________________
૪૫૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત 3. આપણા જીવનમાં પૂર્વે અનેક વખત થઈ ચૂકેલ છે. તેથી જ પૂર્વભવના અનંતા ઓઘા કદાચ નિષ્ફળ
ગયા હશે. હવે આ ઘટનાનું પુનરાવર્તન આપણા જીવનમાં ન થાય તેની સાવધાની આ શ્લોક દ્વારા Dા મેળવી, ભાવનાજ્ઞાન-સ્પર્શજ્ઞાન-આત્મપરિણતિવાળું જ્ઞાન-તત્ત્વસંવેદનજ્ઞાન વગેરે મેળવવા માં વ, સદા તત્પર રહેવું. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે.
પરમ બ્રહ્મસ્વરૂપ બનીએ CS . 5. તે સંદેશને અનુસરવાથી આત્માર્થી સાધક પંચસૂત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. જ ત્યાં જણાવેલ છે કે “આત્માર્થી સાધક શાસ્ત્રોક્ત રીતે (૧) સામે ચાલીને કર્મ બાળી નાંખે છે, (૨) G! પરમ બ્રહ્મસ્વરૂપ બને છે, (૩) મંગલધામ બને છે, (૪) જન્મ-જરા-મરણરહિત થાય છે, (૫) પાપકર્મના છે સર્વથા ઉચ્છેદક હોય છે, (૬) અશુભ અનુબંધ શક્તિથી શૂન્ય હોય છે, (૭) પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને
પામેલા હોય છે, (૮) નિષ્ક્રિય હોય છે, (૯) પોતાના સ્વભાવમાં રહેલા હોય છે, (૧૦) અનન્તજ્ઞાનવાળા તથા (૧૧) અનન્તદર્શનવાળા હોય છે.” (૧૫/૧-૫)