________________
૫૪૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત (૫) ક્યારેક શિષ્યાદિ પ્રત્યે કે શાસનનાશકાદિ પ્રત્યે કરવા જરૂરી હોય તેવા પ્રશસ્ત કષાયની પણ તેમને જરાય રુચિ હોતી નથી.
(૬) કર્તુત્વ-ભોક્નત્વ પરિણામનો પક્ષપાત મરી ચૂક્યો હોય છે.
(૭) રાગાદિ ભાવોથી છૂટવાની તીવ્ર તમન્ના સ્વરૂપ મુમુક્ષા પરિણામથી ગર્ભિત સદનુષ્ઠાનાદિ પ્રત્યેની પ્રીતિથી જે સુખ પૂર્વે અનુભવાતું હતું, તે સુખની પણ તેમને હવે ઈચ્છા થતી નથી.
(૮) સાતમી દૃષ્ટિમાં અસંગઅનુષ્ઠાન પ્રવર્તતું હતું. એના નિમિત્તે ત્યાં જે ઉપેક્ષાભાવનું સુખ = ઉદાસીનભાવનું સુખ ઉદ્દભવતું હતું, તેમાં સામે ચાલીને જોડાવાની લાગણીથી પણ તેઓ વિરક્ત બને છે.
(૯) વગર બોલાવ્ય, સામે ચાલીને, આત્મવિશુદ્ધિથી આકર્ષાઈને આવી પડેલા એવા લૌકિક અને લોકોત્તર અમોઘ દિવ્ય યોગસંબંધી ઐશ્વર્ય લબ્ધિ-ઋદ્ધિ-સિદ્ધિ ચમત્કારશક્તિ વગેરેના આનંદથી પણ તેઓ અંદરથી પૂર્ણતયા ઉદાસીન હોય છે.
(૧૦) વધતા એવા (a) પ્રશસ્ત પરિણામો, (b) પ્રશસ્ત અધ્યવસાયો, (c) પ્રશસ્ત વેશ્યા અને () પ્રશસ્ત યોગના માધ્યમે આવેલા આનંદથી પણ તેઓ પૂરેપૂરા વિરક્ત હોય છે.
(૧૧) તેમને અવાર-નવાર સ્વપ્રમાં અપૂર્વ જિનપ્રતિમા, તીર્થ વગેરે જોવા મળે. ધ્યાન અને સમાધિ તો પછી પ્રગટતો અનાહત નાદ તેમને સંભળાય. દિવ્ય ધ્વનિ-દેવવાણી તેમને સંભળાય. દેવતા પણ એમને * દર્શન આપે. શાતા પૂછવા ઈન્દ્ર વગેરે પણ આવે. આવી દશામાં સામાન્ય માણસ હરખઘેલો થઈ જાય. જ પોતાની જાતને બીજા કરતાં ઘણી ઊંચી માની લે. પરંતુ આઠમી યોગદષ્ટિમાં રહેલા યોગીને અત્યંતશુક્લસ્વઆ પ્રદર્શનાદિજન્ય આનંદ પ્રત્યેનું પણ આકર્ષણ ઓસરી ગયું હોય છે. ભેદજ્ઞાન અને ગુણવૈરાગ્ય - આ
બેના પ્રભાવે ઉપરોક્ત ૧૧ બાબતો વિશે વિરક્ત-અનાસક્ત થવાના લીધે પરિપક્વપણે અને વિશુદ્ધપણે છે અસંગસાક્ષીભાવ તેમનામાં પરિણમે છે. તેના લીધે તે આસંગ દોષથી વિપ્રમુક્ત બને છે. પ્રાપ્ત ગુણસ્થાનકમાં ટો જ જકડી રાખે, ઉપરના ગુણઠાણે ચઢવા ન દે તેવી આસક્તિ એટલે આસંગ દોષ. ષોડશકાદિમાં વિસ્તારથી
તેનું વર્ણન મળે છે. ષોડશક, યોગદષ્ટિસમુચ્ચયવૃત્તિ, યોગબિંદુવૃત્તિ, દ્વાáિશિકાવૃત્તિ વગેરેમાં વર્ણવેલ “નિષ્પન્નયોગ' નામના યોગી પ્રસ્તુત આઠમી પરા દૃષ્ટિમાં વર્તતા હોય છે. તેઓ સહજપણે સર્વત્ર સર્વદા સમાધિનિષ્ઠ હોય છે. સમાધિ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપ માત્રનો પ્રકાશ, નિર્વિકલ્પ ચૈતન્યપ્રકાશ.
હમ વિકલ્પવાસનાને બાળી નાંખીએ ઈ. નિમિત્ત હોય કે ન હોય છતાં પણ નવી-નવી કલ્પના, આશા, ચિંતા, સ્મૃતિ, સંકલ્પ, વિકલ્પ, અંદરનો બડબડાટ (અંતર્જલ્પ), વિચાર વગેરે કરે જ રાખવાની અભિરુચિ-કુટેવ-વ્યસન એ વિકલ્પવાસના છે. આઠમી યોગદષ્ટિમાં વર્તતા મહાયોગી કેવલ પોતાના આત્માની અતીન્દ્રિય-અપરોક્ષ અનુભૂતિથી વણાયેલ સમાધિ સ્વરૂપ અગ્નિજ્વાળાથી વિકલ્પવાસનાને સમગ્રતયા સળગાવીને સાફ કરી નાંખે છે. તેના લીધે ‘પરા દૃષ્ટિવાળા યોગીનું મન નિર્વિકલ્પ હોય છે. વિકલ્પ ન હોવાના લીધે તેમને ઉત્તમ સુખ હોય છે' - આ પ્રમાણે યોગદૃષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે. “નિર્વિકલ્પ સુખ એ જ તાત્ત્વિક સુખ છે' – આવું બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. કર્તુત્વ-ભોક્નત્વ પરિણતિ તેમના અંતઃકરણમાંથી નીકળી જાય છે. તેમના નિર્વિકલ્પ બની ચૂકેલા અંતઃકરણમાં માત્ર અત્યંત નિર્મળ બોધ - વીતરાગ ચૈતન્યપ્રકાશ જ હોય છે. આઠમી યોગદષ્ટિમાં અંતઃકરણ આવું વિશદ-વિમલ બને છે.