________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૯)]
૪૨૩ આંતરિક કેવળ ચૈતન્યજ્યોતિ જ જગતમાં પરમ તત્ત્વ છે. તે સિવાયની તમામ ચીજ ઉપદ્રવ છે, મોકાણ છે.” આ બાબત ઊંડાણથી મનન કરવા યોગ્ય છે.
જિ નિ જશદ્ધચૈતન્યરવભાવમાં વિશ્વાતિ કરીએ આ રીતે આત્માર્થી = મોક્ષાર્થી સાધકોએ સર્વત્ર, સર્વદા, સર્વ પ્રકારે પોતાના સ્વાભાવિક, ધ્યા આકુળતાન્ય, નિસ્તરંગ, નિઃસંગ એવા શુદ્ધચૈતન્યસ્વભાવમાં જ વિશ્રાન્તિ કરવા માટે, લીન-લયલીન A થવા માટે ઝડપથી દઢપણે પ્રયત્ન કરવો જરૂરી છે. “મારા શુદ્ધચૈતન્યસ્વભાવમાં જ મારે વિશ્રાન્તિ આ લેવી છે. પ્રાણના ભોગે પણ આ કાર્ય માટે કરીને જ રહેવું છે' - આવા પ્રણિધાનપૂર્વક-સંકલ્પપૂર્વક એ આ પ્રયત્ન થવો જોઈએ. આવા પ્રકારનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા જેવો છે. તેના પ્રભાવે સમરાદિત્યકથામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપને આત્માર્થી સાધક ઝડપથી મેળવે છે. ત્યાં શું શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “નવા જન્મને ધારણ નહિ કરવાથી મોક્ષ ઉત્પન્ન થાય છે. મોક્ષમાં જો પહોંચેલા આ જીવને (૧) જન્મ નથી, (૨) ઘડપણ નથી, (૩) વ્યાધિ નથી, (૪) મરણ નથી, (૫) ઈષ્ટવિયોગ નથી, (૬) અનિષ્ટનો સંયોગ નથી, (૭) ભૂખ નથી, (૮) તરસ નથી, (૯) રાગ 05. નથી, (૧૦) દ્વેષ નથી, (૧૧) ક્રોધ નથી, (૧૨) માન નથી, (૧૩) માયા નથી, (૧૪) લોભ નથી, (૧૫) ભય નથી, (૧૬) અન્ય પણ કોઈ ઉપદ્રવ નથી. પરંતુ તે (૧૭) સર્વજ્ઞ છે, (૧૮)
સર્વદર્શી છે, (૧૯) નિરુપમ સુખથી સંપન્ન છે, (૨૦) ત્રણ લોકમાં મુગટ સમાન છે. આ પ્રકારે - જીવ મોક્ષપદમાં રહે છે. (૧૪૯)