________________
૫૩૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત (૧૪) ક્ષમા, (૧૫) વૈરાગ્ય, (૧૬-૧૮) અશુભ મન-વચન-કાયાનું નિયંત્રણ, (૧૯-૨૪) પૃથ્વી આદિ પજીવનિકાયની સંભાળ, (૨૫) સંયમયોગયુક્તતા, (૨૬) ઠંડી વગેરે વેદનાની તિતિક્ષા (સહિષ્ણુતા), (૨૭) મરણાન્ત ઉપસર્ગોને મિત્રબુદ્ધિથી સહન કરવા.”
_) કામાશ્વવનો ઉચ્છેદ ) પ્રસ્તુત ૨૭ ગુણો પ્રગટ થવાથી તે સાધુજીવનમાં રત્નત્રયબાધક હિંસા વગેરે અસઆયતનોને (= પાપસ્થાનોને) છોડે છે. તથા સદાચાર = પરિશુદ્ધ બાહ્ય યતના અને શુદ્ધ પરિણામ સ્વરૂપ સદાયતનને (= ધર્મસ્થાનને) સેવે છે. તેથી પાંચેય ઈન્દ્રિયોના નવા-નવા વિષયોમાં અભિરુચિની યોગ્યતા = પાત્રતા સ્વરૂપ કામાશ્રવનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેથી બહારમાં વિજાતીય વગેરે પ્રત્યેનું આકર્ષણ તથા અંદરમાં પ્રગટતી લબ્ધિ-સિદ્ધિ ચમત્કારશક્તિ વગેરે પ્રત્યેનું ઔસુક્ય મૂળમાંથી જ રવાના થાય છે. તથા પરમ ઔદાસીન્ય પરિણતિ સમ્યફ પ્રકારે પ્રવર્તે છે. તેનાથી પુષ્કળ કર્મનિર્જરા થાય છે. આ અંગે સામ્યશતકમાં
શ્રીવિજયસિંહસૂરિજીએ જણાવેલ છે કે “જે સાધકમાં (૧) ઔદાસીન્ય પરિણતિ ઉછળતી હોય, (૨) રપ મૈત્રીથી જે પવિત્ર થયેલ હોય, (૩) સંભ્રમ-સુક્ય જેમાંથી નીકળી ચૂકેલ હોય તેવા સાધકને કર્મો
પોતાની જાતે જ, જાણે કે કોપાયમાન થયા ન હોય તેમ, છોડી દે છે.” રીસે ભરાયેલી, કોપાયમાન
થયેલી રાણી જેમ રાજા પાસેથી રવાના થઈ જાય તેમ કોપાયમાન થયેલા કર્મો તેવા સાધક પાસેથી તમ રવાના થાય છે. તેથી તેના સાધનામાર્ગમાં બાહ્ય-અત્યંતર વિનો રવાના થાય છે. તેમની સાધના નિરતિચાર
બનતી જાય છે. રોગ નામનો ચિત્તદોષ અહીંથી સંપૂર્ણપણે રવાના થાય છે. તે દોષ સદનુષ્ઠાનની જાતિનો એ જ ઉચ્છેદ કરે છે - આવું ષોડશક, યોગદૃષ્ટિસમુચ્ચય, ધાર્નાિશિકાપ્રકરણ ગ્રંથમાં દર્શાવેલ છે. આ રીતે નૈઋયિક વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ - આ ત્રણેયનો પ્રકર્ષ અહીં સંભવે છે.
જ પ્રભાષ્ટિમાં વિશિષ્ટ પદ યોગફળની ઉપલબ્ધિ છે. યો પાંચમા ગુણસ્થાનક સુધી યોગપૂર્વસેવા હોય છે તથા છઠ્ઠા ગુણસ્થાનકથી મુખ્ય-તાત્ત્વિક યોગ શરૂ
થાય છે. પ્રભા દૃષ્ટિમાં રહેલા ભાવનિગ્રંથને યોગના ફળ તરીકે નીચેની વસ્તુઓ યથાવસરે સંપ્રાપ્ત થાય છે. (૧) પુનર્જન્મપરંપરાજનક કર્મશક્તિ બળી જાય. (૨) કામદેવના ધારદાર શસ્ત્રો નિષ્ફળ જાય. (૩) અવિદ્યાથી મલિન થયેલ ચિત્તની શુદ્ધિ થાય. (૪) દેવ-ગુરુ-યોગીનો પ્રસાદ અને પ્રેરણા મળે તેવા શુક્લ સ્વપ્રોનું દર્શન થાય. (૫) પ્રતિજ્ઞા કરેલ વિષયનો નિર્વાહ (પાલન) કરવા માટે જરૂરી મન-વચન-કાયાની સ્થિરતા મળે. (૬) સેંકડો વિપત્તિના વાદળો ઘેરી વળે તેવા સંયોગમાં પણ ધીરજ ટકી રહે, મન ચલાયમાન ન થાય. (૭) તત્ત્વ માર્ગને અનુસરનારી સાચી અને દઢ એવી આંતરિક શ્રદ્ધા-રુચિ પ્રગટ થાય. (૮) સર્વ જીવો પ્રત્યે મજબૂત મૈત્રી જાગે-જામે. (૯) શિષ્ટ પુરુષોમાં પ્રિય બને. (૧૦) પોતાના આત્મા વગેરે તત્ત્વનું સહજ પ્રતિભાજન્ય = પ્રાતિજ એવું ભાસન થાય, ભાવભાસન થાય, તત્ત્વાવલોકન થાય. (૧૧) ખોટો આગ્રહ છૂટી જાય. (૧૨) ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ વગેરે દ્વન્દ્રોને સારી રીતે સહન કરે. (૧૩) તેવા દ્વન્દ્રોને લાવનારા કર્મોની શક્તિને પરિશુદ્ધ યોગસાધના દ્વારા હણવાથી પ્રાયઃ તેવા દ્વન્દ્રોનો પણ વિનાશ થાય. (૧૪) સમાધિજનક અને સંયમસાધક એવા ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર વગેરે જરૂરી સાધનોની પ્રાપ્તિ સરળતાથી સહજપણે થાય. (૧૫) જીવનનિર્વાહનિમિત્તભૂત ગમે તેવા સાદા ભોજન-વસ્ત્રાદિથી પણ સાધક સદા સંતુષ્ટ રહે. (૧૬) સાચા-ખોટા દોષને