ વિકલ્પ, (૨૨) આડા-અવળા વિચાર, (૨૩) તર્ક-વિતર્ક-કુતર્ક, (૨૪) અન્તર્જલ્પ-બબડાટ, (૨૫) કૃષ્ણ-નીલ વગેરે
છ લેશ્યા, (૨૬) ત્રિવિધ યોગ, (૨૭) દેહાધ્યાસ-દેહવળગાડ, (૨૮) ઈન્દ્રિયઅધ્યાસ-ઈન્દ્રિયગુલામી, અ (ર૯) નામાવ્યાસ-નામનાની કામના, (૩૦) કામાવ્યાસ-કામાંધતા, (૩૧) મનઅધ્યાસ-મનોમયદશા, . (૩૨) નિદ્રા, (૩૩) તન્દ્રા-બગાસા-ઝોકા, (૩૪) પ્રશસ્ત અધ્યવસાય, (૩૫) અપ્રશસ્ત અધ્યવસાય,
(૩૬) સાધનામાં ખેદ, (૩૭) ધ્યાનાદિમાં ઉદ્વેગ, (૩૮) સંભ્રમ, (૩૯) સંક્લેશ, (૪૦) ભોગતૃષ્ણા, (d (૪૧) ભાવીની ચિંતા, (૪૨) ભૂતકાલીન ઘટનાની સ્મૃતિ, (૪૩) વિવિધ કલ્પના તરંગો-દિવાસ્વમ,
(૪૪) ઈષ્ટસંયોગાદિની આશા-અભિલાષા, (૪૫) વ્યક્તિ કે વસ્તુ વગેરે વિશે અનેકવિધ અભિપ્રાય, ૨ (૪૬) સંશય-વિપર્યાસ-અનધ્યવસાય સ્વરૂપ ત્રિવિધ અજ્ઞાન, (૪૭) ઈન્દ્રિયજન્ય જ્ઞાન, (૪૮) તમામ A નશ્વર જ્ઞાન, (૪૯) ગૌરતા-કાળાશ વગેરે દેહધર્મ, (૫૦) બહિર્મુખતા વગેરે ઈન્દ્રિયધર્મ, (૫૧) ચંચળતા
વગેરે ચિત્તધર્મ, (પર) આશ્રય, (૫૩) કર્મબંધ, (૫૪) અધીરાઈ, (૫૫) અશાંતિ, (પ) જડતા તો -ઉપયોગશૂન્યતા-અન્યમનસ્કતા, (૫૭) મૂઢતા-બેબાકળાપણું-મોહાંધતા, (૫૮) અસહિષ્ણુતા, (૫૯)
આક્રોશ, (૬૦) જીવો ઉપર આક્રમણ કરવાની વૃત્તિ વગેરે બાબતોમાં પણ હું પણાનો ઈન્કાર, “મારા' પણાનો નિષેધ, સારાપણાનો અસ્વીકાર વગેરે ૩૫ પ્રકારે નિષેધની વિભાવના ઊંડાણથી સતત કરતા રહેવી. કાયોત્સર્ગ, ધ્યાન વગેરેમાં અપ્રમત્તપણે રાગ-દ્વેષ વગેરે ૬૦ વિષયોમાં “હું પણું, “મારા' પણું વગેરે ૩૫ બાબતોનો નિષેધ અંદરમાં દૃઢપણે શાંતચિત્તે ઘૂંટવો. આમ ૬૦ x ૩૫ = ૨૧૦૦ પ્રકારે પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં નિષેધની પરિણતિ જીવંત કરવી. આ ૨૧૦૦ પ્રકાર તો ઉપલક્ષણ છે. તેનાથી પણ વધુ પ્રકાર સૂક્ષ્મ દૃષ્ટિથી પડી શકે છે. પરંતુ વર્તમાન કાળે આટલા પ્રકારોનો અભ્યાસ પર્યાપ્ત ગણી શકાય. તેનાથી સાધકદશા બળવાન અને પરિપક્વ થાય છે. ૨૧૦૦ પ્રકારોમાંથી પ્રત્યેક નિષેધને વારા ફરતી તીવ્રપણે દીર્ઘ કાળ સુધી ધીરજપૂર્વક અંદરમાં ઘૂંટવાના પ્રભાવે આત્મસત્તામાં બાકી રહી ગયેલા મિથ્યાત્વના અંશો વિદાય લે છે, પોતાના જ્ઞાનોપયોગમાં રાગાદિની સાથે એકાકારતા-તન્મયતા -એકરૂપતા-તાદાસ્યભાવની અનુભૂતિ અત્યંત શિથિલ થાય છે, રાગાદિજન્ય પર બાબતોમાં ચિત્તવૃત્તિના પ્રવાહની સક્રિયતા-સતેજતા-ઉત્સુકતા-તત્પરતા મંદ થાય છે. સહજમળ, લયશક્તિ, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ વગેરે પણ ઝડપથી નિષ્ક્રિય થતી જાય છે. આ રીતે પૂર્વોક્ત (પૃ.૫૪૩) નૈષેલિકી પ્રજ્ઞા અત્યંત પ્રકૃષ્ટ થાય છે.
ઇ