________________
૪૮૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત એ નિજસ્વભાવનું ભાન થાય છે. તેવું પરિબળ “સંવિગ્નપાક્ષિકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતા છે'
- તેવું સૂચવે છે. જેણે ગ્રંથિભેદ કરેલો છે, ભાવ સમ્યગ્દર્શન જેની પાસે વિદ્યમાન છે એવા સંવિગ્નપાક્ષિકને વિશે આ વાત સમજવી. દ્રવ્યસમકિત જેની પાસે છે તેવા સંવિગ્નપાક્ષિકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતાને સૂચવનારા આ ચિહ્નો નથી. અહીં તો ભાવસમકિતવાળા સંવિગ્નપાક્ષિક કઈ રીતે પોતાના જીવનમાં જ્ઞાનયોગ પ્રધાન બનાવે ? તેની વાત દર્શાવેલ છે.
દિ જ્ઞાનયોગની મુખ્યતાથી સિદ્ધસુખ સમીપ ર છે આવી જ્ઞાનયોગમુખ્યતા વડે જ આવશ્યકનિયુક્તિમાં જણાવેલ સિદ્ધપણું સંવિગ્નપાક્ષિકના જીવનમાં 9 ખૂબ નજીક આવે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “જીવે દીર્ઘ કાળથી બાંધેલ જે રજકણ વી છે તે કર્મ કહેવાય છે. આઠ પ્રકારે બાંધેલ તે કર્મ જેણે બાળી નાખેલ હોય તે સિદ્ધ કહેવાય. “સિત છે (= બાંધેલ) બd (= બાળેલ) ચેન સિદ્ધર' - આવી વ્યુત્પત્તિ છે. તેથી બાંધેલા કર્મને બાળવાપણું
એ જ સિદ્ધમાં રહેલ સિદ્ધત્વ છે. તેને તેઓ મેળવે છે.” (૧૫/૨-૧૧)