________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૧૪/૭)].
૫૩૫ છૂટે છે. તેથી કર્મમુક્ત આત્મદ્રવ્યને પૂર્ણતયા પ્રગટાવવાની પ્રબળ પ્યાસ તેના અંતરમાં પ્રગટે છે. જ્ઞાનાવરણ વગેરે દ્રવ્યકર્મથી, રાગ-દ્વેષાદિ ભાવકર્મથી અને શરીર-ઈન્દ્રિયાદિ નોકર્મથી પોતાના આત્મદ્રવ્યને સદા માટે મુક્ત બનાવવાની, પૂર્ણપણે પ્રગટ કરવાની અભિલાષા તીવ્ર બને છે. તેથી જ તે સિવાયના અન્ય કાર્યોમાં તેને બિલકુલ રસ રહેતો નથી. બીજી તમામ ચીજનું મહત્ત્વ તેના અંતરમાંથી ખરી પડેલું હોય છે. તે જ કારણે સામે ચાલીને આવી પડેલા સારા-નરસા નિમિત્તોના બળથી ઉત્કટ રાગ-દ્વેષ તેને ઉત્પન્ન થતા નથી. તેથી જ આત્મસ્વરૂપને ગ્રહણ કરવામાં તત્પર એવી તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે, સ્થિર થાય છે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “જેને સર્વત્ર (= ક્યાંય પણ) સ્નેહ ઉછળતો નથી, તે-તે શુભવતુ પામીને જે ખુશ થતા નથી અને તે-તે અશુભ વસ્તુને પામીને જે નારાજ થતા નથી, તે જ સાધકની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત = સ્થિર થયેલી છે.”
- આપણા ઉપયોગમાંથી રાગાદિને છૂટા પાડીએ કરી આત્મસ્વરૂપગ્રાહક સ્થિર પ્રજ્ઞાના બળ દ્વારા, (૧) “મારી ઉપયોગપરિણતિમાંથી મારે અત્યંત ઝડપથી . રાગાદિ ભાવોને પૂરેપૂરા જુદા પાડી દેવા છે. વિભાવ પરિણામોના બંધનમાંથી મારા ઉપયોગને સંપૂર્ણપણે મુક્ત કરવો છે' - આવા સંવેગપૂર્વક તથા (૨) “રાગાદિ પરિણામો મારું સ્વરૂપ નથી જ' - આવી રહ્યા શ્રદ્ધાપૂર્વક તથા (૩) “મારે રાગાદિનું કાંઈ જ કામ નથી. મારા ચૈતન્યસ્વભાવમાં એ માત્ર ઉપદ્રવને . કરનારા છે. રાગાદિથી હું તો ત્રાસી ગયો છું - આવા નિર્વેદપૂર્વક તમામ શુભાશુભ રાગાદિ ભાવોને ન પોતાની ઉપયોગપરિણતિમાંથી જુદા પાડવાનો અંતરંગ ઉદ્યમ નિરંતર પ્રવર્તવાથી શુદ્ધ ઉપયોગ પરિણતિ પ્રગટે છે તથા પ્રબળ બને છે. પરિણતિમાંથી “અમારા રાગને દૂર કરવા શ્રદ્ધા સમર્થ છે' - આવી ઉત્તરાધ્યયનસૂત્રની વાતનું અહીં અનુસંધાન કરવું. “રાગાદિ (૧) મારું સ્વરૂપ નથી, (૨) મારો સ્વભાવ છે. નથી, (૩) મારો ગુણધર્મ નથી, (૪) મારું કાર્ય પણ નથી, (પ) મારે ભોગવવા યોગ્ય પણ નથી, એ (૬) વિશ્વાસ કરવા યોગ્ય નથી કે (૭) મારા સુખનું કારણ પણ નથી જ' - આવી દઢ શ્રદ્ધા આવે તો તો ઉપયોગમાં રાગ કેમ ભળી શકે ? તેને ઉપયોગમાંથી નીકળે જ છૂટકો. એવો આશય છે. |
જ પાંચ પ્રકારની પ્રજ્ઞાને પ્રગટાવીએ કે આ અવસ્થામાં યોગી (૧) આશુપ્રજ્ઞ = સર્વત્ર તાત્કાલિક આત્મગ્રાહી બોધ પ્રગટે તેવી ક્ષમતાવાળા બને છે. (૨) તીવ્રપ્રજ્ઞ = તીવ્રતાથી, તન્મયતાથી, એકાકારતાથી આત્મતત્ત્વને કેન્દ્રમાં રાખી શાસ્ત્રને ગ્રહણ કરનારી પ્રજ્ઞાવાળા બને છે. (૩) તીક્ષ્ણપ્રજ્ઞ = શાસ્ત્રવચનના અને ગુરુવચનના ગૂઢ મર્મને -રહસ્યને–તાત્પર્યને પકડનારી દૃષ્ટિવાળા-પ્રજ્ઞાવાળા બને છે. (૪) મહાપ્રજ્ઞ = ક્ષુદ્રતા-તુચ્છતા-સંભ્રમ -કુતૂહલ-ઉત્સુક્તાદિથી રહિત, ગંભીર, શાંત અને ઉદાત્ત એવી પ્રજ્ઞાવાળા થાય છે. તથા (૫) નૈષેધિકપ્રજ્ઞા = નૈષેલિકીપ્રજ્ઞાવાળા = દેહ-ઈન્દ્રિય-મન-વિભાવ-વાણી-વિકલ્પ-વિચાર-કર્મ વગેરે મારું સ્વરૂપ નથી. અશુદ્ધ ગુણો, અશુદ્ધ પર્યાયો પણ મારું સ્વરૂપ નથી, પરપરિણામોનું કર્તૃત્વ, ભોસ્તૃત્વ, જ્ઞાતૃત્વ કે દમૃત્વ (જુઓ-૧૨/૧૦) પણ પરમાર્થથી મારામાં નથી' - આવી સર્વકાલીન સાર્વત્રિક જીવંત ભેદવિજ્ઞાનની પરિણતિવાળા હોય છે. આ છે પ્રભા દષ્ટિમાં પ્રવિષ્ટ પરમયોગીની પાંચ પ્રકારની પ્રજ્ઞાનો પાવન પરિચય.
t/ પ્રભાષ્ટિમાં આત્મધ્યાન સ્થિર બને છે આ રીતે પાંચ પ્રકારની પવિત્ર પ્રજ્ઞાન મેળવ્યા બાદ, આત્મસાત્ કર્યા પછી આત્મધ્યાન સ્થિર થાય