________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
* નિસ્પૃહ બન્યા વિના મુક્તિ નથી
(૩૬) ક્યારેક આ જીવે ગતાનુગતિકપણે બાહ્ય તપ, શાસનપ્રભાવના, જિનભક્તિ વગેરે કરી. ગતાનુગતિકપણાના લીધે તે આરાધનાથી નિરનુબંધ પુણ્ય બંધાયું. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મથી અને રાગાદિ ભાવકર્મથી કાયમી છૂટકારો મેળવવાના આશયથી નિઃસ્પૃહપણે અભ્યન્તર તપનું સેવન આ જીવે કર્યું નહિ. તેના કારણે પણ આ જીવનો મોક્ષ = છૂટકારો થયો નહિ. પ્રસ્તુતમાં અધ્યાત્મસાર ગ્રંથના એક શ્લોકને તાત્પર્ય મુજબ જોડવો. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ‘જિનભક્તિથી અને શાસનપ્રભાવના કરવાની ઈચ્છાથી તપસ્વી મોટા ભાગે પુણ્ય બાંધે છે. પરંતુ જે તપસ્વી તમામ સ્પૃહા-આકાંક્ષા-અભિલાષા તૃષ્ણાઓને છોડે છે, તે જ કર્મથી છૂટે છે.' આ બાબતને આત્માર્થીએ ખૂબ ગંભીર રીતે વાગોળવી. અનનુષ્ઠાનમાં ન અટવાઈએ F
૫૫૮
}}
(૩૭) આ જીવે ક્યારેક પ્રતિક્રમણ વગેરે આવશ્યક અનુષ્ઠાનોને કર્યા તો ખરા. પરંતુ ત્યારે હૃદયમાં (a) ‘આ અનુષ્ઠાન દ્વારા મારે કર્મનિર્જરા કરવી છે, આત્મશુદ્ધિ મેળવવી છે' - આવું પ્રણિધાન ન કર્યું. (b) જિનાજ્ઞા પ્રત્યે આદર-અહોભાવ કેળવ્યો નહિ. (c) પ્રતિક્રમણના સૂત્ર-અર્થમાં ઉપયોગ રાખ્યો નહિ. (d) ‘પ્રતિક્રમણાદિ ક્રિયા દ્વારા આત્મશુદ્ધિ જરૂર થશે' આવી સાચી શ્રદ્ધા અંતરમાં દૈ ધારણ કરી નહિ. (e) શાસ્ત્રમાં જણાવેલ વિધિ વગેરેથી નિરપેક્ષપણે ક્રિયાઓ કરી. (f) સામાન્યજ્ઞાન સ્વરૂપ ઓઘસંજ્ઞાથી (જુઓ-અધ્યાત્મસાર ૧૦/૯) બાહ્ય ધર્મક્રિયા કરી. (g) લોકાચારમાં આદર અને શ્રદ્ધા રાખવા સ્વરૂપ લોકસંજ્ઞાથી (જુઓ-અધ્યાત્મસાર ૧૦/૧૧) બાહ્ય ક્રિયાઓ અશુદ્ધપણે કરી. (h) સંમૂચ્છિમ પ્રાણીની જેમ યાંત્રિકપણે, કૃત્રિમપણે ધર્મક્રિયા કરી. તેથી તે પ્રતિક્રમણાદિ ક્રિયા અનનુષ્ઠાનમાં કે અશુદ્ધાનુષ્ઠાનમાં ગોઠવાઈ. બહારથી ધર્મક્રિયા દેખાવા છતાં અંદરમાં તે ધર્મક્રિયારૂપે પરિણામ ન પામી. નિજસ્વરૂપની નિષ્પત્તિમાં તેવી ધર્મક્રિયા સહાયક ન બની. આ રીતે પણ આ જીવ સંસારમાં અટવાયો. યોગબિંદુ, દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા તથા અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત અનનુષ્ઠાનનું વિસ્તારથી વર્ણન મળે છે. તાત્ત્વિક શુદ્ધ ક્રિયાયોગને પણ આ જીવે સારી રીતે આદર્યો નહિ, આચર્યો નહિ. * મંડૂકચૂર્ણસમાન નિર્જરા સંસારવર્ધક બની
24
(૩૮) પોતાના મિથ્યાત્વશલ્યને દૂર કર્યા વિના, પોતાના જ મૌલિક નિરુપાધિક નિર્મળ સ્વરૂપનું અનુસંધાન કર્યા વિના, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વગર, ઉપશમભાવ વગેરેની ગેરહાજરીમાં માત્ર વચનના કે કાયાના સ્તરે કરેલી બાહ્ય સાધના અને બાહ્ય ત્યાગ વગેરે દ્વારા જે કર્મનિર્જરા થઈ તે મંડૂકભસ્મસમાન ન બની. પરંતુ મંડૂકચૂર્ણતુલ્ય (= દેડકાના ચૂર્ણ સમાન) બનીને સંસારને વધારનારી બની તથા સતત પરિવર્તનશીલ પરદ્રવ્ય-ગુણ-પર્યાયની રુચિમાં ભૂલ-ભૂલામણીની સતામણી કરાવનારી બની.
* જો જો દોષનાશ દોષવર્ધક ન બને
પ્રસ્તુતમાં નીચેના પૂર્વોક્ત (૧૫/૧/૫) સંદર્ભોને વિચારવા. યોગશતકમાં જણાવેલ છે કે (૧) ‘કાયિક ક્રિયાથી ખપાવેલા દોષો દેડકાના ચૂર્ણ જેવા છે. તથા તે જ દોષો ભાવનાથી ખપાવેલા હોય તો દેડકાની રાખ જેવા સમજવા.' (૨) ઉપદેશપદમાં પણ જણાવેલ છે કે ‘તેથી જ જે ક્લેશો = દોષો માત્ર ક્રિયાથી દૂર કરેલા હોય તે દેડકાના ચૂર્ણ સમાન છે આ મુજબ અન્યદર્શનકારોએ પણ વર્ણવેલ છે.' (૩) મહોપાધ્યાયજીએ પણ ઉપદેશરહસ્યમાં તથા જ્ઞાનસાર પ્રકરણના ઉપસંહારમાં આવા પ્રકારની જ વાત
-