________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)]
૪૯૯
દેખાડાય છે. તેથી હે જીવ ! તું ઊભો થા, આ પ્રબંધને ભણ, તથા તું તને જ અનુભવ.(યુગ્મ શ્લોકાર્થ) મેં તાત્ત્વિક આત્મસાક્ષાત્કારનો આંતરિક માર્ગ
તમામ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં પોતાના આત્મા સિવાયના પુદ્ગલાદિ પરદ્રવ્યોમાં, જ્ઞાનાદિ સિવાયના રૂપાદિ પરગુણોમાં તથા સિદ્ધત્વાદિ સિવાયના શરીરાકૃતિ વગેરે પરપર્યાયોમાં જ અત્યંત ઉપાદેયબુદ્ધિથી અને તન્મય બનીને તેનો જ આ જીવે અનેક વાર અનુભવ કર્યો. જેમ કે (૧) ‘હું જાડો છું, પાતળો છું, ગોરો છું. હું ઊભો છું, જાઉં છું, ઊંઘું છું.' - ઈત્યાદિ સ્વરૂપે પૌદ્ગલિક દેહદ્રવ્યના તાદાત્મ્યનો અનુભવ કર્યો. (૨) ‘હું મૂંગો છું, કાણો છું, બહેરો છું, આંધળો છું' આ મુજબ ઈન્દ્રિયગુણોનો પોતાના આત્મામાં સમારોપ કર્યો. (૩) કામના, સંકલ્પ, વિકલ્પ, અધ્યવસાય વગેરે અંતઃકરણના પર્યાયોનો પોતાના ધર્મરૂપે અનુભવ ઘણી વાર કર્યો. પરંતુ પોતાના જ શુદ્ધ આત્મદ્રવ્ય-શુદ્ધગુણ -શુદ્ધપર્યાયમાં અત્યંત ઉપાદેયબુદ્ધિથી તન્મય બનીને તેનો અનુભવ તો ક્યારેય આ જીવે ન જ કર્યો. તેથી અનાદિ કાળથી નહિ જાણેલા-નહિ માણેલા એવા પોતાના જ આત્માની પ્રત્યક્ષાનુભૂતિ કરવાનો પ્રકૃષ્ટ, સરળ અને સીધો માર્ગ વર્તમાનકાલીન મુમુક્ષુજનોના હિત માટે હવે દેખાડવામાં આવે છે. અનાદિ કાળથી શરીર-ઈન્દ્રિયાદિસ્વરૂપે આપણી જાતનો અનુભવ ઘણી વાર કર્યો છે.
-
એ
પરંતુ ‘(૧) હું (A) દેહ, (B) ઈન્દ્રિયો, (C) વાણી, (D) નામ, (E) દેહાકૃતિ, (F) મુખાકૃતિ, (G) શરીરનું રૂપ, (H) મન, (I) કર્મ, (૩) અન્યવિધ પુદ્ગલ વગેરેથી તદન ભિન્ન છું. (K) પુદ્ગલસ્વરૂપ દેહાદિના ગુણધર્મો, જેમ કે તગડાપણું, કૃશપણું, લાંબા-ટૂંકાપણું વગેરેથી પણ અત્યંત નિરાળો છું. (L) પુદ્ગલસ્વરૂપ દેહાદિની હલન-ચલન-ભોજન-શયન આદિ જે ક્રિયા વગેરે છે, તેનાથી પણ હું સાવ જ જુદો છું. આફ્રિકાના જંગલ વગેરેથી જેટલો હું જુદો છું, તેટલો જ પૌદ્ગલિક દેહાદિથી ભિન્ન છું આ સ્વરૂપે આપણા આત્માની આપણને ક્યારેય પ્રત્યક્ષ અનુભૂતિ થઈ નથી.
-
(૨) ‘હું ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયથી અત્યન્ન ભિન્ન છું અને તેનાથી શૂન્ય છું. હું પરમ નિષ્કષાયસ્વરૂપ છું' - આવો અનુભવ પણ આ જીવે કદિ કર્યો નથી. તે જ રીતે નીચે મુજબની પણ અનુભૂતિ આ જીવને કદાપિ થઈ નથી કે :
(૩) ‘હું પરમ નિર્વિકાર છું. વિકારભિન્ન અને વિકારરહિત છું.'
(૪) ‘(A) આધિ, (B) વ્યાધિ, (C) ઉપાધિ, (D) રાગાદિ વિભાવપરિણામ, (E) સંકલ્પ-વિકલ્પ, (F) વિચારવાયુ, (G) સારા-નરસા સંસ્કાર, (H) દેહાદિમાં શાતા વગેરેની સંવેદના વગેરે તમામ પ્રપંચથી હું ભિન્ન છું તથા તેનાથી હું શૂન્ય છું.'
(૫) ‘મારું સ્વરૂપ કાયમ (A) શાન્ત, (B) પ્રશાન્ત, (C) ઉપશાંત, (D) પરમ શાન્ત, (E) પરિપૂર્ણપણે શાંત છે. ઉકળાટ, આક્રોશ, આવેશ, આવેગ, ઉદ્ધતાઈ વગેરે પણ મારું સ્વરૂપ નથી જ.’
(૬) ‘હું સહજ સમાધિમય છું. (A) કૃત્રિમ સમાધિ, (B) નિમિત્તાધીન સમાધિ, (C) કર્માધીન સમાધિ, (D) ક્ષણભંગુર સમાધિ કે (E) કાલ્પનિક સમાધિ એ પણ મારું મૂળભૂત સ્વરૂપ નથી.'
હર હ
(૭) ‘હું (A) પરમાનંદથી પરિપૂર્ણ છું. (B) પૂર્ણાનંદનો નાથ છું. (C) અનંત આનંદથી હું સંપૂર્ણ છું. (D) સ્વાધીન આનંદનો હું સ્વામી છું. (E) શાશ્વત આનંદધામ છું. (F) અનંતાનંદ આનંદનો હું ભોક્તા છું. (G) હું તો પરમાનંદથી છલકાતો છું. (H) મારા પ્રત્યેક આત્મપ્રદેશમાં પરમાનંદ ઠાંસી
વન