________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)]
૫૧૯
મૈં સ્થિરાદૃષ્ટિમાં પ્રવેશ
ત્યારે પોતાના ચિદાકાશમાં સમ્યગ્દર્શનનો સૂરજ ઉગે છે. ‘(A) દુર્લભ દિવ્ય કામકુંભ, (B) દૈવી કામધેનુ, (C) કલ્પવૃક્ષ, (D) ચિંતામણિરત્ન, (E) દેવઅધિષ્ઠિત કુત્રિકાપણ (= જ્યાં ત્રણ લોકની તમામ ચીજ મૂલ્ય આપવા દ્વારા મળી શકે તેવી દેવતાઈ દુકાન), (F) સંજીવની વગેરે દિવ્ય ઔષિધ, (G) મહાપ્રભાવશાળી પરમમંત્ર, (H) અમૃત વગેરેથી પણ સમ્યગ્દર્શન ચઢિયાતું છે' - આવું તે અનુભવે છે. આ રીતે સાધક ‘સ્થિરા' નામની પાંચમી યોગદૃષ્ટિમાં પ્રવેશ કરે છે.
→ મહાનિશીથસૂત્ર મુજબ સમકિતપ્રાપ્તિનો માર્ગ કે
-
અહીં મહાનિશીથ સૂત્રનો પ્રબંધ ઊંડાણથી વિચારવો. ત્યાં ‘સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું વર્ણન આ પ્રમાણે મળે છે કે – “સૌ પ્રથમ (૧) જ્ઞાન (= ‘હું દેહાદિભિન્ન શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા છું - તેવી આંતરિક પ્રતીતિ - ઓળખાણ) જોઈએ. પછી (૨) દયા જોઈએ. (૩) દયાથી જગતના જીવ = દેવ, નરક, અસંખ્યવર્ષના આયુષ્યવાળા યુગલિક એવા તિર્યંચ અને મનુષ્ય, નિરુપક્રમ આયુષ્યવાળા ત્રેસઠશલાકા એ પુરુષ તથા ચરમ શરીરી જીવો, પ્રાણ = દશપ્રાણધારી સામાન્ય પંચેન્દ્રિય પ્રાણીઓ, ભૂત = પૃથ્વીકાયાદિ ધ્યા પાંચ પ્રકારના સ્થાવરો તથા સત્ત્વ = સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચ અને વિકલેન્દ્રિય (પાક્ષિકસૂત્રવૃત્તિના આધારે) - આ ચારેય પ્રકારના [અથવા પ્રાણ = વિકલેન્દ્રિય, ભૂત = વનસ્પતિકાય, જીવ = પંચેન્દ્રિય, સત્ત્વ = બાકીના જીવો - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં (ગા.૫૭) ઉષ્કૃત ગાથાના આધારે આ ચાર પ્રકારના] સર્વ સંસારી આત્માઓને સાધક પોતાના આત્મા જેવા જ જુએ છે. (૪) જગતના અ સર્વ જીવ વગેરેમાં આત્મસમદર્શિતાના લીધે તે જ જીવ, પ્રાણી વગેરેને (a) સંઘટ્ટો સ્પર્શ, (b) પ્રાણવિયોગ વગેરે સ્વરૂપ દુઃખને ઉત્પન્ન
પરિતાપના, (c) કિલામણા
=
તીવ્ર પીડા, (d) ઉપદ્રવ
=
ดู કરવાનો અને (e) તેઓને ભય થાય તેવી પ્રવૃત્તિનો સાધક ત્યાગ કરે છે. (૫) પરપીડાપરિહારથી યો અનાશ્રવ થાય. (૬) અનાશ્રવથી આશ્રવ દ્વારો સ્થગિત થાય = સંવર થાય. (૭) આશ્રવદ્વારો બંધ થવાથી ઈન્દ્રિય-મનનું દમન તથા ઉપશમભાવ આવે. (૮) તેનાથી શત્રુ અને મિત્ર બન્ને ઉપર સમાન પક્ષપાત આવે. (૯) આમ શત્રુ-મિત્રમાં એકસરખી લાગણી પ્રવર્તવાના લીધે રાગ-દ્વેષ છૂટે છે, મધ્યસ્થતા આવે છે. (૧૦) તેના લીધે (અનન્તાનુબંધી) ક્રોધ-માન-માયા-લોભ જાય છે. (૧૧) તેના લીધે આત્મસ્વભાવ અકષાયી બને છે. [પંચકલ્પભાષ્યપૂર્ણિ (ગા.૧૧૩૫, પૃ.૧૩૫) મુજબ અહીં કષાય હોવા છતાં તેનો પરમ નિગ્રહ કરવાથી અકષાયીપણું સમજવું. ] (૧૨) અકષાયસ્વભાવના લીધે સમ્યક્ત્વ મળે છે. (૧૩) સમ્યક્ત્વથી જીવાદિ પદાર્થોનો યથાર્થ નિશ્ચય થાય છે.” મહાનિશીથસૂત્રનું અનુસંધાન કરીને અહીં અમે બતાવેલ સમ્યગ્દર્શનપ્રાપ્તિની પ્રક્રિયાને સમજવા પ્રયત્ન કરવો. તથા તે મુજબ અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થનો પણ પ્રારંભ કરવો. તો કાર્યનિષ્પત્તિ થાય. માત્ર વાંચવાથી, સાંભળવાથી, સંભળાવવાથી, લખવાથી કે વિચારવાથી કાર્યનિષ્પત્તિ ન થાય. પરંતુ આંતરિક મોક્ષમાર્ગને ઓળખીને તેવા પ્રકારની આત્મસ્થિતિ-આત્મદશા ઊભી કરવાથી સમકિત વગેરે કાર્યની નિષ્પત્તિ થાય.
સમરાદિત્યકથા મુજબ સમકિતપ્રાપ્તિનો માર્ગ
તે જ રીતે સમરાઈચ્ચકહા (સમરાદિત્ય કથા) ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ આ અંગે જે જણાવેલ