________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૪/૧૭)]
૪૩૯
/ જ્ઞાનમાં અનેકાંત, દૃષ્ટિમાં સમ્યગ્ એકાંત /
આ
આ રીતે ‘મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારમય અનેકાંતસ્વરૂપ છે' - આ પ્રમાણે જ્ઞાન દ્વારા જાણી સાધક ધ્યા પોતાના જ્ઞાનને પ્રમાણભૂત બનાવે. પછી પોતાની સાધકદશાને વધારવા ‘રાગાદિ કર્મપુદ્ગલનો જ સ્વભાવ છે, મારો નહિ' - તેવું પ્રણિધાન કરીને પોતાની દૃષ્ટિને સમ્યગ્ એકાંતસ્વરૂપ બનાવવી. આમ જ્ઞાનને વ્ અનેકાંતસ્વરૂપ તથા પોતાની દૃષ્ટિને શ્રદ્ધાને સમ્યક્ એકાંતસ્વરૂપ બનાવવાથી તાત્ત્વિક શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પ્રગટે છે. તે તાત્ત્વિક શુદ્ઘ દ્રવ્યદૃષ્ટિ રાગ-દ્વેષજનક ન હોવાથી અને રાગ-દ્વેષરહિત હોવાથી ઝડપથી મોક્ષમાર્ગે અ આપણને આગળ ધપાવે છે. માટે તમામ પ્રવૃત્તિ કરતી વખતે આપણી દૃષ્ટિ-શ્રદ્ધા-રુચિ-પ્રીતિ-લાગણી એ અસંગ-અમલ-અખંડ-અવિનાશી આત્મદ્રવ્ય ઉપરથી ક્યારેય પણ ખસી ન જાય તેનું દૃઢ પ્રણિધાન કરવાની
=
શું
પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા જેવી છે. એ સાવધાની રાખવાથી પંચાસ્તિકાયવૃત્તિમાં દર્શાવેલ મોક્ષ સુલભ થાય. યો ત્યાં અમૃતચંદ્રાચાર્યે જણાવેલ છે કે ‘જીવને અત્યંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ સ્વરૂપ તથા જીવની સાથે છે. ચોટેલા કર્મપુદ્ગલોનો સર્વથા વિયોગ થવા સ્વરૂપ મોક્ષ છે.’ (૧૪/૧૭)