SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત વગેરેને ભણ્યો. પણ ઉપશમ-વૈરાગ્ય વગેરેની પુષ્ટિને કરનારા શાસ્ત્રોને ન ભણ્યો. ચક્રભૂહમાં જેમ અભિમન્યુએ પોતાનું કિંમતી જીવન ગુમાવ્યું, તેમ આ જીવે તર્કચક્રવ્યુહમાં ફસાઈને પોતાનું અત્યંત કિંમતી આયુષ્ય ફોગટ ગુમાવ્યું. થોડાક શાસ્ત્રોને ભણવા છતાં અહંકારની અટવીમાં આ જીવ ઘણું ભટક્યો. આ રીતે વૈરાગ્યમાં દુઃખગર્ભિતપણું કે મોહગર્ભિતપણે જ આ જીવે મજબૂત કર્યું, પુષ્ટ કર્યું. અધ્યાત્મસારમાં દુઃખગર્ભિત વૈરાગ્યના લક્ષણોને જણાવવાના અવસરે કહેલ છે કે “દુ:ખગર્ભિતવૈરાગ્યવાળા સાધુઓ શુષ્ક તર્કદિને તથા વૈદ્યકાદિ શાસ્ત્રને કાંઈક ભણે છે. પરંતુ ઉપશમનદીસ્વરૂપ સિદ્ધાન્તગ્રંથાવલિને ભણતા નથી. ગ્રંથનો અલ્પ બોધ થવાથી પણ તેઓ ગર્વની ગરમીને ધારણ કરે છે. પરંતુ પ્રશમ સુધારસના ઝરણા સમાન તત્ત્વને પામતા નથી.” અધ્યાત્મસારમાં જ મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણોને જણાવવાના અવસરે જણાવેલ છે કે “(૧) કુશાસ્ત્રોમાં દક્ષતા, (૨) જૈનશાસ્ત્રોમાં મંદતા, (૩) સ્વચ્છંદતા, (૪) કુતર્ક, (૫) ગુણવાનના પરિચયનો ત્યાગ - ઈત્યાદિ મોહગર્ભ વૈરાગ્યના લક્ષણો છે.” ટૂંકમાં દીક્ષા - લઈને પણ પાપશાસ્ત્રો ભણીને પાપબુદ્ધિ જ તગડી કરી. માનસરોવર પાસે જઈને પણ ભૂંડ કાદવ રમ -કીચડ-ઉકરડામાં આળોટે તેવી દયાજનક દશામાં આ જીવ દીક્ષા લઈને પણ અટવાયો. યા ) યોગદૃષ્ટિને માત્ર જાણવાની નથી, મેળવવાની છે. ) (૩૦) ક્યારેક શાસ્ત્ર, સત્સંગ વગેરેની સહાયથી અંતર્લક્ષી સમજણ અને યોગદષ્ટિની જાણકારી મળી. પરંતુ તેનું આલંબન લઈને, સતત અંતરંગ પુરુષાર્થ વગેરે કરીને પોતાની પરિણતિને અન્તર્મુખી 54 કરવાનું = નિજઆત્મતત્ત્વની સન્મુખ કરવાનું કામ આ જીવે ન કર્યું. આઠેય યોગદષ્ટિના શાસ્ત્રીય " બોધના માધ્યમે નિરંતર ઉગ્ર અંતરંગ ઉદ્યમ કરીને યોગદષ્ટિને નિજાત્મતત્ત્વમાં પ્રગટાવી નહિ. નિશીથચૂર્ણિમાં શું જણાવેલ છે કે જે વસ્તુ જે રીતે (ગુરુ કે શાસ્ત્ર દ્વારા) કહેવાય, તેને તે જ રીતે સાચો સાધક પરિણમાવે.” યો પરંતુ આ વાતને પણ આ જીવ ભૂલી ગયો. કહેવાનો આશય એ છે કે જિનવચનના અંતરંગ તાત્પર્યને શોધી, તેમાં રમણતા કરી, તદ્અનુસાર પોતાના આત્માને પરિણાવવાનો હોય. તે મુજબ જીવન બનાવી, 01 જાગ્રતપણે સત્સાધનામાં તલ્લીન રહેવાનું હોય. પણ આ જીવે પૂર્વે તેવું કશું પણ કર્યું નહિ. યોગસાધનાને આ જીવે નિરનુબંધ બનાવી, સાનુબંધ ન કરી. • પરોપદેશે પાંડિત્ય પ્રકાશ્ય છે (૩૧) માત્ર બીજાને ઉપદેશ આપવામાં, ગ્રંથ સર્જનમાં કે પુસ્તક પ્રકાશનાદિમાં તે અંતર્લક્ષી સમજણનો પ્રયોગ કર્યો, યોગદષ્ટિની જાણકારીનો ઉપયોગ કર્યો. પરંતુ “આત્મા જ્ઞાનના લીધે મોક્ષ પામે છે, નહિ કે શાસ્ત્રાદિપુદ્ગલોના આધારે’ - આ અધ્યાત્મસારના તાત્પર્યને આ જીવે ક્યારેય અંતર્મુખ બનીને જાણ્યું નહિ, અંતરથી પકડ્યું નહિ. “અતીન્દ્રિય પરબ્રહ્મ = શુદ્ધ આત્મા સેંકડો શાસ્ત્રો દ્વારા કે સેંકડો યુક્તિઓ દ્વારા ક્યારેય પણ જાણી શકાતો નથી જ. વિશુદ્ધ અનુભવ વિના શુદ્ધ આત્મા જણાતો નથી જ' - આમ અધ્યાત્મોપનિષદ્દમાં તથા જ્ઞાનસારમાં જણાવેલ છે. પૂર્વે (૧૪/૧૯) આ સંદર્ભ દર્શાવેલ છે. પરંતુ શબ્દવ્યસની અને વિકલ્પવ્યસની બનવાના લીધે આ જીવે ક્યારેય આ શાસ્ત્રવચનોને પણ હૃદયથી વિચાર્યા નહિ, સ્વીકાર્યા નહિ. શબ્દ, શબ્દ ને શબ્દ..., વિચાર, વિચાર ને વિચાર... આનો વળગાડ છૂટે નહિ, મન શાંત-નિર્વિકલ્પ થવા તૈયાર ન હોય ત્યાં સુધી તેવા શાસ્ત્રવચનો અંદરથી સ્વીકૃત થતા નથી.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy