________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૬/૦)]
૫૨૧
જ સમ્યગ્દર્શનને ટકાવનારા ગુણવૈભવને માણીએ જ સ્થિરા નામની પાંચમી યોગદષ્ટિમાં પ્રવેશ કરીને તે સાધક સમ્યગ્દર્શનના સ્થિરીકરણ માટે સમ્યક્તકૌમુદીમાં શ્રીજિનહર્ષગણિવરે વર્ણવેલા ગુણોને આત્મસાત્ કરે છે. ત્યાં જણાવેલ છે કે “(૧) જિતેન્દ્રિય, (૨) સર્વ જીવો પ્રત્યે કૃપાળુ, (૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સ્વરૂપને જાણવામાં નિપુણ, (૪) સુંદર ગુણોનો અનુરાગી, (૫) ઉચિત કર્તવ્ય પાલનમાં નિમગ્ન, (૬) ગુરુના અને પ્રભુના ભક્ત, (૭) શંકા-કાંક્ષા-વિચિકિત્સાદિ દોષથી શૂન્ય, (૮) સતત પ્રસન્ન, (૯) સર્વજ્ઞ તીર્થકરના શાસનની જબ્બર ઉન્નતિ-પ્રભાવના કરવામાં સદા જાગૃત, (૧૦) સંવેગના રસથી સૌભાગ્યવાન, (૧૧) ચતુર આશયવાળા, (૧૨) અતિઉત્તમ જીવો શિવસુખના બીજ સમાન સમ્યક્તને પુણ્યવશ મેળવીને સાચા અર્થમાં સંભાળે છે, પાળે છે.”
# સ્થિરાદૃષ્ટિનો વિકાસ & જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ આત્માર્થીને થાય ત્યારે “આ શુદ્ધ આત્મદ્રવ્ય, આ તેના શુદ્ધ ગુણો તથા એ આ તેના શુદ્ધ પર્યાયો...” આવી રીતે શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયનું વિભાજન કરવાના વિકલ્પમાં સાધક ધ્યા ખોટી થતો નથી, રોકાતો નથી. ત્યારે તો સમકિતી શુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદ પાડ્યા વિના, સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયો પૂર્ણપણે પરસ્પર વણાયેલા હોય તે રીતે આખા નિજ શુદ્ધસ્વભાવને એકીસાથે ન નિર્વિકલ્પપણે અનુભવે છે. નિજ વસ્તુના શુદ્ધ સ્વરૂપને સમગ્રપણે ગ્રહણ કરીને યથાર્થપણે તેનો અનુભવ સમ્યગ્દષ્ટિ કરે છે. તેવી દશામાં તેને અનાકુળ અપૂર્વ ચિદાનંદરસનું સમ્યફ પ્રકારે વેદના થાય છે. તેના બળથી સમકિતીને ખ્યાલમાં આવે છે કે “આકુળતા-વ્યાકુળતાદિ સ્વરૂપ રાગ-દ્વેષાદિ ભાવો મારું સ્વરૂપ છે નથી. મારું સ્વરૂપ તો આકુળતા-વ્યાકુળતા વગરનું પરમાનંદમય છે. નિરાકુળ જ્ઞાન-દર્શન ઉપયોગ જ : મારું સ્વરૂપ છે. તેમાં તો અંશતઃ પણ રાગાદિ ભાવો નથી. તેથી ત્યારે સમકિતીનો અંદરમાં ઉપયોગ પણ રાગાદિથી ભિન્ન થાય છે. રાગાદિના અધ્યાસથી તેનો ઉપયોગ (= ચેતના = ચૈતન્ય) મુક્ત થાય છે. તેને
દેહાદિભિન્નરૂપે આત્મસાક્ષાત્કાર છે રાગાદિના વળગાડથી મુક્ત પોતાના વિશુદ્ધ ચૈતન્યરસમાં ડૂબકી લગાવીને પોતે પોતાની દેહાદિભિન્નસ્વરૂપે સાક્ષાત્ અનુભૂતિ કરી લે છે. જેમ કમળમાં પાણી કાયમ સ્વભાવથી જ ભિન્ન = છૂટું રહે છે, તેમ નિર્મલ આત્મા સ્વભાવથી જ શરીરમાં રહેવા છતાં શરીરથી) જુદો જ રહે છે' - આ પ્રમાણે પૂર્વોક્ત (૭/૧૦) પરમાનંદપંચવિંશતિ સંદર્ભમાં જે બતાવેલ છે, તે સ્વરૂપે સમ્યગ્દષ્ટિ પોતાના આત્માનું સંવેદન કરે છે તથા ઇન્દ્રિય વગેરેની સહાય વિના જ આ પ્રમાણે તે સંવેદન કરે છે. અહીં માત્ર શાસ્ત્રાધારે દેહાદિભિન્ન આત્માની કેવળ બૌદ્ધિક જાણકારીની કે ઉપલક માહિતીજ્ઞાનની કે પરોક્ષ બોધની વાત ચાલતી નથી. પરંતુ તે મુજબ તે સાક્ષાત્ સંવેદન કરે છે - આવું અભિપ્રેત છે.
-- જીવનની સફળતાને અનુભવીએ . સમકિતીને પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો સમસ્ત ખજાનો પોતાના જ આત્મપ્રદેશોમાં હર્યો -ભર્યો અનુભવાય છે. અવિકારી નિજ ચૈતન્યરસથી તરબોળ બનેલા સ્વાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોમાં ઐક્યની અખંડ અપરોક્ષ અતીન્દ્રિય અનુભૂતિ સ્વરૂપ પોતાનું સર્વસ્વ પ્રગટ થતાં જ પોતાના આત્માની દિવ્યતા