________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)]
૫૧૫
છે. આવા ઉમદા તત્ત્વો બળવાન બનવાના લીધે કુશલાનુબંધની = મોક્ષસહાયક શુભ અનુબંધની પરંપરા એના આત્મામાં પ્રકૃષ્ટપણે વધતી જ જાય છે.
* અવંચકયોગનો પ્રકર્ષ
(૨૩) હવે શ૨ી૨, ઈન્દ્રિય વગેરેથી ભિન્ન અને કર્તૃત્વાદિશૂન્ય એવા પોતાના ચેતનતત્ત્વમાં પોતાની ચિત્તવૃત્તિનો પ્રવાહ નિરંતર દૃઢ રુચિથી ઢળે છે, પ૨મ પ્રીતિથી ઝૂકે છે, પ્રબળ ભક્તિભાવથી સમર્પિત થાય છે. (= ક્રિયાઅવંચકયોગ પ્રાપ્તિ.) આ રીતે પોતાના જ શુદ્ધ ચેતનતત્ત્વમાં જ્યારે પોતાનો ચિત્તવૃત્તિપ્રવાહ લીન-સંલીન-વિલીન થાય છે ત્યારે વીતરાગનમસ્કાર શુદ્ધ બને છે, સ્થિર-ઢ થાય છે. તથા ‘નમો અરિહંતા' પદ ત્યારે પરમાર્થથી તન્મયપણે પરિણમે છે. પોતાના વીતરાગ ચૈતન્યસ્વરૂપ તરફ અહોભાવથી નિરંતર ઝૂકેલા રહેવા સ્વરૂપે ‘ળમો અરિહંતાનં’ પદમાં આત્માર્થી સાધક સ્થિર થાય છે, એકાકાર થાય છે. (= ફલાવંચકયોગ પ્રાપ્તિ.) આમ યોગાવંચક, ક્રિયાઅવંચક અને ફલાવંચક યોગ વિશુદ્ધ થતા જાય છે તથા પ્રકૃષ્ટ થતા જાય છે. પ્રસ્તુતમાં યોગદૃષ્ટિ સમુચ્ચયની એક કારિકાનું અનુસંધાન કરવું. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘ચરમ યથાપ્રવૃત્તકરણમાં સહજમળ (= અનાદિકાલીન આત્મસ્વભાવવિરોધીબળ સ્વરૂપ ગાઢ આશ્રવદશા) અત્યંત અલ્પ થવાના લીધે, ગ્રંથિભેદની નજીક રહેલા સાધકને અહીં જણાવેલ ત્રણ અવંચકયોગ વગેરે બધી બાબતો પ્રગટ થાય છે.'
COL
* એકાગ્ર ચિત્તનો લાભ
(૨૪) યોગદૃષ્ટિ સમુચ્ચયમાં જણાવેલ આત્મતત્ત્વનો અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા તથા શ્રવણ ગુણનું બળ અહીં માર્ગપતિત દશામાં પ્રગટેલ હોય છે. તથા ષોડશકમાં દર્શાવેલ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ અને ચિત્ત ઉત્થાન આ દોષો દીપ્રા નામની ચોથી યોગદૃષ્ટિવાળી ભૂમિકામાં હોતા નથી. આમ આ ચાર ગુણોનું બળ પ્રાપ્ત યો થવાના લીધે તથા ચાર ચિત્તદોષોનો પરિહાર થવાના લીધે સાધકની ચિત્તવૃત્તિ પોતાના જ પરમાત્મતત્ત્વમાં સ્થિર બને છે. નિજપરમાત્મસ્વરૂપલીનતામાં જ આનંદની પ્રબળ ઊર્મિઓ અને અદમ્ય લાગણીઓ ઉછળે છે, છે. તેથી અધ્યાત્મસારમાં દર્શાવેલ ‘એકાગ્ર’ ચિત્તને આત્માર્થી સાધક અહીં મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “અદ્વેષ વગેરે ગુણવાળા સાધકોનું ચિત્ત ખેદાદિ દોષોનો ત્યાગ કરવાથી કાયમ માટે સાધનામાં એકાગ્ર હોય છે. એકસરખો ધ્યેયાકાર વૃત્તિપ્રવાહ ચિત્તમાં હોવાના કારણે તે ચિત્ત ‘એકાગ્ર’ તરીકે માન્ય છે.” ૐ આત્મામાં પરમાત્મદર્શન
-
(૨૫) પોતાના પરમાત્મસ્વરૂપમાં ચિત્ત એકાગ્ર બનવાથી આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જેના કારણે યોગબિંદુમાં દર્શાવેલ ‘ધ્યાનયોગ’ અહીં પરિણમે છે. યોગબિંદુમાં જણાવેલ છે કે ‘પ્રશસ્ત એક આલંબનવાળું ચિત્ત જ્યારે સ્થિર દીવા જેવું ધારાવાહી સૂક્ષ્મ જ્ઞાનોપયોગવાળું બને તેને પંડિતો ધ્યાન કહે છે.’ (૨૬) દીપ્રા નામની ચોથી યોગદૃષ્ટિમાં પોતાના જ નિષ્કષાય અને નિર્વિકાર પરમાત્મસ્વરૂપનું ધ્યાન અંદરમાં પરિણમવાના લીધે આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે હજુ સુધી પોતાનું પરમાત્મતત્ત્વ અવ્યક્ત હોવા છતાં પણ સાધકને પોતાના વિશુદ્ધ પરમાત્મતત્ત્વની અભ્રાન્તપણે તથા દૃઢપણે અંદરમાં પ્રતીતિ (= યથાર્થ સ્થિર બોધ) પ્રગટે છે કે ‘હું પોતે જ નિષ્કષાય-નિર્વિકાર ચૈતન્યસ્વરૂપ છું.’