SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૧. દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/)] વાર પોતાના અંતઃકરણમાં પ્રભુના પ્રસાદસ્વરૂપે ઢગલાબંધ અનુપ્રેક્ષાનો વરસાદ વરસતો હોય - તેવું સાધક અનુભવે છે. તે અનુપ્રેક્ષા પણ કદિ પૂર્વે ન સાંભળેલ, ન વિચારેલ, ન વાંચેલ એવા અપૂર્વ - અભિનવ અર્થનો આવિષ્કાર કરનારી લોકોત્તર હોય - તેવું પણ બનતું હોય. તથા તે અનુપ્રેક્ષાના પદાર્થો પણ માત્ર આત્માનુભૂતિ દ્વારા જ ઓળખી શકાય તેવા હોય છે. તેથી તેવી અનુપ્રેક્ષા બીજાને જણાવવાની ભાવના-લાલચ જાગે તે સ્વાભાવિક છે. પરંતુ ઉપર-ઉપરના ગુણસ્થાનક ઉપર ચઢવાની કામનાવાળા સાધકે તેવી અનુપ્રેક્ષાના પ્રદર્શન કે પ્રકાશન વગેરેમાં મોહાઈ ન જવું, અટવાઈ ન જ જવું. કારણ કે તેવી સાત્ત્વિક પ્રવૃત્તિના માધ્યમે પણ પોતાની બહિર્મુખતા પોષાઈ જવાથી, અહંકાર -મહત્ત્વાકાંક્ષાદિ ભાવો મજબૂત થઈ જવાથી મહામોહની ભૂલભૂલામણીમાં અટવાઈ જવાય, ડૂબી જવાય - તેવી સંભાવના ઊભી જ રહે છે. તેવી પ્રવૃત્તિ સાધકને ફસાવે તેવી સંભાવના નકારી શકાતી નથી. એ માર્ગ લપસણો અને જોખમ ભરેલો છે. પરને માટે પાવન પદાર્થપ્રકાશને પાથરનારી તેવી પણ પ્રવૃત્તિ પોતાના માટે આગના ભડકાસ્વરૂપે સાબિત થઈ શકે છે. નમ્રતા-લઘુતા-અંતર્મુખતાદિ ગુણવૈભવને ભસ્મીભૂત કરનારી પણ તે પ્રવૃત્તિ બની શકે છે. * અપૂર્વ અનુપ્રેક્ષાને અંતઃકરણમાં પરિણમાવીએ તથા તેવી અલૌકિક અપૂર્વ અનુભવગમ્ય અનુપ્રેક્ષાના વિચારોને પણ લબ્ધિમનમાં સંઘરી રાખવાના નથી. પરંતુ પોતાના અંતઃકરણને તે સ્વાનુભૂતિગમ્ય અનુપ્રેક્ષાથી પરિણત કરવાનું છે. કેમ કે અંતઃકરણમાં નિર્વિકલ્પસ્વરૂપે તેવી અનુપ્રેક્ષાનું અસ્તિત્વ ઈષ્ટ છે તથા આવશ્યક છે. ટૂંકમાં, અંતઃકરણને તે અનુપ્રેક્ષાની અસરવાળું કરવાનું છે. આ રીતે અંતઃકરણ લોકોત્તર અનુપ્રેક્ષાથી ભાવિત થવાથી જ નાના-મોટા પ્રસંગોમાં આ હર્ષ, વિષાદ, ક્રોધ, શોક, અહંકાર વગેરે ભાવો જાગતા નથી. તેના લીધે તાત્ત્વિક પંડિતાઈનો-પ્રાજ્ઞતાનો હો. લાભ સંભવે છે. અહીં આચારાંગસૂત્રની સૂક્તિની વિભાવના કરવી. ત્યાં જણાવેલ છે કે “પંડિત રાજી છે. ન થાય કે નારાજ ન થાય.” વિકલ્પદશાને બાળી નાંખો & મૂળ વાત એ છે કે નવા-નવા વિકલ્પના ઘોંઘાટવાળી સ્થિતિમાં ફસાવાનું નથી. અવનવા તર્ક-વિતર્કના વમળને ઊભા કરવાના નથી. વિચાર-વિચાર ને વિચારમાં અટવાવાનું નથી. અન્તર્જલ્પ -બબડાટ-અંદરના ધ્વનિઓની હારમાળામાં ખોટી થવાનું નથી. વિકલ્પાદિની વ્યગ્રતાને છોડીને વિકલ્પદશાને પૂર્ણતયા બાળવાની છે, નષ્ટ કરવાની છે. પોતાના આંતરિક લાગણીતંત્રને – રુચિપ્રવાહને પરમ નિર્વિકારી નિજ પરમાત્મતત્ત્વમાં દઢપણે જોડવાનું, તેમાં કેન્દ્રિત કરવાનું કામ મુખ્ય છે. તેમાં બાધક હોવાથી વિકલ્પદશાને બાળવાની વાત જણાવી છે. ચિત્તને તે લોકોત્તર અનુપ્રેક્ષા સંબંધી પણ વિકલ્પોમાં અટવાવાનું નથી. પણ એ અનુપ્રેક્ષાની અસરવાળું અંતઃકરણ કરવાનું છે. નિર્વિકલ્પપણે એવી અનુપ્રેક્ષાઓ જે અંતઃકરણમાં પરિણમે છે, તે અંતઃકરણના રુચિપ્રવાહને સરળતાથી અને સહજપણે નિજ પરમાત્મતત્ત્વમાં કેન્દ્રિત કરી શકાય છે. તેના પ્રભાવે અન્તરાત્મદશાની પુષ્કળ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. અંતરાત્મદશા બળવાન બને છે. તેના લીધે પોતાનું પરમાત્મસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય છે. અ આંતરિક પરિણતિમાં વિધિ-નિષેધને લાગુ પાડીએ . અત્યંત ઝડપથી પોતાની અંતરાત્મદશાને વિશુદ્ધ કરવા માટે તથા વધારવા માટે આત્માર્થી સાધકે,
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy