________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૬/૭)]
૫૯૧ આવી જાય.” આવું અત્યંત વિશુદ્ધ નૈૠયિક ભાવ સમ્યગ્દર્શન મળે ત્યારે સર્વ ગુણોની આંશિક અનુભૂતિ સાધકને થાય છે. આ પણ પ્રસ્તુત ભાવ સમકિતનું જ એક સ્વરૂપ છે. તે સમ્યગ્દર્શન શાંતરસમય હોય છે. તેવા અત્યંત નિર્મળ સમ્યગ્દર્શનના અમોઘ સામર્થ્યથી સાધુ ભગવંતના પૂર્વકાલીન વ્યાવહારિક શ્રુતાદિ જ્ઞાન અને ચારિત્ર તાત્કાલિક સમ્યક્મણે પરિણમે છે. “સમ્યગ્દર્શનની શુદ્ધિથી સાધુ શુદ્ધ ચારિત્રને મેળવે છે – આમ ધર્મરત્નપ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ જણાવેલ છે. આ વાતનું અહીં અનુસંધાન કરવું.
સ્પર્શજ્ઞાનની ઉપલબ્ધિ હS આ અવસ્થામાં પોતાના કે પરમાત્માના શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયના ઊંડા ઊહાપોહથી, અનુસંધાનથી આત્માદિ તત્ત્વની ઉપલબ્ધિસ્વરૂપ સ્પર્શજ્ઞાન પ્રગટ થાય છે. તે વિના વિલંબે સ્વસાધ્ય ફળને આપે છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશકમાં જણાવેલ છે કે “આત્મા વગેરે વસ્તુના મૂળભૂત સ્વરૂપની ઉપલબ્ધિ એ સ્પર્શજ્ઞાન છે. આ સ્પર્શજ્ઞાન તાત્કાલિક ફળને દેનાર છે.” તેનું અહીં અનુસંધાન કરવું. આ જ વાતને બીજા શબ્દોમાં જણાવવી હોય તો એમ કહી શકાય કે નિરંતર ધ્યેયગુણમય થવાથી સાધકમાં પ્રસ્તુત સ્પર્શજ્ઞાન પ્રગટે છે. આ અંગે કાત્રિશિકા પ્રકરણમાં જણાવેલ છે કે “જેમ તાંબામાં સંપૂર્ણપણે . અનુવેધથી થતો સિદ્ધરસનો સ્પર્શ તાત્કાલિક પોતાના ફળને આપે છે (અર્થાત્ તાત્કાલિક તાંબાને સુવર્ણ શા બનાવે છે), તેમ તન્મયભાવથી = ધ્યેયગુણમયતાથી થતું સ્પર્શજ્ઞાન તાત્કાલિક પોતાના ફળને આપનાર તરીકે માન્ય છે.' અર્થાત્ આ સ્પર્શજ્ઞાન આત્માને ધ્યેયસ્વરૂપ = પરમાત્મસ્વરૂપ બનાવે છે. યોગશાસ્ત્રમાં ( શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જેમ સિદ્ધરસના સ્પર્શથી લોખંડ સુવર્ણપણાને પામે છે, તેમ આત્મધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે.” આનું અહીં અનુસંધાન કરવું. અર્થાત્ ગ્રંથિભેદ પછી એ આત્મસ્પર્શી જ્ઞાનથી સાધક પોતાના સિદ્ધપણાની સ્પષ્ટરૂપે આંશિક અનુભૂતિ કરે છે.
ટા સમકિત-સ્પર્શજ્ઞાન-સમતા પછી ધર્મદેશના રાજ શુદ્ધ આત્મતત્ત્વના પરિશીલન અને સ્પર્શજ્ઞાન - આ બન્નેના બળથી (૧) સદા સન્નિહિત કાયા, ઘી ઈન્દ્રિય, મન, કર્મ, કષાય વગેરેમાં સાધકને પૂર્વે થતી મમતા (= મારાપણાની બુદ્ધિ) રવાના થાય છે. એ તથા (૨) પ્રતિકૂળ વ્યક્તિનો કે પ્રતિકૂળ વસ્તુનો સંયોગ અને અનુકૂળ વ્યક્તિનો કે અનુકૂળ વસ્તુનો વિયોગ થતાં પૂર્વે થતી વિષમતા પણ રવાના થાય છે. આ રીતે મમતા-વિષમતાનો નાશ થતાં તાત્ત્વિક સમતા પ્રગટે છે. પ્રસ્તુતમાં અધ્યાત્મોપનિષતુનો શ્લોક વિચારવો. ત્યાં જણાવેલ છે કે “શુદ્ધ આત્મતત્ત્વને પ્રકૃષ્ટ રીતે અનુકૂળ બને તેવા પ્રકારના ઊંડા વિચાર-વિમર્શો “સ્પર્શ' નામના સંવેદનને લાવે છે. આત્મસ્પર્શી એવા જ્ઞાનને લાવતા તે વિમર્શો અનાત્મબુદ્ધિને દૂર કરે છે, ત્યારે બાકી રહેલી સમતા વિલસે છે. (૧) દેહાદિમાં આત્મબુદ્ધિ, (૨) કષાય વગેરેમાં મારાપણાની બુદ્ધિ = મમતા, (૩) અનિષ્ટ સંયોગાદિમાં થતો ખળભળાટ = વિષમતા..... આ અનાત્મબુદ્ધિના જ જુદા-જુદા નમૂના છે. તે જાય તો જ તાત્ત્વિક સમતા આવે. તો જ સાચું આત્મકલ્યાણ સધાય. પછી ધર્મદેશના દ્વારા પરોપકાર થાય તે શોભે. “જે રીતે સાધુ ગરીબને ધર્મ કહે, તે રીતે શ્રીમંતને કહે. તથા જે રીતે સાધુ શ્રીમંતને ધર્મ કહે, તે રીતે ગરીબને કહે - આ આચારાંગસૂત્રની સૂક્તિ પણ ઉપરોક્ત સમતાધારી નિર્મળઆશયધારી યોગીને આશ્રયીને સફળ થાય છે. મતલબ કે સમકિત, સ્પર્શજ્ઞાન = નિજસિદ્ધસ્વરૂપસંવેદન, સમતા પછી જ થતી સદ્ધર્મદેશના શોભે. અંદરમાં નિર્મળતા આવેલી હોય તો નિર્મળભાવે ઉપદેશ-અનુશાસન કરે તે વ્યાજબી ગણાય. પણ સ્વકલ્યાણ સાધ્યા વિના થતી ધર્મદેશના તીર્થકરમાન્ય નથી.