________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)]
૫૨૭
ધારણા કરવામાં અંતઃકરણ સ્વરસથી સહજપણે પ્રવર્તે છે. તેથી જ સાંસારિક પ્રવૃત્તિઓથી તે ઘેરાયેલ હોવા છતાં સાંસારિક પ્રવૃત્તિમાં રુચિ-તલપ-અભિલાષા-તન્મયતા વગેરે આવતી નથી, જાગતી નથી. તથા પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં અભિલાષા વગેરે જાગે જ છે. આ અંગે યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે ‘ગ્રંથિભેદ કરવાના લીધે ઉત્તમ = શુદ્ધ એવા ભાવને = નિજસ્વભાવને જોતો સાધક સાંસારિક પ્રવૃત્તિ વગેરેથી ઘેરાયેલ હોવા છતાં પણ રાગાદિશૂન્ય નિજસ્વભાવમાં તેનું ચિત્ત ચોંટતું નથી - એવું નથી.’ * લોકસંજ્ઞાને - લોકવાસનાને છોડીએ
ભવવિરક્ત સાધક પોતાની શક્તિને છૂપાવ્યા વિના બિનજરૂરી પાપપ્રવૃત્તિને છોડે છે. જીવનનિર્વાહ માટે જરૂરી એવી પણ પાપપ્રવૃત્તિને તે ઘટાડે છે. ધર્મમાં શિથિલ એવા અનેક લોકોએ જે આચરેલું હોય તેને જ આચરવાની અભિરુચિ સ્વરૂપ લોકસંજ્ઞાને તે પૂરેપૂરી છોડે છે. તેમજ નવા -નવા અનેક લોકોનો પરિચય કરવાની આસક્તિ અને તેઓના મનને ખુશ કરવાની આસક્તિ સ્વરૂપ લોકવાસનાને પણ તે પૂર્ણતયા છોડે છે. સમ્યગ્ યોગદશા અહીં પ્રગટ થાય છે.
→ દેશવિરતિધર્મરત્નયોગ્ય એકવીસગુણસંપન્ન →
-
ૐ
યો
દેશવિરતિ વગેરે સ્વરૂપ ધર્મરત્નના એકવીસ ગુણો અહીં પ્રગટ થાય છે. શ્રીશાંતિસૂરિજીએ ધર્મરત્ન પ્રકરણમાં જણાવેલ છે કે – “એકવીસ ગુણોથી જે યુક્ત હોય તે વ્યક્તિ દેશવિરતિ વગેરે સ્વરૂપ ધર્મરત્નને યોગ્ય છે. ગુણો આ પ્રમાણે છે (૧) અક્ષુદ્ર, (૨) રૂપવાન, (૩) સૌમ્ય સ્વભાવવાળો, (૪) લોકપ્રિય, (૫) અક્રૂર, (૬) ભીરુ, (૭) અશઠ, (૮) દાક્ષિણ્યવાળો, (૯) લજ્જાળુ, (૧૦) દયાળુ, (૧૧) મધ્યસ્થ અને સૌમ્યદૃષ્ટિવાળો, (૧૨) ગુણાનુરાગી, (૧૩) સારી કથા કરવાવાળો, (૧૪) સારા કુળમાં જન્મેલો, (૧૫) સૂક્ષ્મ દીર્ઘદૃષ્ટિવાળો, (૧૬) વિશેષજ્ઞ, (૧૭) વડીલને અનુસરનાર, (૧૮) વિનયી, (૧૯) કૃતજ્ઞ, (૨૦) પરના હિતને કરનાર તથા (૨૧) લક્ષ્યને પકડનાર (ચકોર).” મહદ્ અંશે આવા ગુણો અહીં પ્રગટેલા હોય છે. શ્રીનેમિચન્દ્રસૂરિજીએ પ્રવચનસારોદ્વારમાં, શ્રીરત્નશેખરસૂરિજીએ સંબોધિસત્તરીમાં તથા શ્રીવર્ધમાનસૂરિજીએ આચારદિનકરમાં શ્રાવકના આ જ એકવીસ ગુણો દર્શાવેલા છે. શ્રીચન્દ્રપ્રભસૂરિજીએ રચેલ દર્શનશુદ્ધિ પ્રકરણનું બીજું નામ સમ્યક્ત્વપ્રકરણ છે. તેમાં તથા ઉદયપ્રભસૂરિકૃત ધર્મવિધિવૃત્તિમાં પણ આ જ એકવીસ ગુણો સમ્યક્ત્વાદિ ધર્મરત્નને યોગ્ય જીવના જણાવેલ છે. એ જ રીતે પુષ્પમાલા ગ્રંથમાં શ્રીહેમચંદ્રસૂરિજીએ દર્શાવેલા દેશવિરતિપ્રાયોગ્ય ગુણો પણ અહીં કાંતાદૃષ્ટિમાં પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે ‘(૧) સંવેગથી ભાવિત મનવાળો, (૨) સમ્યગ્દર્શનમાં નિશ્ચલ, (૩) સ્થિરપ્રતિજ્ઞાવાળો, (૪) વિશેષ રીતે જિતેન્દ્રિય, (૫) માયારહિત, (૬) પ્રજ્ઞાપનીય કદાગ્રહશૂન્ય, (૭) કૃપાળુ, (૮) સાધુધર્મમાં પણ કુશળ, (૯) પ્રાશ, (૧૦) જિનાજ્ઞામાં રુચિવાળો, (૧૧) સુશીલ અને (૧૨) દેશવિરતિના સ્વરૂપને વિશેષ પ્રકારે જાણનાર સાધક દેશવિરતિનો અધિકારી છે.'
=
-
મૈં તાત્ત્વિક વિરતિપરિણામથી ગુણો ગુણાનુબંધી થાય છે
આ રીતે સદ્ધર્મની સાધના અને સદ્ગુણ આ બન્નેના પ્રભાવથી મોટા ભાગે કાન્તા નામની છઠ્ઠી
યોગદૃષ્ટિમાં બે થી નવ પલ્યોપમ જેટલી મોહનીય વગેરે કર્મની સ્થિતિને ખપાવીને સાધક દેશિવરતિની
આ
ધ્યા
-