________________
૫૬૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત પ્રતિબોધ પામેલા સાધુએ સર્વથા સર્વ ભાવથી ગીતાર્થ (= સ્વ-પરગીતાર્થ) થઈને મનને સંક્લેશશૂન્ય કરવું.” સમકિત વિના “આ સ્વપરિણામ અને તે પરપરિણામ ઈત્યાદિ સમજણ ન હોવાથી કષાય ન કરવા છતાં કષાય કરવાની પાત્રતા તો અખંડ જ રહે છે.
* તાત્વિક ભાવવિશુદ્ધિની ઓળખાણ ૪ આથી ફલિત થાય છે કે સમ્યગ્દર્શનને સાપેક્ષ એવા સમ્યજ્ઞાનને આગળ કરીને, સ્વભૂમિકાયોગ્ય પંચાચારને સાધુ પાળે તો જ તેની ભાવશુદ્ધિ પણ સાર્થક બને, સાનુબંધ પ્રબળ સકામ નિર્જરાનું કારણ બને. તેના દ્વારા તે મોક્ષપ્રાપક બને. આ અંગે સૂત્રકૃતાંગસૂત્રવૃત્તિમાં જ જણાવેલ છે કે “સમ્યજ્ઞાનપૂર્વક ક્રિયાને કરનારા સાધુની ભાવવિશુદ્ધિ સફળ થાય છે. જેને જીવનમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનો લાભ થયો ન હોય કે સમ્યગ્દર્શન-જ્ઞાનને પ્રગટ કરવાનું પ્રણિધાન પણ ન હોય તેવા ઉશૃંખલ-સ્વછંદ જીવની તો ભાવવિશુદ્ધિ પણ મોક્ષફલક ન બને. તો ફક્ત બાહ્ય આચારની શુદ્ધિ તો કઈ રીતે મોક્ષજનક બને?
અભવ્યની ચારિત્રાચારશુદ્ધિ ક્યાં મોક્ષપ્રાપક બને છે ? તેવી બાહ્યાચારવિશુદ્ધિ કે તેવી ભાવશુદ્ધિ ર. મોક્ષજનકસ્વરૂપે શાસ્ત્રકારોએ માન્ય નથી જ કરેલ. કારણ કે તેવી બન્ને પ્રકારની શુદ્ધિ પોતાના આ કદાગ્રહસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગને અનુસરનારી નથી. આ અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ * દ્વત્રિશિકા પ્રકરણમાં જણાવેલ છે કે “અણસમજુ બાલિશ જીવની ભાવશુદ્ધિ પણ વ્યાજબી નથી. કેમ કે છે તે મોક્ષમાર્ગને અનુસરનારી નથી. ગુરુપરતંત્ર્ય વિના પોતાની ખોટી પક્કડ સ્વરૂપ જ તે ભાવશુદ્ધિને જાણવી.'
મિથ્યાષ્ટિની આગવી ઓળખ & શાસ્ત્રના માત્ર ઉપરછલ્લા શબ્દાર્થને પકડનાર ઉગ્ર સાધક કદાચ બાહ્ય સાધ્વાચારથી યુક્ત હોય | હું તો પણ તે મિથ્યાદષ્ટિ તરીકે જ શાસ્ત્રકારોને માન્ય છે. કારણ કે રાગાદિ વિભાવ પરિણામનો પક્ષપાત - તે છોડતો નથી. સમકિતી ક્યારેય પણ “રાગાદિ મારા સ્વભાવભૂત છે, મારા ગુણધર્મ સ્વરૂપ છે' -
આવો પક્ષપાત ન જ કરે. સમ્યક્તસપ્તતિકામાં આ અંગે જણાવેલ છે કે “શાસ્ત્રના ઉપલક શબ્દાર્થમાત્રને જ જે પકડે, પોતાના પોપટીયા બોધમાં જ જે સદા સંતુષ્ટ હોય, (અર્થાત્ તેનાથી ઉપરની કક્ષાના શાસ્ત્રીય ગૂઢાર્થોને જાણવાની જિજ્ઞાસા પણ જેને ન હોય,) તે જીવો બાહ્ય ઉગ્ર સાધનાનો ઘણો ઉદ્યમ કરતા હોય તો પણ તેઓને ચોક્કસ સમ્યગ્દર્શનથી બાહ્ય = દૂરવર્તી જ જાણવા.”
આત્મકૂરણા વગરનું પોપટીયું જ્ઞાન નકામું જો રાગાદિથી મુક્ત થવાની ઝંખના (= સંવેગ) ન હોય, ભોગવિલાસાદિ સ્વરૂપ સંસારથી કંટાળો (= નિર્વેદ) ન હોય, સ્વાનુભવના વિરહની વ્યથા લેશ પણ ન હોય તો આત્મશ્નરણા વગરનું ગોખણપટ્ટીવાળું શાસ્ત્રીય માહિતીજ્ઞાન તારક ન બને. “હું” ની ગહન તલાશ અને સમ્યફ તપાસ વિના પોતાની કોરી વિદ્વત્તા, ધારદાર અને ચોટદાર પ્રવચનની પટુતા કે બાહ્ય ઉગ્ર આચારના આડંબર વગેરે દ્વારા બીજા મુગ્ધ જીવોને કદાચ તે મંત્રમુગ્ધ કરે. પણ સમ્યગ્દર્શનની તાત્ત્વિક પરીક્ષામાં તો તે નાપાસ જ થાય. તેવા જનમનરંજનથી પોતાનો તો સંસાર જ વધે છે. તેથી સૌપ્રથમ તો આત્માર્થી સાધકે ગ્રંથિભેદથી ઉત્પન્ન થનારા નૈૠયિક ભાવસમક્તિની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ ષષ્ટિશતક ગ્રંથની વ્યાખ્યાના પ્રારંભમાં જ જણાવેલ છે કે “શ્રીસમકિતના આધારે જ સમ્યજ્ઞાન અને સમ્યગુ ચારિત્ર