________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૫૯૭ મેળવ્યો.” તેમજ અધ્યાત્મ ઉપનિષતુ ગ્રંથમાં મહોપાધ્યાયજીએ પણ માર્મિકપણે જણાવેલ છે કે “યોગસિદ્ધ પુરુષ પાંચેય ઈન્દ્રિયોના વિષયોને છોડે નહિ કે છોડવાનો પ્રયત્ન પણ કરે નહિ તથા ગ્રહણ કરે નહિ કે ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરે નહિ. માત્ર વિષયોને તે પરમાર્થથી જાણે-જુએ.' અત્યંત સંવેગ -વૈરાગ્યભાવિત પ્રજ્ઞાથી આ શાસ્ત્રોક્તિઓની વિભાવના કરવી. તથા બહારમાં કાયિક-વાચિક નિવૃત્તિનો તથા અંદરમાં વૈચારિક નિવૃત્તિનો અભ્યાસ કરવો.
$ જ્ઞાનયોગ વડે ચિત્તનિવૃત્તિનો અભ્યાસ કરીએ છે તેથી પ્રવૃત્તિ-પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના ભાર બોજ નીચે દટાઈ જવાની, કચડાઈ જવાની ગંભીર ગોઝારી ભૂલ દીક્ષિત જીવનમાં કદાપિ ન જ કરવી. પરંતુ અહીં બતાવ્યા મુજબ પોતાના આત્માના સ્વરૂપનું અનુસંધાન કરવા દ્વારા અંતર્મુખ થઈને શાંત ચિત્તે દેહાધ્યાસની + ઈન્દ્રિયોધ્યાસની + બહિર્મુખી ચિત્તવૃત્તિઓની નિવૃત્તિનો હેતુ બને તેવો અભ્યાસ પણ કરવો જ જોઈએ. પાતંજલ યોગદર્શનની (યોગસૂત્ર૧/૧૮) પરિભાષા મુજબ આ અભ્યાસ ‘વિરામ પ્રત્યય અભ્યાસ કહેવાય છે. તે દીક્ષિત જીવનમાં વણાઈ રમે જવો જોઈએ. માત્ર આત્મામાં આનંદની અનુભૂતિસ્વરૂપ જ્ઞાનયોગના માધ્યમથી આ નિવૃત્તિનો અભ્યાસ ,, તાત્ત્વિક થાય. આવો નિવૃત્તિનો અભ્યાસ દીક્ષા જીવનમાં અતિ આવશ્યક છે. બાકી તો પ્રવૃત્તિ ા -નિવૃત્તિમય એવી ચારિત્રપરિણતિનો સંપૂર્ણપણે સાચો સ્વાદ માણી ન જ શકાય. ચારિત્રના પ્રવૃત્તિઅંશનો (0) અભ્યાસ કેમ કરવામાં આવે છે, તેમ બાહ્ય-આંતર નિવૃત્તિઅંશનો પણ આગળની દશામાં તો અભ્યાસ થવો જ જોઈએ. વર્ષોની સંયમસાધના પછી પણ રસપૂર્વક બહારમાં ચિત્તવૃત્તિ ઉપાદેયબુદ્ધિથી ભટકે જ ૨૫, રાખે તે દીક્ષિત જીવનની કરુણ દુર્ઘટના (Tragedy) જ કહેવાય. તેથી બહારમાં ઉત્સુકતા-કુતૂહલ ત -કૌતુક-જિજ્ઞાસા મરી પરવારે તેવી ઉદાસીનતા સંયમીએ મેળવવી જ જોઈએ. ભગવતીસૂત્રમાં ૧ વર્ષની છે સંયમસાધના પછી સંયમી અનુત્તરવિમાનવાસી દેવની તેજોલેશ્યાને ઓળંગી જાય – આવું જણાવેલ છે. તો તે ભૂમિકાએ પહોંચવા માટે સંયમીએ એક વર્ષની અંદર જ બહિર્મુખી ચિત્તવૃત્તિને વિરામ આપવો જ જોઈએ. તે માટે પૂર્વોક્ત (જુઓ- પૃષ્ઠ પ૬૪ થી ૫૬૮) અંતરંગ પુરુષાર્થ પંદર પ્રકારે કરવો જ જોઈએ. આ સવાલ:- શરીર-ઈન્દ્રિય-મનની નિવૃત્તિનો અભ્યાસ કરવામાં રુચિ કઈ રીતે જગાડવી ?
જ નિવૃત્તિ અભ્યાસની રુચિના બે ઉપાય જ જવાબ :- શરીર, ઈન્દ્રિય અને અન્તઃકરણ – આ ત્રણેય શાંત થાય, સ્થિર થાય, નિવૃત્ત થાય, નીરવ થાય તેનો અભ્યાસ (Practice) કરવામાં જીવોને સામાન્યથી રુચિ જાગતી નથી. તેમ કરવામાં સમય બગડતો હોય, કશું પ્રયોજન ન સધાતું હોય - તેવી પ્રાયઃ જીવોને પ્રતીતિ થતી હોય છે. તેથી જ નિવૃત્તિનો અભ્યાસ કરવામાં કંટાળો, નીરસતા, થાક, ઊંઘ, બગાસા, ઝોકા, નિદ્રા, તંદ્રા વગેરેનો અનુભવ થતો હોય છે. પ્રવૃત્તિનો જ અભ્યાસ કરવા ટેવાયેલ શરીર, ઈન્દ્રિય અને મન નિવૃત્તિનો અભ્યાસ કરવામાં પ્રારંભમાં સાથ ન આપે - તેવું પણ બને. તેથી તેવી નિવૃત્તિના અભ્યાસમાં રુચિ-ઉલ્લાસ-ઉમંગ-શ્રદ્ધા -વિશ્વાસ લાવવા, ટકાવવા અને વધારવા માટે (A) તારક જિનેશ્વર ભગવંતની (૧) એકાન્ત, (૨) મૌન, (૩) ઈન્દ્રિયપ્રત્યાહાર, (૪) આત્મસ્વરૂપની ધારણા, (૫) ધ્યાન, (૬) સમાધિ, (૭) કાયોત્સર્ગ આદિની મુખ્યતાવાળી સાધનાને વારંવાર આદરભાવે ઊંડાણથી વિચારવી. તથા (B) “આપણે સામાન્ય જન નહિ