________________
૪૯૭
}
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૬/૬)] અનુભવવામાં અને (E) સ્વકેન્દ્રિત કરવામાં ઉત્સાહ-ઉમંગપૂર્વક મંડી પડે તે ખૂબ જ જરૂરી છે. આ રીતે પોતાના ઉપયોગને પાંચ સ્વરૂપે પરિણાવીને (૨) પોતાની ભૂમિકાને ઉચિત એવા પંચાચાર પાલન વગેરેમાં પરાયણ રહેવું. તથા (૩) સ્થિરા-કાંતા-પ્રભા-પરા આ પાછલી ચાર યોગદષ્ટિનું બળ વધારવામાં ધ્યા લીન રહેવું.
છે વિધિ-નિધિથી મુક્તિસ્વરૂપ છે - આ ત્રણેય પરિબળોના સહારે શ્રીરનશેખરસૂરિજીએ ગુણસ્થાનકક્રમારોહમાં વર્ણવેલ મુક્તિ ઝડપથી 3. પ્રગટ કરી લેવી. ત્યાં બૌદ્ધ, નૈયાયિક-વૈશેષિક, ત્રિદંડી, પૌરાણિક, વામમાર્ગી વગેરેના મતનો નિષેધ કરીને જૈનદર્શનસંમત મુક્તિનું સ્વરૂપ આ મુજબ દર્શાવેલ છે કે - “સર્વજ્ઞ ભગવંતો મુક્તિને (૧) શું અત્યંત અભાવરૂપ, (૨) જડતારૂપ, (૩) આકાશની જેમ સર્વવ્યાપી, (૪) પુનરાવૃત્તિને ધારણ કરનારી યો અને (૫) અત્યંત વિષયસુખવાળી માનતા નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતોએ કહેલ છે કે વિદ્યમાન જ્ઞાનસ્વરૂપ આત્માની નિર્મળતાથી પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ ગુણના સમૂહથી સંસારમાં અદ્વિતીય સારભૂત, 01. અત્યંત અતીન્દ્રિય સુખાનુભવના સ્થાનરૂપ અને પુનરાગમનરહિત મુક્તિ છે.” (૧૬/૬)