________________
૪૩૬
[અધ્યાત્મ અનુયોગ સહિત (D) અનુપાધિક, (E) અગમ્ય (ઈન્દ્રિય વગેરેનો અવિષય), (F) અનિન્દ્રિય (ઈન્દ્રિયભિન્ન), (C) અનુપમ, " (H) અવ્યાબાધ (પીડાશૂન્ય), I) અનાહાર, (J) અશરીર, (K) અક્રિય, (L) અજન્મ, (M) અજર, ધ્યા (N) અમર, () નિર્વિકલ્પ, (P) વીતરાગ, (Q) વિદ્વેષ, (R) નિષ્પકમ્પ, (S) અવિકાર, (T) અશોક, a (U) નિષ્કલંક, 9 અનાકુળ, (W) અસંગ, (2) તર્ક અગોચર, (૪) શબ્દ અવિષય, () અનાવૃત - (પ્રગટ) એવા પોતાના આત્મદ્રવ્યનો અપરોક્ષ અનુભવ અવિચ્છિન્ન થવાથી તાત્ત્વિક આત્મકલ્યાણ થાય અ છે. આ ગંભીર વાત પ્રસ્તુત શ્લોક દ્વારા હિતોપદેશ રૂપે ગ્રહણ કરવા યોગ્ય છે.
સિદ્ધરવરૂપને પ્રગટાવીએ : છે આ હિતોપદેશને ગ્રહણ કરવાથી બૃહન્નયચક્રમાં = દ્રવ્યસ્વભાવપ્રકાશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ યો નજીક આવે છે. ત્યાં દિગંબર માઈલ્લધવલે જણાવેલ છે કે (૧) આઠ કર્મોનો નાશ થવાથી શુદ્ધ
બનેલા, (૨) અશરીરી, (૩) અનંત સુખ અને જ્ઞાન દ્વારા સમૃદ્ધ બનેલા, (૪) પરમ પ્રભુત્વને પામેલા " જે તે સિદ્ધ ભગવંતો છે, તે જ ખરેખર મુક્તાત્મા છે.” (૧૪/૧૬)