________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૬/૭)]
૫૭૩
(૭) સમ્યક્તકૌમુદીમાં શ્રીજિનહર્ષગણિવરે જણાવેલ છે કે “સ્વભાવથી જ અત્યંત કઠણ એવી ગ્રંથિ પ્રબળ વર્ષોલ્લાસથી જ ભેદાય છે. ત્યારે ખરેખર મોક્ષને નજીક લાવનાર સમ્યત્વનો લાભ અવશ્ય થાય છે.” આ સુંદર વાતનું પણ અહીં અનુસંધાન કરવું.
(૮) યોગબિંદુમાં કર્મગ્રંથિને મોટા પર્વતની ઉપમા આપી છે તથા બહુ સંક્લેશ કરાવનાર તરીકે અને દુર્ભેદ સ્વરૂપે જણાવેલ છે. તથા તેને ભેદવા માટે તીક્ષ્ણ ભાવવજની જરૂર છે - તેમ ત્યાં કહેલ છે. આના ઉપરથી “ગ્રંથિભેદનું કાર્ય કેટલું દુષ્કર-દુર્લભ છે ?” તેનો અંદાજ લગાવી શકાય છે. વજ જેમ દુર્લભ હોય, તેમ ગ્રંથિભેદને કરનારી તીવ્ર-તીક્ષ્ણ ભાવધારા પણ અત્યંત દુર્લભ જ છે. આ વાત યોગબિંદુમાં સૂચિત કરી છે. એ ભૂલાવું ન જોઈએ.
# વિશ્રામસ્થાનોને પસાર કરીએ, તેમાં ખોટી ન થઈએ આજ્ઞાચક્રના ભાગમાં પીળા-લાલ-શ્વેત અજવાળાનો અનુભવ વગેરે અહીં દર્શાવેલા A to Z વિશ્રામસ્થાનો ઉપસ્થિત થાય ત્યારે તેમાં વિશ્રાન્તિ ન કરવી કે વ્યામોહ ન કરવો. પણ તેને પસાર કરી દેવા. તે માટે તે વખતે તેના સ્વરૂપની એવી વિભાવના કરવી કે “આ બધું પૌદ્ગલિક છે, નશ્વર દયા છે, પરભવમાં જવાના અવસરે મારા માટે આ આધારરૂપ કે શરણભૂત થવાનું નથી. આ અપારમાર્થિક છે, આરોપિત છે. એ વ્યામોહને પેદા કરનાર છે. જો આનો ભોગવટો કરવામાં હું ખોટી થઈશ તો છે એ મારા શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલાવી દેનાર છે. મારા વિશુદ્ધ પુણ્યને આ ઋદ્ધિ-સિદ્ધિ -સમૃદ્ધિઓ લૂંટનારી છે. જો આમાં હું મોહાઈ જઈશ તો એ આત્મવિશુદ્ધિને ખતમ કરશે. તથા તે રીએ. કર્મને આધીન છે, પારકી વસ્તુ છે, ઔપાધિક ચીજ છે.” તદુપરાંત નીચે મુજબ A to Z પ્રકારે વિચારવું. તે
હું તો આ તમામ (A to Z) વિશ્રામસ્થાનોથી ભિન્ન છું. (A) લાલ-પીળા અજવાળા કે દિવ્યરૂપની છે સાથે મારે શું લેવા-દેવા ? કેમ કે હું તો અરૂપી છે. રૂપાતીત સ્વભાવી છું. (B) મારે દિવ્ય સુગંધનો વી અનુભવ કરવામાં શું અટકવાનું ? કેમ કે હું તો ગન્ધભિન્ન છું, ગન્ધશૂન્ય છું, હું ગન્દાતીત છું. સુગન્ધને
1 મેં પેલે પાર હું રહેલો છું. મારા મૌલિક અસ્તિત્વમાં રૂપ-ગંધાદિને અવકાશ જ નથી.'
(C) “મારે અનાહતનાદ, આંતરિક દિવ્યધ્વનિ કે આકાશવાણી સાંભળવામાં શા માટે ખોટી થવું? અશબ્દ એવા મારે પૌગલિક શબ્દની સાથે શું લેવા-દેવા ? મારે તો મૌનનું વ્યાકરણ ઉકેલવાનું છે. હું તો શબ્દથી ન્યારો છું, શબ્દશૂન્ય છું, શબ્દાતીત છું. શબ્દને પેલે પાર મારું તાત્ત્વિક અસ્તિત્વ રહેલું છે.”
(D) “સુધારસના આસ્વાદમાં મારે શા માટે તન્મય થવું ? હું તેનાથી નિરાળો છું. હું રસરહિત છું, રસાતીત છું. પૌલિક રસને પેલે પાર મારું અસલી વ્યક્તિત્વ સમાયેલું છે.'
(E) “અત્યન્ત શુક્લ સ્વપ્ર દર્શન, દિવ્ય સંકેત પ્રાપ્તિ, ભવિષ્યફુરણા વગેરેના વિકલ્પોમાં-વિચારોમાં મારે શા માટે અટવાવું? તો વિકલ્પથી અત્યન્ત જુદો છું, વિકલ્પશૂન્ય છું, વિકલ્પાતીત છું. વિકલ્પ કે વિચાર દ્વારા ન પકડાય તેવું મારું અસલી સ્વરૂપ છે.'
(F) દેવસાન્નિધ્ય, ચમત્કારશક્તિ, લબ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ વગેરે નશ્વર ભૌતિક તત્ત્વની મારે શી આવશ્યકતા ? હું સ્વયં અકૃત્રિમ-અનંત શક્તિથી પરિપૂર્ણ છું. મારી આત્મિક અનંત શક્તિ પાસે આ ભૌતિક શક્તિઓ તો સાવ પાંગળી છે, નમાલી છે, તુચ્છ છે. મારે પારકી કુદરતી સહાયની પણ આવશ્યકતા નથી. આ બધી જ વસ્તુઓ વ્યામોહ કરનારી, અહંકાર પેદા કરનારી છે.”