________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ +ટબો (૧૬/૭)]
૫૧૭ છે કે તેનાથી પોતાને અંદરમાં અનુભવાય છે કે “મોક્ષમાર્ગ અંદરમાં જ છે. મોક્ષમાર્ગ શમપ્રધાન-શાન્તિપ્રધાન છે. આ મોક્ષમાર્ગ પૂર્વે ક્યારેય ઓળખાયેલ નથી. એ અપૂર્વ છે. આ મોક્ષમાર્ગ માત્ર અનુભવગમ્ય જ છે.” પોતાની વર્તમાન ભૂમિકાને ઉચિત એવા મોક્ષમાર્ગને વિશે હકીકતમાં હવે તેને કોઈ ભ્રાન્તિ રહેતી નથી. આવા અબ્રાન્ત આંતરિક અપૂર્વ મોક્ષમાર્ગને વિશે અમોઘ = સફળ દિશાસૂચન તે ચરમ યથાપ્રવૃત્તકરણનું સામર્થ્ય કરાવે છે. તે સામર્થ્યના લીધે જ આ સાધક આવા આંતરિક મોક્ષમાર્ગની સ્પર્શના કરે છે. તે મોક્ષમાર્ગ તેને અંદરથી જ ગમે છે, રુચે છે. અંતર્મુખી (= નિજાત્મસન્મુખી), પ્રશાંત અને પ્રકૃષ્ટ વિરક્ત એવી પોતાની જ આંતરિક પરિણતિની મોક્ષમાર્ગરૂપે સાચી ઓળખાણ થાય છે. તે સ્વરૂપે તે યથાર્થ સંવેદન કરે છે. ત્યાર બાદ તેને જ વારંવાર સમ્યક્ પ્રકારે વાગોળ્યા કરે છે, યાદ કર્યા રાખે છે. આ આંતરિક મોક્ષમાર્ગની દઢ શ્રદ્ધા એના અંતરમાં સતત જાગ્રત રહે છે. અંતર્મુખી પ્રશાંત વિરક્ત પરિણતિની મોક્ષમાર્ગ સ્વરૂપે સંવેદના-સંસ્મરણ-શ્રદ્ધા વગેરેના લીધે મોક્ષમાર્ગે શક્તિ મુજબ સાધક ભગવાન પ્રવૃત્તિ પણ કરે છે. ચરમ યથાપ્રવૃત્તકરણની દિવ્ય શક્તિથી આ બધું અંદરમાં સતત સહજતઃ થયા કરે છે. તેનાથી મોહનીયાદિ કર્મનો પ્રબળ ક્ષયોપશમ (ધરખમ ઘટાડો) . થાય છે. તેના લીધે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ સંબંધી ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ રા તેના જીવનમાં પ્રકૃષ્ટ બને છે. અહિંસાદિ યમની ઈચ્છા તે ઈચ્છાયમ. તથા શમપ્રધાન-શાંતિપ્રધાન અહિંસાદિ યમનું પાલન તે પ્રવૃત્તિમ. આ બન્નેનું વિસ્તારથી નિરૂપણ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં મળે છે. છે!
શુભ-અશુભ દ્રવ્યાદિમાં સમતા જ (૩૩) આ રીતે અહિંસાદિસંબંધી પ્રકૃષ્ટ ઈચ્છાયમનું અને પ્રવૃત્તિયમનું પાલન કરવાથી સાધક . ભગવાનમાં સહજમાનો પુષ્કળ ઘટાડો થાય છે. જેમ દિવસો જૂની કબજિયાતમાંથી – મળમાંથી છૂટકારો ! મળવાથી માણસને પ્રસન્નતાનો, હુર્તિનો, તાજગીનો અનુભવ થાય, તેમ અનાદિકાલીન સહજમળનો : રેચ થવાથી સાધક પ્રભુને અંદરમાં સ્વાભાવિક આનંદનો અનેરો અનુભવ થાય છે. ફરિયાદી વલણને છે મૂળમાંથી રવાના કરે તેવો આનંદ અનુભવાય છે. અંદરમાં અત્યંત પ્રગાઢ તૃપ્તિ અનુભવાય છે. તેથી મેં બહારની સારી ચીજ મળી જાય, પોતાની કદર કરનારી વ્યક્તિ મળી જાય, સારી જગ્યા વગેરે મળી જાય તો હરખાવા જેવું લાગતું નથી. શુભ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેમાં ઈષ્ટપણાની બુદ્ધિ થતી નથી. તથા બહારમાં કોઈ પ્રતિકૂળ-અશુભ ચીજ વગેરે આવી જાય તો તેનો તેને અણગમો થતો નથી. તેમાં તેને અનિષ્ટપણાની બુદ્ધિ થતી નથી. આમ સારા-નરસા દ્રવ્ય-ક્ષેત્રાદિમાં ગમો-અણગમો રવાના થવાથી યોગબિંદુમાં તથા કાત્રિશિકામાં બતાવેલ સમતાયોગ ઉપર સાધક ભગવાન આરૂઢ થાય છે.
2 નૈઋચિક ચરમ યથાપ્રવૃત્તકરણનો પ્રકર્ષ ! (૩૪) આ રીતે સર્વ જીવોમાં શિવદર્શન કરવાથી અને સર્વ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં સમતા રાખવાથી કર્મનો આત્મામાં પગપેસારો થાય તેવી આત્મદશા ઝડપથી પલાયન થાય છે. હવે દીર્ઘ કાળની સ્થિતિવાળા નવા-નવા કર્મોને બાંધવાની અભિરુચિસ્વરૂપ કર્મવાસનાને સાધક પૂરેપૂરી છોડે છે. આ રીતે અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું નૈૠયિક ચરમ યથાપ્રવૃત્તકરણ અહીં પ્રાપ્ત થાય છે અને તે પરમ પ્રકર્ષને પામે છે. આ રાગાદિ પર પરિણામ છે. ચૈતન્ય સ્વપરિણામ છે' - આ રીતે સ્વ-પરપરિણામને જુદા કરવામાં આ ચરમ યથાપ્રવૃત્તકરણ નિપુણ હોય છે.