________________
૫૦૧
દ્રવ્ય-ગુણ-થયાર્યનો રાસ + ટબો (૧૬/૭)] હતો, તે પુષ્કળ પ્રમાણમાં ક્ષય પામે છે. રજોગુણનો ઉદ્રક જવાથી અધ્યાત્મસારમાં વર્ણવેલ રજોગુણપ્રધાન બહિર્મુખી “ક્ષિત' ચિત્ત મોટાભાગે રવાના થાય છે. તથા તમોગુણનો ઉદ્રક જવાથી અધ્યાત્મસારમાં વર્ણવેલ તમોગુણપ્રધાન કષાયગ્રસ્ત “મૂઢ' ચિત્ત મહદ્અંશે વિદાય લે છે. સંસારમાહાભ્ય તેના અંતઃકરણમાં જામતું નથી. બાહ્ય ઘટનાઓને તે બહુ વજન આપતો નથી. વિભાવદશામાં તે તીવ્રરસપૂર્વક જોડાતો નથી. તેના કારણે જે પૂર્વકાલીન સતત બહાર તરફ વહી જતો ચિત્તવૃત્તિપ્રવાહનો વેગ ધસમસતો હતો, તે મંદ પડે છે. પાંચેય ઈન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા માટે જે ઊર્જાનો પ્રવાહ અનાદિ કાળથી યથેચ્છપણે બેરોકટોક સ્વરસથી ઉત્સુક-સતેજ હતો, તે હવે કાંઈક અંશે નિસ્તેજ બને છે. કર્મની ઘેરી ચોટની અસર જીવના અંતરમાં નિરંતર છવાયેલી રહે છે. તેથી કર્મના નવા આઘાત-પ્રત્યાઘાત, રતિ -અરતિ, હર્ષ-શોક, રાગ-દ્વેષ, ગમા-અણગમા વગેરેના વમળમાં તણાવાનું-ડૂબવાનું વલણ ઓછું થાય છે.
છે સદ્યગાવંચક યોગથી સદ્ગસમાગમ છે તેવા અવસરે પ્રભુકૃપાથી સદ્દગુરુનો તેને ભેટો થાય છે. “અપરોક્ષ સ્વાનુભૂતિથી સંપન્ન, પ્રશાંત એ -વિરક્તવૃત્તિવાળા તથા જ્ઞાનાનંદમય નિજ સ્વભાવમાં ગળાડૂબ થયેલા આ સગુરુ જ ખરેખર મારા સમગ્ર , સંસારસાગરને સૂકવનારા છે, ભવસાગરથી મારો ઉદ્ધાર કરનારા છે' - એવું આ જીવ ત્યારે અંત:કરણથી સ્થા સ્વીકારે છે. કારણ કે સદ્યોગાવંચક યોગનું સામર્થ્ય આ અવસ્થામાં પ્રગટ થયેલું હોય છે, કષાયાદિના સેવનની ન પાત્રતા અત્યંત ઘટેલી હોય છે. ટૂંકમાં, જીવ પોતાની પાત્રતાના જોરે સદૂગુરુની પાત્રતાને પિછાણી શકે છે. પૂર્વે આ જીવને સદ્ગુરુનો જે યોગ થયો હતો, તે આ જીવની અપાત્રતાના લીધે ઠગારી નીવડેલ હતો. આ તે વંચક યોગ સાબિત થયો હતો. પરંતુ હવે નિયતિ અનુકૂળ હોવાથી, જીવની પાત્રતા પ્રગટ થઈ હોવાથી, કાળબળ સાધક હોવાથી સદ્ગુરુનો જે સમાગમ થયો છે તે અવંચક છે. તેથી જ સંસારતારક તરીકે છે ઓળખાયેલા સદ્ગુરુ પ્રત્યે તેના અંતરમાં પરમ પ્રીતિ પ્રગટે છે. બિનશરતી સદ્દગુરુશરણાગતિને આ જીવ થી. હવે માન્ય કરે છે. તેથી જ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિથી રંગાયેલા અંતઃકરણમાંથી નીકળતી સંવેગ-વૈરાગ્યમય ગુરુવાણી આ જીવના અંતઃકરણને ભીંજવે છે, પલાળે છે. જીવના અહંકારને ગુરુવાણી પીગાળે છે. તથા દુષ્ટ-બેમર્યાદ વાસનાના વમળમાંથી જીવને ગુરુવાણી બહાર કાઢે છે.
/ ઓઘદ્રષ્ટિ છોડીએ, યોગદૃષ્ટિ મેળવીએ આ રીતે અહંકારાદિ ઓગળવાના લીધે જીવ હવે કનિમિત્ત, કુકર્મોદય, કુપ્રવૃત્તિ અને કુસંસ્કાર વગેરેના માધ્યમથી જન્મેલા પોતાના મલિન વ્યક્તિત્વને ઓગાળવાનો, મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ થાય છે. તે માટે તે તથાભવ્યત્યાદિના પરિપાકથી સદ્ગુરુની શરણાગતિને અંત:કરણથી સ્વીકારે છે, આત્મસાત કરે છે. જીવ સદ્ગુરુની શરણાગતિ-સમર્પણભાવને પોતાનામાં ઓતપ્રોત કરે છે. કર્મોદયની ચોટની = આઘાત-પ્રત્યાઘાતની ઘેરી અસરવાળું જીવનું અંતઃકરણ સંસારથી વિરક્ત બને છે. તથા એ અંતઃકરણ સ્વસમ્મુખ = અંતર્મુખ બને છે. તેથી જ “શરીર, ઈન્દ્રિય વગેરે હું છું. કષાય વગેરે મારા પરિણામો છે' - આ મુજબ ઉપાદેયપણે દેહાદિમાં પોતાપણાની પરિણતિ સ્વરૂપ અને કષાયાદિમાં મારાપણાની મજબૂત પરિણતિસ્વરૂપ ઓઘદૃષ્ટિનું બળ ખલાસ થતું જાય છે. સાધકને અંદરમાં એવું પ્રતીત થાય છે કે “હું દેહાદિથી ભિન્ન આત્મદ્રવ્ય છું. કષાયાદિશૂન્ય શુદ્ધ જ્ઞાનાદિગુણો એ જ મારી મૂડી છે.”