________________
૫૧૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)]. કરવાનો પરિણામ, (2) પાંચેય ઈન્દ્રિયના વિષયોના ઉપાર્જન-સંગ્રહ-સંરક્ષણ-સંવર્ધન-લેવડ-દેવડ-ઉપભોગ -પરિભોગ વગેરે વ્યવહારો તથા (૩) માનસિક સંકલ્પ-વિકલ્પો... આ ત્રણેય પ્રકારના સંસારમાં જીવને પૂર્વે (ભવાભિનંદી દશામાં) રસ-કસના દર્શન થતા હતા. પરંતુ હવે તેને આ ત્રણેય પ્રકારના સંસાર અંતરમાં (A) અસાર જણાય છે, (B) તુચ્છ લાગે છે, (C) અનર્થકારી સ્વરૂપે વેદાય છે, (D) વળગાડરૂપે પ્રતીત થાય છે, (E) વિડંબના સ્વરૂપ દેખાય છે, (F) છઠ્ઠી આંગળી જેવા કષ્ટદાયક-નડતરરૂપ જ લાગે છે, (G) ઉપાધિનું પોટલું લાગે છે, (H) પાપના ઉદયમાં કે ભવાંતરમાં પોતાના અશરણરૂપે ભાસે છે, (0) નાશવંતરૂપે પ્રતિભાસે છે, (J) દગાબાજ-અવિશ્વસનીય-ઠગારા જણાય છે, (K) અશુચિ-અપવિત્ર સ્વરૂપે અનુભવાય છે, (L) એક જાતની લપ લાગે છે. પૂર્વે માર્ગાભિમુખ દશામાં શાસ્ત્રાભ્યાસ, સત્સંગ વગેરેના પ્રભાવે આ જીવ સંસારને અસાર માનતો હતો. પરંતુ હવે માર્ગપતિત અવસ્થામાં તો પોતાને જ અંતરમાં ત્રણેય પ્રકારના સંસાર અસાર લાગે છે. આટલી અહીં વિશેષતા છે. અનુકૂળ ધર્મપત્ની સાથેના જરૂરી વ્યવહારો પણ હવે જીવને પોતાને અંદરથી જ સ્વતઃ અસાર અને અનર્થકારી લાગે છે. એ
) ભવાભિનંદી દશાની વિદાય ) (૫) ઉપરોક્ત ત્રણેય પ્રકારના સંસારમાં ઓત-પ્રોત બનીને, તન્મય બનીને તેમાં જ કર્તૃત્વ -ભોક્નત્વભાવની રસમય પરિણતિસ્વરૂપ સંસારસારભૂતતા = ભવાભિનંદીદશા અત્યંત ક્ષય પામે છે. તેમ કુટુંબપાલન, ભોજનાદિપ્રવૃત્તિ કે માનસિક સંકલ્પ-વિકલ્પ વગેરેમાં ઓત-પ્રોત થયા વિના, તન્મય બન્યા વિના યથોચિતપણે જીવ તેમાં કર્મવશ જોડાય છે.
• ચિંતામય જ્ઞાનની પ્રાપ્તિ છે (૬) “આમ ને આમ આ જન્મ આત્મજ્ઞાન મેળવ્યા વિના તો પૂરો નહિ થઈ જાય ને ? મને ! ક્યારે આત્મદર્શન થશે? મારો શુદ્ધ આત્મા ક્યારે પૂર્ણપણે પ્રગટ થશે?' આમ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને વો પૂર્ણતયા પ્રાપ્ત કરવાની પ્રબળ ચિંતા તેના અંતઃકરણમાં વણાયેલી હોય છે. તેના લીધે શ્રુતમય જ્ઞાન મ હવે ચિંતામય જ્ઞાનસ્વરૂપે ઝડપથી પરિણમતું જાય છે. ષોડશક, ધાત્રિશિકા પ્રકરણ, વૈરાગ્ય કલ્પલતા વગેરે ગ્રંથોમાં શ્રુતમય-ચિંતામય જ્ઞાનનું વિસ્તારથી વિવેચન મળે છે. આ અવસ્થામાં સાધક ભગવાન પોતે જ પોતાને કહે છે કે -
लाख बात की बात यह, तोकुं देइ बताय ।
जो परमातमपद चहे, तो राग-द्वेष तज भाय !।। (परमात्म छत्रीसी-२५) (૭) અહીં સાધકનું અંતઃકરણ ઈન્દ્રિયવિષયોથી વિરક્ત અને શાંત બનેલું હોય છે. વિરક્ત અને શાંત અંતઃકરણમાંથી પ્રસ્તુત ચિંતામય જ્ઞાનનો જન્મ થયેલ હોવાથી તે જ્ઞાન જન્મ-મરણની પરંપરાને ટૂંકાવવાનું જ કારણ બને છે. પુનર્જન્મની પરંપરાને ટૂંકાવવાનો હેતુ બનવાથી, મોક્ષનો હેતુ બનવાથી, આત્મસ્વરૂપ પ્રાપ્તિની ચિંતાથી વણાયેલું તે જ્ઞાન તત્ત્વબોધસ્વરૂપે અહીં પરિણમતું જાય છે. તેથી ધર્મક્રિયાના મર્મોને, રહસ્યોને તે સારી રીતે વિશેષ પ્રકારે જાણે છે.
(૮) તથા ધર્માદિ તત્ત્વને જણાવનારા સદ્ગુરુની ભક્તિમાં તે બહુમાનગર્ભિત અંતઃકરણથી વિધિવત્ વિશેષ પ્રકારે ઉદ્યમ કરે છે. ષોડશકમાં દર્શાવેલ ચોથો ઉત્થાન દોષ રવાના થાય છે.